કોરોના વર્લ્ડ LIVE / જાપાનના બેઝ ઉપર તહેનાત 60થી વધારે અમેરિકાના નૌસૈનિક સંક્રમિત, બ્રાઝીલના રાષ્ટ્રપતિના પત્ની અને બે પુત્રીઓના રિપોર્ટ નેગેટિવ

તસવીર જાપાનની ઓકિનાવા દ્વીપ સ્થિત અમેરિકાના સૈન્ય બેઝની છે. ફાઈલ તસવીર.
X

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:58 PM IST

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 1 કરોડ 28 લાખ 47 હજાર કેસ નોંધાયા છે. જેમા 5 લાખ 67 હજાર 734 લોકોના મોત થયા છે. 74.83 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. જાપાનના ઓકિનાવા ટાપુ ઉપર તહેનાત 60થી વધારે અમેરિકાના નૌસૈનિક સંક્રમિત મળ્યા છે. ઓકિનાવાના ગવર્નરે અમેરિકી મિલિટ્રી કમાન્ડરને સંક્રમણ રોકવા માટે પગલા ભરવાની વાત કરી છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોની પત્ની મિશેલ બોલ્સોનારો અને તેમની બે પુત્રીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જાયર બોલ્સોનારો બુધવારે સંક્રમિત થયા હતા.

ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં શનિવારે લોકોએ સરકાર સામે પ્રદર્શન કર્યું હતું.

ઈઝરાયલ: સરકાર સામે લોકો રસ્તા ઉપર ઉતર્યા
ઈઝરાયલની રાજધાની તેલ અવીવના રાબિન સ્ક્વેર ઉપર લોકોએ શનિવારે પ્રદર્શન કર્યું હતું. તેમાં નાના વેપારીઓ અને કલાકાર સામેલ થયા હતા. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો  હતો કે સરકાર તરફથી જાહેર કરાયેલી આર્થિક સહાયતા હજુ તેઓ સુધી નથી પહોંચી. લોકડાઉનના કારણે દેશમાં બેરોજગારી 21% વધી ગઈ છે. ઈઝરાયલમાં 37 હજાર 464 કેસ નોંધાયા છે અને 354 લોકોના મોત થયા છે.

ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં શનિવારે લોકોએ સરકાર સામે પ્રદર્શન કર્યું હતું.

ઓસ્ટ્રેલિયા: મેલબોર્નની હોસ્પિટલમાં 8 સ્વાસ્થ્ય કર્મચારીઓ 
ઓસ્ટ્રેલિયાની રાજધાની મેલબોર્નની અલ્ફ્રેડ હોસ્પિટલમાં 8 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત થયા છે. સંક્રમણ વધતા મેલબોર્નને 29 જુલાઈ સુધી લોકડાઉન કરાયું છે. ઓસ્ટ્રેલિયા 18 હજાર 783 કેસ નોંધાયા છે અને 706 લોકોના મોત થયા છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 33 લાખ 55 હજાર 646 કેસ નોંધાયા છે. 1 લાખ 37 હજાર 403 લોકોના મોત થયા છે. 14.90 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 

બ્રાઝીલમાં 18 લાખ 40 હજાર 812 કેસ નોંધાયા છે. જેમાં 71 હજાર 492 લોકોના મોત થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી