આજે સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. આ અવસર પર કોરોનાથી ખરાબ હાલત વચ્ચે ચીનમાં પણ લોકોએ નવા વર્ષની ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. બેઇજિંગ અને વુહાનમાં મધ્યરાત્રિએ લાખો લોકોની ભીડ એકઠી થઈ ગઈ. આના ઘણા વીડિયો અને ફોટોઝ પણ સામે આવી રહ્યા છે.
તસવીરોમાં જુઓ ચીનના નવા વર્ષની ઉજવણી...
ચીનમાં 13મી જાન્યુઆરીએ કોરોનાની પીક આવશે; નવા વર્ષે જિનપિંગે કહ્યું- અમારી સામે અનેક પડકારો સાથે આશાનું કિરણ પણ છે
ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષ પર દેશવાસીઓને કહ્યું- ચીનમાં કોરોના સામેની લડાઈ નવા તબક્કામાં પહોંચી ગઈ છે. મોટા પડકારોની સાથે સાથે અમારી સામે આશાનું કિરણ પણ છે. જિનપિંગે વધુંમાં કહ્યું હતું કે આપણે સૌ સાથે મળીને આ મુશ્કેલીમાંથી વધુ મજબૂત રીતે બહાર નીકળીશું.
આ તરફ લંડનની ગ્લોબલ હેલ્થ ઈન્ટેલિજન્સ કંપની એરફિનિટીએ ચોંકાવનારો દાવો કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ચીનમાં 13 જાન્યુઆરીએ કોરોનાની પીક આવશે. આ દિવસે અહીં 37 લાખ કેસ આવશે. 23 જાન્યુઆરીએ કોરોનાને કારણે મૃત્યુઆંક પીક પર આવશે. આ દિવસે 25 હજાર દર્દીઓનાં મોત થશે.
મોરોક્કોમાં ચીનના પ્રવાસીઓ પર પ્રતિબંધ
મોરોક્કોએ 3 જાન્યુઆરીથી ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો છે. તેઓ કોઈપણ દેશના હોઈ શકે છે. રવિવારે કેનેડાએ ચીનના પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટને ફરજિયાત કરી દીધો છે. આ પહેલાં ફ્રાન્સ, બ્રિટન, સ્પેન, અમેરિકા, તાઈવાન, જાપાન, ભારત, ઈટાલી, દક્ષિણ કોરિયા અને પાકિસ્તાને પણ આ લોકો માટે ટેસ્ટિંગ ફરજિયાત કર્યું છે.
જાપાનમાં 2021 કરતાં 2022માં 16% વધુ મૃત્યુ
જાપાનમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી રહી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ત્રણ મહિનામાં જાપાનમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 16% વધારે છે. 30 ડિસેમ્બરના રોજ જાપાની મીડિયા મૈનીચી ડેલી દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર, 1 ઓક્ટોબરથી 29 ડિસેમ્બર સુધી કોરોનાથી 11,835 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં 744 લોકોનાં મોત થયાં હતાં.
મૈનીચી ડેલીના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે- આ વર્ષે 31 ઓગસ્ટથી 27 ડિસેમ્બર સુધી નોંધાયેલા 40.8% મૃત્યુ 80 વર્ષની વયના લોકોના હતા. 90 વર્ષથી વધુ ઉંમરના 34.7% લોકો મૃત્યુ પામ્યા હતા. 17% એવા લોકો હતા જેમની ઉંમર 70-79 વર્ષની હતી.
ચીનમાં કળશ બદલે અસ્થિ બેગમાં ભરવામાં આવી રહ્યા છે
ચીન અને ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી પર નજર રાખનાર માનવાધિકાર કાર્યકર્તા જેનિફર ઝેંગે એક ફોટો પોસ્ટ કર્યો છે. આમાં કોરોનાની ભયાનકતા જોઈ શકાય છે. તેણે ફોટો સાથે લખ્યું- ભસ્મ (અસ્થિ) રાખવા માટે કળશ ઉપલબ્ધ નથી. લોકો પોતાના પ્રિયજનોના અસ્થિઓ બેગમાં જ રાખવા માટે મજબૂર બન્યા છે.
દુનિયામાં કોરોનાના 66 કરોડ 47 લાખથી વધુ કેસ
કોરોના worldometer અનુસાર, દુનિયામાં અત્યાર સુધીમાં 66 કરોડ 47 લાખ 30 હજાર 682 કેસ નોંધાયા છે. ચીનના વુહાનમાં 11 જાન્યુઆરી 2020ના રોજ 61 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વિશ્વમાં કોવિડના કારણે આ પ્રથમ મૃત્યુ હતું. આ પછી મૃત્યુ વધવા લાગ્યાં. અત્યાર સુધીમાં 66 લાખ 96 હજાર 763 લોકોનાં મોત થયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.