કોરોનાવાઈરસ / ભીડભાડવાળા બંધ સ્થળે હવાથી કોરોના વાઈરસ ફેલાઈ શકે : WHO

Corona virus can be spread from the air in a crowded enclosure: WHO
X
Corona virus can be spread from the air in a crowded enclosure: WHO

દિવ્ય ભાસ્કર

Jul 11, 2020, 04:00 AM IST

ન્યૂ યોર્ક. ડબલ્યુએચઓએ શુક્રવારે કહ્યું છે કે ભીડભાડવાળા બંધ સ્થળે કોરોના વાઈરસ લાંબો સમય સુધી હવામાં રહી શકે છે. આ સ્થિતિમાં સંક્રમિત હોવાની સંભાવના વધુ રહે છે. ડબલ્યુએચઓએ પહેલા આ પ્રકારના સંક્રમણ ફેલાવવાને શંકાસ્પદ ગણાવ્યું હતું. પરંતુ સતત વધતા વિજ્ઞાની અને વાસ્તવિક પુરાવા પરથી જણાય છે કે વાઈરસનું સંક્રમણ આ રૂટ દ્વારા પણ ફેલાઈ શકે છે. 

ચાલુ સપ્તાહે 200થી વધુ વિજ્ઞાનીઓએ ડબલ્યુએચઓને પત્ર લખી આ અંગે પોતાના મતની પુન:વિચારણા કરવા કહ્યું હતું. હવે ડબલ્યુએચઓએ પણ કહ્યું છે કે સંક્રમિત લોકોથી પણ કોરોના ફેલાઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી