હવે બાળકોમાં કોરોના પ્રસર્યો:અમેરિકામાં કોરોનાએ માથું ઊંચક્યું, સ્કૂલો ખૂલી ત્યાં એક સપ્તાહમાં જ 1.41 લાખ બાળકોને કોરોના થયો; USમાં 94 લાખ એક્ટિવ કેસ

2 મહિનો પહેલા

કોરોનાના વધતા કેસે અમેરિકાની ચિંતા ફરી વધારી છે. છેલ્લા બે દિવસથી અમેરિકામાં એક લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. સ્કૂલો ખૂલતાં બાળકો કોરોનાનો ભોગ બની રહ્યાં છે. એમાંય અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના રિપોર્ટમાં એક ચોંકાવનાર વિગત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ, તારીખ 11થી 18 નવેમ્બરના સપ્તાહમાં 1 લાખ 41 હજાર 905 બાળક સંક્રમિત થયાં છે.

આ રિપોર્ટ મુજબ, બાળકોમાં સંક્રમણની ગતિમાં બે સપ્તાહની તુલનામાં 32%નો વધારો જોવા મળ્યો છે. અત્યારસુધીમાં 68 લાખ બાળક કોરોનાની ચપેટમાં આવી ગયાં છે.

ઓક્ટોબરમાં 172 બાળકનાં મોત
સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા મુજબ, ઓક્ટોબર મહિનામાં 5થી 11 વર્ષનાં 8300 બાળકોને સંક્રમણ પછી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જેમાંથી 172 બાળક મોતને ભેટ્યાં હતાં.

CDCએ કહ્યું હતું કે મહામારીની તીવ્ર ગતિને કારણે 2300 સ્કૂલ બંધ કરી દેવાઈ છે, જેનાથી 12 લાખ બાળકના અભ્યાસ પર અસર પડી રહી છે. સ્કૂલો ખૂલતાંની સાથે જ સંક્રમણ બેકાબૂ થવા લાગ્યું છે, જે ચિંતાજનક છે.

અમેરિકામાં હાલ કોરોનાની સ્થિતિ
અમેરિકામાં અત્યારસુધી 4 કરોડ 89 લાખ 72 હજાર 550 લોકોને કોરોના થઈ ચૂક્યો છે. હાલ અહીં 93 લાખ 86 હજાર 611 એક્ટિવ કેસ છે. અમેરિકામાં ગઈકાલે 1 લાખ 4 હજાર 819 કેસ નોંધાયા હતા અને 1594 લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં અત્યારસુધીમાં 7 લાખ 98 હજાર 245 લોકોનાં મોત થયાં છે.

ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા હોય એવા દેશ
અમેરિકા +104,819
જર્મની +73,966
બ્રિટન +43,676
રશિયા +33,558
ફ્રાન્સ +32,591
પોલેન્ડ +28,380
તુર્કી +27,592

ભારતમાં કોરોનાની સ્થિતિ
દેશમાં છેલ્લા 24 કલાકમાં 9119 નવા કેસ નોંધાયા છે, જ્યારે 396 લોકોનાં મોત થયાં છે. હાલ 1 લાખ 9 હજાર 940 એક્ટિવ કેસ છે.

અન્ય સમાચારો પણ છે...