તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Corona Update LIVE World:65 હજાર 600ના મોત, ટ્રમ્પે કહ્યું અમેરિકામાં હજુ 10000 મોત થશે; સ્પેનમાં વધુ 674ના મોત

ન્યૂયોર્ક7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈટાલીની હોસ્પિટલની તસવીર.
  • અમેરિકામાં ત્રણ લાખ સંક્રમિત, ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630ના મોત
  • ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ-બે સપ્તાહમાં અનેક જીવ જશે
  • સ્પેનમાં કોરોનાથી 24 કલાકમાં 674 લોકોના મોત, મૃત્યુઆંક 12418 થયો
  • ઈરાન વધુ 151 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3603 થયો
  • બેલ્જિયમમાં વધુ 164 લોકોના મોત સાથ મૃત્યુઆંક 1447 થયો

વિશ્વભરમાં કોરોના વાઈરસના 12 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 હજાર 600 લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 53 હજાર 600 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
યુએસમાં 3.25 લાખ લોકો સંક્રમિત
અમેરિકામાં સંક્રમણથી 8500 મોત થઇ ગયા છે. પ્રમુખ ટ્રમ્પે શનિવારે કહ્યું કે આગામી સપ્તાહોમાં દેશમાં વધુ મોત થઇ શકે છે. અહીં આશરે 3.25 લાખ લોકો સંક્રમિત છે. જો કે ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે સંક્રમણ રોકવાની દિશામાં પગલાં લેવાશે તો મોતનો આંકડો ઓછો થઇ શકે છે.

ટ્રમ્પે દવા માંગી તો મોદીએ મેલેરિયાની દવાની નિકાસ પર પ્રતિબંધ વધુ કડક કર્યો
કોરોના વાઈરસ સંક્રમણથી ખરાબરીતે પ્રભાવિત અમેરિકામાં મેલેરિયાની દવા હાઇડ્રોક્સિક્લોક્વિનની અછત સર્જાઇ છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હાલમાં જ તેને કોવિડ-19 વિરુદ્ધ રામબાણ ગણાવી હતી. ટ્રમ્પે શનિવારે વડાપ્રધાન મોદીને ફોન કરી હાઇડ્રોક્સિક્લોરોક્વિન માગી હતી.. જો કે તેના બીજા જ દિવસે રવિવારે ભારતે આ દવાની નિકાસ પર પ્રતિબંધ વધુ કડક કરી દીધો. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યુ હતું કે તેમણે વડાપ્રધાન મોદીને પહેલાં ઓર્ડર કરાયેલી દવા મોકલવાનો આગ્રહ કર્યો છે. મોદી તેના પર ગંભીરતાથી વિચારી રહ્યા છે. અગાઉ મોદીએ પણ કહ્યું હતું કે તેમણે મહામારી વિરુદ્ધના જંગમાં ભારત-અમેરિકાની ભાગીદારીની સંપૂર્ણ તાકાત લગાવવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે કોરોનાના સંકટ દરમિયાન ભારત સરકારે 25 માર્ચે જ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. દરમિયાન મધ્યપ્રદેશના મુરૈનામાં દુબઇથી આવેલા શખસ દ્વારા યોજોયેલા મૃત્યુભોજમાં સામેલ 10 લોકો કોરોના સંક્રમિત જણાયા. તેથી તેમના સંપર્કમાં આવેલા 26000 લોકોને ક્વોરન્ટાઇન કરાયા છે. આ શખસે પ્રારંભમાં પોતાની ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવી હતી. જ્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ 15 એપ્રિલે લોકડાઉન ખુલવાના સંકેત આપ્યા છે. તેમણે યુપીના તમામ સાંસદો અને ધારાસભ્યો સાથે વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વ્રારા સંવાદ કરતા કહ્યું કે ‘જો અમે 15 તારીખે લોકડાઉન ખોલીશું તો એકાએક ભીડ બહાર આવી જશે. તેને રોકવા માટે તમારો સહકાર જોઇએ. સૂત્રોએ જણાવ્યું કે 15 એપ્રિલે તબક્કાવાર રીતે લોકડાઉન ખોલી શકાશે. જો કે પહેલાં જ્યાં સંક્રમણના કેસો નથી મળ્યા ત્યાં ખોલવામાં આવશે.
ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630ના મોત
અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા ત્રણ લાખ 11 હજાર 635એ પહોંચી ગઈ છે. મરનાર લોકોની સંખ્યા 8454 થઈ ગઈ છે.  અમેરિકામાં 24 કલાકમાં 1224 લોકોના અને ન્યૂયોર્કમાં 24 કલાકમાં 630ના મોત થયા છે. ટ્રમ્પે કહ્યુ-બે સપ્તાહમાં અનેક જીવ જશે. સ્પેનમાં 1.26 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં 12418  લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈટાલીમાં 1 લાખ 24 હજાર 632 કેસ નોંધાયા છે અને 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ પહોંચવા આવી છે. 

