Corona Update LIVE World:195 દેશમાં 30,360 મોત, ઇટાલીમાં મોતને ભેટનારાનો આંકડો 10 હજારને પાર, બિલ ગેટ્સ બોલ્યાં - અમેરિકામાં શટડાઉન અનિવાર્ય

world2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંડનના માર્ગ પર કેટલીક યુવતી માસ્ક લગાવી સાઈકલ ચલાવી જતી હતી - Divya Bhaskar
લંડનના માર્ગ પર કેટલીક યુવતી માસ્ક લગાવી સાઈકલ ચલાવી જતી હતી
  • અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખથી વધારે
  • ઈટાલીમાં એક દિવસમાં 969 લોકોના મોત
  • વિશ્વમાં 27 હજાર 365 લોકોના મોત, ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16267એ જીવ ગુમાવ્યો
  • સ્પેનમાં મૃત્યુઆંક પાંચ હજારથી વધારે
  • અમેરિકન નેવીના હાઇટેક મેડિકલ નેવી શિપ રવિવારે રાતે ન્યૂયોર્ક પહોંચ્યા
  • રશિયન સરકરે બધી ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો
  • ચીનના વુહાનમાં એક પણ કેસ નોંઘાયો નથી

વોશિંગટનઃ દુનિયાના તમામ 195 દેશ કોરોનાની ચપેટમાં છે. શનિવારે મોડી રાત સુધીમાં 6,53,907 લોકો સંક્રમિત હોવાની પુષ્ટી કરવામાં આવી છે. 30,360 લોકો મોતને ભેટ્યાં છે. તે દરમિયાન 1,39,591 લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે. ઇટાલીમાં શનિવારે રાતે કુલ મોતનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832 લોકોએ શ્વાસ છોડ્યાં છે. સરકારે મહામારી સામે લડવા સેના તૈનાત કરી છે. બ્રિટનમાં મોતનો આંકડો શનિવારે 1,019 પહોંચી ગયો છે. જ્યાં કુલ 17,089 કેસ સામે આવી ચૂક્યાં છે. રશિયા 30મી માર્ચથી તમામ સીમા સીલ કરી દેશે

ઇટાલીઃ 10 હજારથી વધુ મોત
દુનિયામાં કોરોના વાઇરસને લઇને સૌથી વધારે મોત ઇટાલીમાં જ થઈ છે. શનિવારે રાતે આ આંકડો 10,023 થઈ ગયો છે. શનિવારે 889 પોઝિટિવ લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. આ દરમિયાન 3,651 કેસ સામે આવ્યાં છે. કુલ સંક્રમિતોનો આંકડો 70,065 પર પહોંચ્યો છે.

રશિયાઃ સખત નિર્ણય
વ્લામિદિર પુતિન સરકારે 30મી માર્ચથી દેશની તમામ સીમા સીલ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી વેબસાઇટ પર શનિવારે સાંજે આ જાણકારી આપવામાં આવી છે. સીમાઓ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી રહી છે. કોરોનાથી સંક્રમિત લોકો દેશમાં પ્રવેશી શકે નહીં તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ પહેલા પુતિન સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.
અમેરિકાએ કોરોના વાઈરસ પ્રભાવિત દેશોને આ મહામારી સામે લડવા માટે 174 મિલિયન ડોલરની સહાય કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ભારતને 2.9 મિલિયન ડોલર (21.7 કરોડ રૂપિયા)ની મદદ આપવામાં આવશે. બીજીતરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં 16267 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડો વિશ્વમાં થયેલા કુલ મોતના 60 % છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ યુરોપમાં પોઝિટિવ કેસની સંખ્યા

બ્રિટનઃ જોનસનનું ટ્વિટ

પ્રધાનમંત્રી બોરિસ જોહનસને શનિવારે એક ટ્વિટ કર્યું છે. તેમા તેમણે દેશવાસીઓને ઘરોમાં રહેવા વિનંતી કરી હતી. તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો કે દેશ એકજૂટ થઈ કોરોનાનો સામનો કરશે. તેમણે કહ્યું તમારા સૌનો આભાર. હું પણ એમ જ કરું છું જે તમે કરી રહ્યા છો. એટલે કે વર્ક ફ્રોમ હોમ. આમ કરીને જ કોરોના સંક્રમણને અટકાવી શકાય તેમ છે.

દક્ષિણ આફ્રિકાઃ બેકાબૂ ગ્રાહક
સરકારે અહીં લોકડાઉન કર્યું છે. તેમ છતાં માર્ગો પર લોકો નિકળી રહ્યા છે. શનિવારે જોહનિસબર્ગમાં એક સુપરમાર્કેટ આગળ લોકો એકત્રિત થયા હતા.

કોરોના વાઈરસ સામે લડવા માટે ચીને પાકિસ્તાનમાં એક્સપર્ટ ડોક્ટરોની  ટીમ અને સહાય સામગ્રી મોકલ
કોરોના વાઈરસ સામે લડવા માટે ચીને પાકિસ્તાનમાં 8 મેડીકલ એક્સપર્ટની ટીમ અને જરૂરી સામગ્રી સાથેનું પ્લેન પાકિસ્તાન મોકલ્યું છે.  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ ઈસ્લામાબાદ એરપોર્ટ પર આ ટીમનું સ્વાગત કર્યું હતું.  ચીનની ટીમ પાકિસ્તાનમાં બે સપ્તાહ રોકાશે. ચીને પાકિસ્તાનને 12 હજાર ટેસ્ટ કિટ, ત્રણ લાખ માસ્ક, 10 હજાર પ્રોકેક્ટિવ સ્યુટ અને આઈસોલેશન હોસ્પિટલ બનાવવા માટે જરૂરી સહાય કરી છે.

આ તસવીર અમેરિકાના ન્યૂ ઓરેલોંસની છે. અહીં 1170 કેસ પોઝિટિવ છે.
આ તસવીર અમેરિકાના ન્યૂ ઓરેલોંસની છે. અહીં 1170 કેસ પોઝિટિવ છે.

ઈટાલીમાં એક દિવસમાં 969 લોકોના મોત, સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832 લોકોના મોત
ઈટાલીમાં કોરોના વાઈરસના કેસ 86498 થઈ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અહીં એક દિવસમાં 969 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ અત્યાર સુધીમાં 9134 લોકોએ જીવ ગુમાવ્યો છે. 24 કલાકમાં 589 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. શુક્રવારે અહીં 4401 લોકોનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ અહીં 3732 લોકો આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે. 3 એપ્રિલ સુધી શાળાઓ બંધ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.બીજી તરફ સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832 લોકોના મોત થયા છે. અહીં મૃત્યુઆંક 5690 થયો છે.

સ્પેનની રાજધાની મેડ્રિડમાં તાળી પાડીને સ્વાસ્થ્યકર્મચારીઓ આભાર વ્યક્ત કરતા પોલીસ કર્મચારીઓ.
સ્પેનની રાજધાની મેડ્રિડમાં તાળી પાડીને સ્વાસ્થ્યકર્મચારીઓ આભાર વ્યક્ત કરતા પોલીસ કર્મચારીઓ.

ટ્રમ્પે એક કલાક ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસને કેવી રીતે એટકાવવો તેના માટે એક કલાક ફોન ઉપર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાતચીત કરી હતી. વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઈરસ સાથે જોડાયેલ તમામ ડેટા ચીન અમેરિકા સાથે શેર કરશે. ચીનમાં કોરોના સામે કેવી રીતે લડવામાં આવ્યું તેની માહિતી ઉપયોગી નિવડશે. કોરોના સામે સાથે મળીને લડવા માટે અમે સહમત થયા છીએ.

ફ્રાન્સમાં એક દિવસમાં 300થી વધારે લોકોના મોત
ફ્રાન્સમાં એક દિવસમાં 300થી વધારે લોકોએ કોરોના વાઈરસના સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. અહીંની સરકારે લોકડાઉનને 15 દિવસ લંબાવી દીધો છે. ફ્રાન્સ યુરોપનો ત્રીજો સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં 1995 લોકોના મોત થયા છે અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા 32964 છે. 

વુહાન રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.
વુહાન રેલવે સ્ટેશન ઉપર મુસાફરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે.

તુર્કીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરી
તુર્કીના રાષ્ટ્રપતિ રેજેપ તૈયપ એર્દોઆને તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે. અહીં 24 કલાકમાં 17 લોકોના મોત થયા છે. કુલ કેસની સંખ્યા 5698 અને મૃત્યુઆંક 92 થયો છે. 

તુર્કીનું ઈસ્તાનબુલ શહેર, અહીં એક દિવસમાં 17 લોકોના મોત થયા છે.
તુર્કીનું ઈસ્તાનબુલ શહેર, અહીં એક દિવસમાં 17 લોકોના મોત થયા છે.

પાકિસ્તાનમાં 1373 કેસ પોઝિટિવ
પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા 1373 થઈ છે અને 11 લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાન કોર્ટે 1200થી વધારે કેદીઓને છોડવાનો આદેશ કર્યો છે. ક્ષમતા કરતા વધારે કેદીઓ વાળી જેલમાં સંક્રમણના ફેલાય તે માટે આ નિર્ણય લેવાયો છે. જે લોકો ઉપર ગંભીર કેસ નથી તેવા 408 કેદીઓને છોડવાનો આદેશ પણ ઈસ્લામાબાદ કોર્ટે આપ્યો છે. સિંધ હાઈકોર્ટે પણ 829 કેદીઓને છોડવાનો આદેશ આપ્યો છે. 

ઈરાનમાં પણ સ્થિતિ વણસી રહી છે
ઈરાનમાં 24 કલાકમાં 139 લોકોના મોત થયા છે અને 2926 નવા કેસ નોંધાયા છે.  આ સાથે જ ઈરાનમાં કુલ કેસની સંખ્યા 32332 થઈ છે જ્યારે મૃત્યુઆંક 2517 થયો છે. મેક્સિકોમાં 132 નવા કેસ નોંધાયા છે. આ સાથે અહીં પોઝિટિવ કેસની સંખ્યા 717 અને મૃત્યુઆંક 12 થયો છે. દ. કોરિયામાં પણ 146 નવા કેસ નોંધાય છે. અહીં પોઝિટિવ કેસની સંખ્યા 9478 અને મૃત્યુઆંક 144 થયો છે. 

કોરોનાના પાંચ હજાર ઉપર કેસ નોંધાયા હોય તેવા 14 દેશ છે. જ્યારે એક હજાર ઉપર કેસ નોંધાણા હોય તેવા 38 દેશ છે. 

વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશકેસ મોત
અમેરિકા1042051701
ઈટાલી864989134
ચીન813943295
સ્પેન657195690
જર્મની50871351
ફ્રાન્સ329641995
ઈરાન323322517
બ્રિટન14543759
સ્વિત્ઝરલેન્ડ12928231
દ. કોરિયા9478144
નેધરલેન્ડ8603546
ઓસ્ટ્રિયા769758
બેલ્જિયમ7284289
તુર્કી569892
કેનેડા 475755
પોર્ટુગલ426876
નોર્વે377119
ઓસ્ટ્રેલિયા357314
બ્રાઝિલ347793
સ્વિડન3069105
ઈઝરાયલ303512
મલેશિયા216126
આયર્લેન્ડ212122
ભારત88720
અન્ય સમાચારો પણ છે...