તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Corona Update LIVE World:વિશ્વમાં સંક્રમણના કુલ કેસ 14 લાખને પાર, મૃત્યુઆંક 81 હજાર, છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં 1,417 અને અમેરિકામાં 1,371 મોત

નૂયોર્ક7 મહિનો પહેલા
  • ફ્રાન્સમાં મોતનો આંકડો એક દિવસમાં 10 ટકા વધ્યો
  • ઈટાલી અને સ્પેન પછી અમેરિકામાં મોતનો આંકડો 12 હજારથી વધારે
  • બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન ઓક્સિજન સપોર્ટ ઉપર
  • અમેરિકામાં 24 કલાકમાં 1,371ના મોત, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું; ચીનમાં પહેલીવાર એકપણ મોત નહીં

વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ  1,410,095 થઈ ગયા છે. અત્યાર સુધીમાં 81,010લોકોએ જીવ ગુમાવ્યા છે. 300,739 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં 385,985 કેસ નોંધાય છે અને 12,230 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 18,981 કેસ નોંધાયા છે અને 1371 લોકોના જીવ ગયા છે, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું છે. ચીનમાં પહેલીવાર એકપણ મોત થયું નથી. કોરોનાના સંક્રમણને રોકવા માટે  જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ કરાઈ છે. સ્પેનમાં એક દિવસમાં 556 લોકોના મોત, આ સાથે અહીં કુલ કેસ 140,511 લાખ અને મૃત્યુઆંક 13897 નોંધાયા છે. બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં ઈટાલીમાં વધુ 604 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 17,127 થયો છે. 3,039 નવા કેસ સામે આવ્યા છે.  ફ્રાંસમાં કોરોનાને લીધે મૃત્યુઆંકમાં અકલ્પનીય વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં 1,417 લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈગ્લેડ પણ કોરોના સામે લગભગ નિસહાયની સ્થિતિમાં છે. અહીં 786 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 6,159 થયો છે. આ ઉપરાંત બેલ્જિયમમાં 403 લોકોના મોત થયા છે.

સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાને ચિમકી આપી- દેશમાં કોરોના સંક્રમિતોનો આંક 2,00,000 પહોંચી શકે છે
સાઉદી અરેબિયાના આરોગ્ય પ્રધાને ચિમકી આપી છે કે દેશમાં આગામી સપ્તાહોમાં કોરોનાના કેસ 200,000 પહોંચી શકે છે. સાઉદી અરેબિયામાં અત્યાર સુધીમાં 2,795 લોકો સંક્રમિત થયા છે અને 41 લોકોન મોત થયા છે. આરોગ્ય પ્રધાન તૌફીક અલ-રબિહને સાઉદી પ્રેસ એજન્સિ સમક્ષ એમ કહેતા ટાંકવામાં આવ્યા હતા કે દેશમાં કેટલાક અભ્યાસ-તારણોમાં કોરોના સંક્રમિતની સંખ્યા લઘુત્તમ 10,000થી મહત્તમ 200,000 રેન્જમાં રહી શકે છે.

અમેરિકાના વૈજ્ઞાનિકે કહ્યું- અસરકારક રસીથી જ કોરોનાને અટકાવી શકાશે, વિશ્વ માટે અગાઉ જેવુ સામાન્ય જીવનની શક્યતા નહીવત
અમેરિકાના એક જાણીતા વૈજ્ઞાનિકે કહ્યું છે કે વિશ્વ માટે કોરોના વાઈરસ પૂર્વેની સામાન્ય જીવનને પરત મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. ડો. એન્થની ફ્યુસીએ વ્હાઈટ હાઉસના પ્રેસ બ્રિફિંગમાં કહ્યું હતું કે વિશ્વના દેશો એક સમાજ (સોસાયટી) તરીકે ફરી કામ કરશું, પણ જો તમે કોરોના પૂર્વેની સ્થિતિ હાંસલ કરવા માંગતા હોય તો તે કદાંચ આ ભય બાદ શક્ય જણાતી નથી.  સામાન્ય જીવનનો અર્થ એ થાય છે કે જાણે કોરોના વાઈરસની સમસ્યા ક્યારેય આવી ન હતી. મારા માતે જ્યાં સુધી માનવજાત એક અસરકારક રસી શોધીને વિશાળ પ્રમાણમાં રહેલી પ્રજાનું સંપૂર્ણ રક્ષણ નહીં કરે ત્યાં સુધી સામાન્ય સ્થિતિ મુશ્કેલ છે.

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા
પાકિસ્તાનના ઈસ્લામિક મિશનરી આંદોનલ, તબલીઘ જમાત દ્વારા યોજાયેલી સભામાં સામેલ થયેલા 20 હજાર લોકોને લાહોરમાં ક્વોરન્ટિન કરાયા છે.  પાકિસ્તાનમાં કોરોનાના 3864 કેસ અને 54 લોકોના મોત. દ.કોરિયામાં 46 હજારથી  વધારે સેલ્ફ ક્વોરન્ટિન કરાયા છે.

ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રીએ લોકડાઉનનો ભંગ કર્યો
લોકડાઉનનો ભંગ કર્યા બાદ ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રી ડેવિડ ક્લાર્કે પોતાની જાતને મૂર્ખ કહી. ક્લાર્કે સોમવારે કહ્યુ કે તેઓ કાર ચલાવીને 20 કિલોમીટર દૂર તેના પરિવાર સાથે સમુદ્ર કિનારે ગયા હતા. ત્યાર પછી તેઓએ પ્રધાનમંત્રી જેસિંદા અર્ડર્ન સામે રાજીનામાનો પ્રસ્તાવ મૂક્યો. પરંતું કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને તેમને પદ ઉપર યથાવત રહેવા કહેવામાં આવ્યું છે. આ પહેલા રવિવારે સ્કોટલેન્ડના મુખ્ય આરોગ્ય અધિકારીએ લોકડાઉનમાં પોતાના એક ઘરેથી બીજા ઘરે જવા બદલ રાજીનામું આપી દીધું હતું.

ન્યૂયોર્કના હરલિમ હોસ્પિટલ સેન્ટર બહાર સુરક્ષાના સાધનોની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ
ન્યૂયોર્કના હરલિમ હોસ્પિટલ સેન્ટર બહાર સુરક્ષાના સાધનોની માંગ કરી રહેલા પ્રદર્શનકારીઓ

જ્યારે સ્પેનની વાત કરીએ તો અહીં 1 લાખ 40 હજાર 510 કેસ છે અને 13 હજાર 798 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ઈટાલીમાં 1.33 લાખ કેસ છે અને 16 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં એક લાખ 3 હજાર 375 કેસ અને મૃત્યુઆંક 1800 છે. જ્યારે ફ્રાન્સમાં પણ એક લાખ પોઝિટિવ કેસ થવા આવ્યા છે અને મૃત્યુઆંક 8911 થયો છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું કે હું મારા સારા મિત્ર અને અમેરિકાના મિત્ર બોરિસ જોનસનને શુભકામના પાઠવું છું. તેઓને આઈસીયુમાં દાખલ કરાયા છે તે વાત સાંભળીને દુ:ખી છું. તેઓએ કર્યું કે બધા અમેરિકનો જોનસન ઝડપથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરે છે. તેઓ ખુબ મજબૂત, દ્રઢ નિશ્ચિયી અને સરળતાથી હાર ન માનનાર વ્યક્તિ છે.  ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મક્રોન અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રૂડોએ જોનસન ઝડપથી સાજા થઈ જાય તે માટે શુભકામના પાઠવી છે.

અમેરિકામાં મોતનો આંકડો 10 હજારને પાર
ઈટાલી અને સ્પેન પછી અમેરિકામાં મોતનો આંકડો 12 હજારને પાર થઈ ગયો છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં માત્ર પાંચ હજાર લોકોના મોત થયા છે. તેમાંથી અડધા તો ન્યૂયોર્ક સિટીમાં લોકો મર્યા છે.અમેરિકાએ એશિયાના દેશોમાં ફસાયેલા તેના 29 હજાર નાગરિકોને ખાસ વિમાન દ્વારા પરત બોલાવી લીધા છે. માત્ર ભારતમાં 1300 અમેરિકન હતા.

ટ્રમ્પે કોરોનાને રોકવા માટે દવા કંપની  અને બાયોયેક કંપનીના પ્રમુખો સાથે વાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારતને ચેતવણી આપી છે કે જો મેલેરિયાની દવા મોકલવામાં નહીં આવે તો અમે જવાબી કાર્યવાહી કરીશું. 

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિકે પ્રધાનમંત્રીના કામકાજને સંભાવ્યું

બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રોબ. હાલ તેઓ પ્રધાનમંત્રીનો કાર્યભાળ સંભાળી રહ્યા છે.
બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રોબ. હાલ તેઓ પ્રધાનમંત્રીનો કાર્યભાળ સંભાળી રહ્યા છે.

બીબીસી મુજબ કેબિનેટ મંત્રી માઈકલ ગોવેએ મંગળવારે કહ્યું હતું કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન હાલ પણ આઈસીયુમાં ભરતી છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા નથી, પરંતુ ઓક્સિજનના સપોર્ટ પર છે. તેમની સારવાર લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે.  તેમની ગેરહાજરીમાં તેમનો કાર્યભાર વિદેશ મંત્રી ડોમિનિક રોબ સંભાળી રહ્યા છે. એક ઈન્ટર્વ્યુમાં ડોમિનિકે કહ્યું કે કોરોના સામે સરકારની લડાઈ ચાલું રહેશે. બોરિસ જોનસન ઝડપથી સાજા થાય તેવી વિશ્વના નેતાએ શુભકામના પાઠવી છે. બ્રિટનમાં સોમવારે 3802 નવા કેસ અને 439 મોત નોંધાયા છે. બ્રિટનમાં 51 હજાર 608 કેસ નોંધાયા છે અને 5373 લોકોએ જીવ ગુમાવ્યો છે.

ફ્રાન્સ: પેરિસની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કોરોનાના દર્દી. દેશમાં અત્યાર સુધીમાં 9 હજાર લોકોના મોત થયા છે.
ફ્રાન્સ: પેરિસની હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કોરોનાના દર્દી. દેશમાં અત્યાર સુધીમાં 9 હજાર લોકોના મોત થયા છે.

ફ્રાન્સમાં સોમવારે 833 લોકોના મોત
ફ્રાન્સમાં સોમવારે 833 લોકોના મોત થયા છે. મહામારી શરૂ થયા બાદ અત્યાર સુધીમાં એક દિવસમાં આ મૃત્યુ સૌથી વધારે છે. ફ્રાન્સમાં 17 માર્ચથી સમગ્ર રીતે લોકડાઉન છે. ફ્રાન્સમાં કુલ કેસ 98 હજાર 10 છે જ્યારે 8911 લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના મહામારીને રોકવા માટે ટોક્યો અને ઓસાકા સહિત જાપાનના સાત વિસ્તારમાં ઈમરજન્સી લાગુ કરાઈ
કોરોના મહામારીના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેએ દેશના સાત વિસ્તારમાં ઈમરજન્સીની જાહેરાત કરી છે. મંગળવારે આ જાહેરાત કરતા તેમણે કહ્યું કે ટોક્યો અને ઓસાકા ઉપરાંત કનંગાવા, સેતામા, ચીબા, હયોગો અને ફુકુઓકામાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ કરાઈ છે.જાપાનમાં કોરોના કુલ કેસ 4845 નોંધાયા અને 108 લોકોએ જીવ ગુમાવ્યા છે.


ઈટાલીમાં  24 કલાકમ
ાં 604લોકોના જીવ ગયા
ઈટાલીમાં સોમવારે 604લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે સંક્રમણના 3599 નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં 1.35 લાખ કેસ છે અને 17 હજાર લોકો જીવ ગુમાવ્યો છે.

ઈટાલીની રાજધાની રોમમાં દર્દીને હોસ્પિટલમાં લી જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.
ઈટાલીની રાજધાની રોમમાં દર્દીને હોસ્પિટલમાં લી જતા સ્વાસ્થ્ય કર્મચારીઓ.

ધર્મના આધારે કોરોનાના દર્દીઓને અલગ ન કરો: WHO
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ધર્મ કે જાતિના આધારે કોરોનાના દર્દીઓને અલગ ન કરવાની ભલામણ કરી છે. WHOના માઈકલ રેયાનએ કહ્યું કે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થઈ જાય છે તો તેમાં તેની કોઈ ભૂલ નથી. કોરોનાના દર્દીઓનું ધર્મ કે જાતિના આધારે વિભાજન ન કરવું જોઈએ. એક ભારતીય પત્રકાર દ્વારા દિલ્હીના મરકજથી કોરોના ફેલાયા અંગેના પ્રશ્નના જવાબમાં તેઓએ આ વાત કહી હતી.WHO ઈસ્લામ અને અન્ય ધર્મના નેતાઓ સાથે સંપર્કમાં છે અને ધાર્મિક આયોજનો ટાળવા માટે તેઓ સાથે ચર્ચા કરી રહ્યું છે. 

આ તસવીર ચીનની રાજધાની બેઈજિંગી છે. ચીનમાં સોમવારે કોરોનાથી એકપણ મોત થયું નથી.
આ તસવીર ચીનની રાજધાની બેઈજિંગી છે. ચીનમાં સોમવારે કોરોનાથી એકપણ મોત થયું નથી.

ચીનમાં સોમવારે એક પણ મોત નહીં અને 32 નવા કેસ
ચીનમાં સોમવારે એક પણ મોત નોંધાયું નથી.  અહીં 32 નવા કેસ નોંધાયા છે, જે તમામ દેશ બહારના નાગરિકો છે. અત્યાર સુધીમાં અહીં 3331 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનમાં કુલ 81 હજાર 740 કેસ નોંધાયા છે. ચીનમાં હાલ કોરોનાના 1242 જ એક્ટિવ કેસ (સારવાર લઈ રહેલા દર્દી) છે.

નેપાળમાં લોકડાઉન 15 એપ્રિલ સુધી લંબાવાયું
નેપાળ સરકારે સોમવારે લોકડાઉન એક સપ્તાહ વધારીને 15 એપ્રિલ સુધી કરી દીધું છે. અહીં અત્યાર સુધીમાં નવ કેસ સામે આવ્યા છે. જેમાંથી એક યુવક સાજો થઈ ગયો છે. 

વિશ્વભરના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશકેસ

મોત

અમેરિકા385,98512,230
સ્પેન140,51113,897
ઈટાલી135,58617,127
જર્મની105,6041,905
ફ્રાન્સ98,0108,911
ચીન81,7403,331
ઈરાન62,5893,872
બ્રિટન55,2426,159
તુર્કી34,109725
સ્વિત્ઝરલેન્ડ22,253821
બેલ્જિયમ20,8141,632
નેધરલેન્ડ18,8031,867
કેનેડા16,667323
ઓસ્ટ્રિયા12,297220
બ્રાઝીલ12,232566
પોર્ટુગલ11,730311
દક્ષિણ કોરિયા10,331192
ઈઝરાયલ8,90457
સ્વિડન7,206477
રશિયા6,34347
ઓસ્ટ્રેલિયા5,89545
નોર્વે5,86576
આયરલેન્ડ5,364174
Czechia4,82278

ચીલી

4,81537
ભારત5,311150
ઈજિપ્તની રાજધાની કાહિરામાં કર્ફ્યુ દરમિયાન જવાનોએ માર્ગો પણ બંધ કરી દીધા હતા.
ઈજિપ્તની રાજધાની કાહિરામાં કર્ફ્યુ દરમિયાન જવાનોએ માર્ગો પણ બંધ કરી દીધા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો