તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Corona Update LIVE World:વિશ્વમાં 7 લાખથી વધુ લોકો સંક્રમિત, મૃત્યુઆંક 33 હજારને પાર, ડૉ. એન્થનીએ કહ્યુ- USમાં 2 લાખ લોકોનાં મોતનો ખતરો

વર્લ્ડએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નેપાળમાં પોલીસ નિયમ તોડનારા લોકોથી ડિસ્ટન્સ જાળવી તેમની ધરપકડ કરી રહી છે. - Divya Bhaskar
નેપાળમાં પોલીસ નિયમ તોડનારા લોકોથી ડિસ્ટન્સ જાળવી તેમની ધરપકડ કરી રહી છે.
 • હાઉસ સ્પીકરનો આરોપ- ટ્રમ્પની લાપરવાહી અમેરિકાને મોંઘી પડી
 • ચીનમાં હાલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા માત્ર 2691
 • સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું પેરિસમાં મોત, શાહી પરિવારમાં આ પ્રથમ મોત
 • ઈટાલીમાં મૃત્યુઆંક 10 હજારથી વધારે
 • કેનેડાના પ્રધાનમંત્રી ટ્રૂડોની પત્ની સાજી થઈ ગઈ

ઈન્ટરનેશનલ ડેસ્ક: વિશ્વના મોટા ભાગના દેશો આજે કોરોના વાઈરસ સામે લડી રહ્યા છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના કેસ સાત લાખને પાર થઈ ગયા છે. અમેરિકામાં કોરોના વાઈરસના ચેપથી એકથી બે લાખ લોકોના મોતનું જોખમ છે. નેપાળમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ચાર કેસ નોંધાયા છે. જેને લઇને સાવચેતી વર્તવામાં આવી રહી છે. નેપાળમાં પોલીસ નિયમ તોડનારા લોકોથી ડિસ્ટન્સ જાળવી એક લાંબી સાણસીથી તેમની ધરપકડ કરી રહી છે. વિશ્વમાં કોરોનાના કેસ 703,876 થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક પણ 33,000થી વધીને 33,215  થઈ ગયો છે. 1,49,219 લોકો સંક્રમણ પછી સાજા થઈ ગયા છે. અમેરિકામાં કોરોના વાઈરસથી પ્રથમ મોત 29 ફેબ્રુઆરીના રોજ થયું હતું. જ્યાર બાદ ગત બુધવાર સુધીમાં મૃત્યુઆંક વધીને 1000 પર પહોંચ્યો હતો. પરંતુ માત્ર બે દિવસમાં કોરોનાને કારણે મૃત્યુઆંક બેવડાઇને 2000ને પાર કરી ગયો છે. સાથે જ ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કેનેક્ટિકમાં લોકોને ડોમેસ્ટિક ટ્રાવેલ ન કરવા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા 9,315 વધીને 1,32,893 પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 136 વધી 2357 થઈ ગયો છે. ન્યૂયોર્કમાં સૌથી વધારે 782ના મોત થયા છે, અહીં 52 હજાર પોઝિટિવ કેસ છે.   

કોરોનાથી USમાં 1થી 2 લાખ લોકોનાં મોતનો ખતરો
અમેરિકામાં કોરોના વાઈરસના ચેપથી એકથી બે લાખ લોકોના મોતનું જોખમ છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા આ ચેતવણી આપવામાં આવી છે. ડૉ. એન્થની ફોસીએ રવિવારે કહ્યું કે 10 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત બની શકે છે. બીજીબાજુ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સના વડા અને અગ્રણી સભ્ય ફોસીએ એવું પણ કહ્યું હતું કે તેઓ આમ કરવા દેશે નહીં. આ એક અનુમાન છે. તે ખોટું પણ પડી શકે છે. ટેસ્ટ કીટની ઘટ અંગે તેમણે કહ્યું કે અમેરિકા પાસે મોટી માત્રામાં ટેસ્ટ કીટ છે.
સ્પેનમાં વધુ 624 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 6,606 થયો

ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ એક લાખ નજીક પહોંચ્યા છે, ઈટાલીમાં વધુ 756 લોકોના મોત થતા કુલ મૃત્યુઆક 10779 થયો છે. સ્પેનમાં વધુ 624 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 6,606 થયો છે. કુલ સંક્રમિતોમાં 5,564 વધીને 78,799 થયા છે. જર્મનીમાં વધુ 49 લોકોના મોત થતા 482 આંક પહોંચ્યો છે. કુલ સંક્રમિતો 2,964 વધી 60,659 થયા છે. ઈરાનમાં 2,901 નવા કેસ આવતા કુલ સંક્રમિતોની સંખ્યા 38,309 થઈ છે. જ્યારે 123 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 2640 થયો છે. યુકેમાં 2,433 નવા કેસ આવતા કુલ સંક્રમિતોનો આંકડો 19,522 થયો છે. 209 લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક 1,228 થયો છે. નેધર્લેન્ડ, બેલ્જિયમ, તુર્કી, સ્વિત્ઝર્લેન્ડમાં પણ સંક્રમિતો તથા મૃતકોનો આંક ચિંતાજનકસ્તરે વધ્યો છે. અમેરિકામાં ન્યૂ યોર્કમાં સૌથી વધારે 792 લોકોના મોત થયા છે. હાઉસ ઓફ સ્પિકર નેન્સી પેલોસીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર આરોપ લગાવ્યો છે.  ટ્રમ્પે શરૂઆતી સમયમાં કોરોનાને ગંભીરતાથી નહીં લેતા અમેરિકાએ તેની કિંમત ચુકવવી પડી રહી છે. પ્રેસિડેન્ટ આ જોખમનું યોગ્ય આંકલન કરી શક્યા નહીં.
સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું પેરિસમાં મોત
વાઈરસની જ્યાંથી શરૂઆત થઈ હતી તેવા ચીનમાં કુલ 81439 કેસ નોંધાયા હતા. તેમાંથી હાલ માત્ર 2691 દર્દી જ સારવાર લઈ રહ્યા છે. ચીનમાં મૃત્યુઆંક 3300 હતો.સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું 26 માર્ચના રોજ પેરિસમાં મોત થયું. તેની ઉંમર 86 વર્ષની હતી. મારિયાના મોતની જાણકારી તેના ભાઈ એનરિક ડી બોરબોને ફેસબુક પર આપી છે. વિશ્વભરમાં  શાહી  પરિવારમાં આ પ્રથમ મોત છે. રાજકુમારી મારિય પરિવારની કેડેટ શાખા, બોર્ન-પરમા ગરની સભ્ય હતી. 

ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 123 મોત અને 2901 નવા કેસ
ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 123 મોત થયા છે, આ સાથે મૃત્યુઆંક 2640 થયો છે. 2901 નવા કેસ નોંધાયા છે. કુલ પોઝિટિવ કેસ 38309 નોંધાયા છે. તેમાંથી 3467 લોકો આઈસીયુમાં છે. 12391 લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. 

ન્યૂયોર્કમાં સુપરમાર્કેટમાં જવા માટે રાહ જોતો લોકો.
ન્યૂયોર્કમાં સુપરમાર્કેટમાં જવા માટે રાહ જોતો લોકો.

ટ્રમ્પે કહ્યું હતું કે ન્યૂયોર્ક અને તેના પાડોશી રાજ્યોને ક્વારેન્ટાઈન નહીં કરાય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ન્યૂયોર્ક અને તેના પાડોશી રાજ્યોને ક્વારેન્ટાઈન કરવામા આવશે નહીં. તેમણે વધુમાં કહ્યું હતું કે કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેકટિકટ માટે ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડવામાં આવશે. તેઓ થોડા સમય માટે આ રાજ્યોને ક્વારેન્ટાઈન કરવાનો વિચાર કરી રહ્યા હતા. વ્હાઈટ હાઉસમાં કોરોના વાઈરસ ટાસ્ક ફોર્સની ભલામણ અને ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કનેક્ટિકટના ગવર્નરો સાથે વાતચીત પછી મેં થોડા દિવસો માટે આ જગ્યાએ કડક ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડવાનું કહ્યુ છે.

ઈટાલીમાં ત્રણ એપ્રિલના રોજ લોકડાઉન સમાપ્ત થાય છે
યુરોપમાં કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશ ઈટાલી છે. શનિવારે અહીં 889 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં અહીં 10 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. અહી કુલ 97689 કેસ પોઝિટિવ નોંધાયા છે.  આજે વધુ 756 લોકો માર્યા ગયા હતા. રકારે અહીં 9 માર્ચથી 3 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી. દેશમાં છ કરોડ લોકો પોતાના ઘરમાં કેદ છે. ઈટાલીના પ્રધાનમંત્રી ગ્યુસેપ કોંટે લોકડાઉનનો સમય વધારી શકે છે. 

પાકિસ્તાનમાં  કોરોના વાઈરસના 1526 કે
પાકિસ્તાનમાં કોરોના વાઈરસના 1526 કેસ નોંધાયા છે અને 14 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પંજાબમાં 558 કેસ, સિંધમાં 481 કેસ નોંધાયા છે. ચીનની મેડિકલ ટીમ અને જરૂરી સામાનનું પ્લેન પાકિસ્તાન પહોંચી ગયું છે.

ઈટાલીના બોન શહેરની યુનિવર્સિટી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરતા ડોક્ટરો.
ઈટાલીના બોન શહેરની યુનિવર્સિટી હોસ્પિટલમાં દર્દીની સારવાર કરતા ડોક્ટરો.

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની પત્ની કોરોના વાઈરસના સંક્રમણથી સાજી થઈ ગઈ
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની પત્ની સોફી ગ્રેગોઈરે કોરોના વાઈરસનો ભોગ બન્યા બાદ સાજી થઈ ગઈ છે. સોફીએ શનિવારે આ જાણકારી આપતા કહ્યું હતુંકે મને હવે સારું લાગે છે. 12 માર્ચના રોજ લંડનના પ્રવાસ પછી તેને કોરોના વાઈરસનું સંક્રમણ લાગ્યું હતું. ત્યાર પછી પ્રધાનમંત્રી ટ્રુડો અને તોનો પરિવાર પણ આઈસોલેશનમાં હતો. કેનેડામાં અત્યાર સુધીમાં 5655 પોઝિટિવ કેસ છે અને 60 લોકોએ જીવ ગુમાવ્યો છે. 

સ્પેનમાં 24 કલાકમાં 624 લોકોના મોત
સ્પેનમાં કોરોના વાઈરસથી છેલ્લા 24 કલાકમાં 624 લોકોના મોત થયા છે. અહીં મૃત્યુઆંક 6528 પહોંચી ગયો છે. સ્પેનમાં કુલ કેસની સંખ્યા 78799 થઈ છે. સ્પેન યુરોપનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે. અહીંની સરકારે 11 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. સ્પેને શનિવારે ચીનમાંથી 12 લાખ માસ્ક ખરીદ્યા છે.

રશિયા : ક્વૉરેન્ટાઈન તોડનારા 200 લોકોની અટકાયત
રશિયામાં કોરોના વાઈરસથી લડવા મામલે ટેક્નોલોજીએ મોટી ભૂમિકા ભજવી છે. ચાલુ વર્ષની શરૂઆતમાં રશિયામાં નવી સર્વેઈલન્સ સિસ્ટમ લોન્ચ કરાઈ હતી જેનો પ્રાઈવસી ભંગ મુદ્દે વિરોધ થઈ રહ્યો હતો પણ હવે આ સિસ્ટમ કોરોના વિરુદ્ધની લડાઈમાં કારગત સાબિત થઈ છે. ગત સપ્તાહે મોસ્કો પોલીસે 200 એવા લોકોની ધરપકડ કરી હતી જેમણે સેલ્ફ ક્વૉરેન્ટાઈનનો ભંગ કર્યો. તેમની ઓળખ મોસ્કોમાં લગાવેલા એક લાખ 70 હજાર કેમેરા સિસ્ટમથી થઈ શકી હતી. અમુક તો ફક્ત થોડીક મિનિટો માટે જ બહાર નીકળ્યા હતા. 


કયા દેશમાં શુ ંસ્થિતિ છે તે જો
ઈએ 

દેશકેસ મોત
અમેરિકા132,8932,357
ઈટાલી97,68910,779
ચીન814393300
સ્પેન 78,7996,606
જર્મની60,659482
ફ્રાન્સ37,5752,314
ઈરાન38309 2640
બ્રિટન170891019
સ્વિત્ઝરલેન્ડ14,829300
નેધરલેન્ડ10,866771
દ. કોરિયા9583152
બેલ્જિયમ10,836431
ઓસ્ટ્રિયા827168
તુર્કી9,217131
કેનેડા5,88663
પોર્ટુલગ5,962119
નોર્વે4,23925
બ્રાઝીલ3904114
ઓસ્ટ્રેલિયા3,98016
ઈઝરાયલ3,86515
સ્વિડન3,700110
આયરલેન્ડ2,61546
મેલેશિયા2,47035
ભારત1,02427

અપડેટ્સ

 • શ્રીલંકામાં કોરોના વાઈરસથી પ્રથમ મોત નોંધાયું, અહીં 117 કેસ નોંધાયા છે.
 • ન્યૂઝીલન્ડમાં કોરોનાથી પ્રથમ મોત નોંધાયું, અહીં કુલ કેસ 514 છે.
 • અમેરિકામાં કોરોના વાઈરસથી પ્રથમ બાળકનું મોત.
 • યુનાઈટેડ નેશને અમેરિકાને અઢી લાખ સર્જિકલ માસ્ક આપ્યા.
 • વેટિકન સિટીમાં છ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પોપ ફ્રાન્સિસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.
 • વધુ 275 ભારતીયોને ઈરાનથી પરત લવાયા.
 • થાઈલેન્ડમાં 143 નવા કેસ નોંધાયા, અહીં કુલ કેસ 1388 થયા.
 • ચીનના વુહાનમાં મોટા ભાગના રૂટ પર બસો દોડવા લાગી.
 • ચીનમાં કપડાં બનાવનાર હોડો ગ્રુપ કંબોડિયામાં 10 લાખ માસ્ક મોકલશે
 • ઓસ્ટ્રેલિયાની સરકારે 1.1 બિલિયન ડોલરના આર્થિક પેકેજની જાહેરાત કરી.
 • બ્રિટનના પીએમ બોરિસ જોનસને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી.
ફ્રાન્સમાં એફિલ ટાવર પર ફ્રેન્ચમાં થેન્ક્યુ લખીને મેડીકલ સ્ટાફનો આભાર માનવમાં આવ્યો.
ફ્રાન્સમાં એફિલ ટાવર પર ફ્રેન્ચમાં થેન્ક્યુ લખીને મેડીકલ સ્ટાફનો આભાર માનવમાં આવ્યો.
અન્ય સમાચારો પણ છે...