કેલિફોર્નિયાના ગવર્નર ગવિન ન્યૂસોમએ શનિવારે કહ્યુ કે 12 હજારથી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમા 300 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 1008 લોકો આઈસીયુમાં છે.
કેલિફોર્નિયાના ગવર્નર ગવિન ન્યૂસોમએ શનિવારે કહ્યુ કે 12 હજારથી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમા 300 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 1008 લોકો આઈસીયુમાં છે.

ટ્રમ્પે કહ્યુ મુશ્કેલ સમયમાં મોટી સંખ્યામાં સેના અને સ્વાસ્થ્ય કર્મચારીઓને તહેનાત કરવામા આવી રહ્યા છે. ઈસ્ટર તહેવાર ઉપર તેઓ સોશિયલ ડિસ્ટેંસિંગમાં તેઓ થોડી ઢીલ આપવા ઈચ્છે છે. તેઓએ કોરોના વાઈરસને લઈને વિસ્કોન્સિન અને નેબ્રાસ્કા માટે ઈમરજન્સી જાહેરાતોને મંજૂરી આપી દીધી છે.  ટ્રમ્પે કહ્યું કે આ 40મી અને 41મી જાહેરાત છે. જે તેઓએ કોરોના વાઈરસ સામે લડવા માટે કરી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગવિન ન્યૂસોમએ શનિવારે કહ્યુ કે 12 હજારથી વધારે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમા 300 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને 1008 લોકો આઈસીયુમાં છે.

ઈટાલીમાં 15 હજારથી વધારે મોત
યુરોપનો સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટાલીમાં કોરોના વાઈરસથી 15 હજાર 362 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 24 હજાર 632 થઈ છે. ઈટાલીમાં 24 કલાકમાં 681 લોકોએ જીવ ગુમાવ્યો છે. 21 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ફ્રાન્સમાં 7500થી વધારે મોત

ફ્રાન્સના ઓર્લી એરપોર્ટ પરથી સેનાના વિમાનમાંથી કોરોનાના દર્દીઓને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 90 હજારે પહોંચી ગઈ છે.
ફ્રાન્સના ઓર્લી એરપોર્ટ પરથી સેનાના વિમાનમાંથી કોરોનાના દર્દીઓને લઈ જઈ રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ. ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા 90 હજારે પહોંચી ગઈ છે.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 441 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 7560 થયો છે. કુલ પોઝિટિવ કેસ 90 હજાર પહોંચી ગયા છે. અહીં 15438 લોકોને સારવાર બાદ રજા અપાઈ છે.

યૂક્રેનના સ્વાસ્થ્ય કર્મચારીઓ ઈટાલી માટે રવાના થયા. આ પહેલા યૂક્રેનના અધિકારી, ગૃહમંત્રી આર્સેન અવાકોવ અને સ્વાસ્થ્ય મંત્રી મેક્સિમ સ્ટેપાનોવ મીડિયાને સંબોધિત કરતા નજરે પડે છે.
યૂક્રેનના સ્વાસ્થ્ય કર્મચારીઓ ઈટાલી માટે રવાના થયા. આ પહેલા યૂક્રેનના અધિકારી, ગૃહમંત્રી આર્સેન અવાકોવ અને સ્વાસ્થ્ય મંત્રી મેક્સિમ સ્ટેપાનોવ મીડિયાને સંબોધિત કરતા નજરે પડે છે.

યુક્રેનમાં 1225 પોઝિટિવ કેસ નોંધાયા છે. 32 લોકોએ જીવ ગુમાવ્યો છે. 25 લોકોને સારવાર બાદ સારુ થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં 445 લોકોએ જીવ ગુમાવ્યો
બ્રાઝીલમાં 24 કલાકમાં 1225 કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ 10 હજારથી વધી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 73 લોકોના મોત થયા છે. અહીં અત્યારસુધીમાં 445 લોકોએ અહીં જીવ ગુમાવ્યો છે.

પોલેન્ડના વરસોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને ફ્રીમાં જમવાનું આપવામાં આવી રહ્યું છે.
પોલેન્ડના વરસોમાં સ્વાસ્થ્ય કર્મચારીઓને ફ્રીમાં જમવાનું આપવામાં આવી રહ્યું છે.

કયા દેશમાં કોરોના વાઈરસની શું સ્થિતિ છે જે જોઈએ

દેશકેસ મોત
અમેરિકા3,11,6358,454
સ્પેન1,26,16812,418
ઈટાલી1,24,63215,362
જર્મની96,0921,444
ફ્રાન્સ89,9537,560
ઈરાન55,7433,603
બ્રિટન41,9034,313
તુર્કી23,934501
સ્વિત્ઝરલેન્ડ20,505666
બેલ્જિયમ18,4311,447
નેધરલેન્ડ16,6271,651
કેનેડા13,912231
ઓસ્ટ્રિયા11,781186
પોર્ટુગલ10,524266
બ્રાઝીલ10,360445
દ. કોરિયા10,237183
ઈઝરાયલ7,85144
સ્વિડન6,443373
ઓસ્ટ્રેલિયા5,63534
નોર્વે5,55062
રશિયા4,73143
આયરલેન્ડ4,604137
ચીલી4,16127
ભારત3,58899

સ્ટોરીમાં તમામ દેશોની વિગતો અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો