તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારી:પાડોશમાં કોરોના બેકાબૂ, પાક. અને બાંગ્લાદેશમાં પણ સંક્રમણ વધ્યું

ઈસ્લામાબાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલ દક્ષિણ એશિયામાં સૌથી વધુ સંક્રમણ દર નેપાળમાં
 • પાકિસ્તાનમાં કોરોનાથી અત્યાર સુધી 8,398 લોકોના મોત થઈ ચૂક્યા છે
 • ભારત સિવાય શ્રીલંકામાં પણ કોરોના સંક્રમણનો દર પાંચ ટકાથી ઓછો

ભારતના પાડોશી દેશોમાં કોરોના મહામારી હજુ પણ બેકાબુ જણાઈ રહી છે. નેપાળ અને બાંગ્લાદેશમાં પહેલેથી કોરોના સંક્રમણનો દર 10% ઉપર છે. હવે પાકિસ્તાન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનમાં સોમવારે કોરોના વાઈરસ સંક્રમણના 3,795 નવા દર્દી નોંધાયા અને કુલ સંક્રમિતો 4,20,294 સુધી પહોંચી ગઈ. સંક્રમણ દર પણ વધીને 9.71% થઈ ગયો.

પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 3,56,542 દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે અનેહાલ 55,354 લોકોની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જાહિદ હાફિઝ ચૌધરીએ જણાવ્યું કે, રશિયાએ પાકિસ્તાનને કોરોનાની રસી આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

દક્ષિણ એશિયાના દેશોમાં સૌથી વધુ 3.3% સંક્રમણ ભારતમાં છે. પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, સોમવારે કોવિડ-19ના કારણે દેશમાં 37 દર્દીઓના મોત થયા. ત્યાર પછી પાકિસ્તાનમાં આ બિમારીથી અત્યાર સુધી 8,398 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે કુલ 2,539 દર્દી ગંભીર સ્થિતિમાં છે. પાકિસ્તાન સરકારના મતે, છેલ્લા 24 કલાકમાં 39,076 ટેસ્ટ પછી સંક્રમિતોની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે.

બ્રિટનમાં રસીકરણ આજથી, આઠ લાખ લોકોને ડૉઝ અપાશે
બ્રિટનમાં મંગળવારે કોરોના રસીકરણ અભિયાન શરૂ થઈ જશે. હાલમાં જ બ્રિટને ફાઈઝરની વેક્સિનને મંજૂરી આપી છે. બ્રિટને ફાઈઝર પાસેથી ચાર કરોડ ડૉઝ બુક કરાવ્યા છે, જેમાંથી પહેલા તબક્કામાં બ્રિટનને આઠ લાખ ડૉઝ મળ્યા છે. આ ડૉઝથી બ્રિટનની એક તૃતિયાંશ વસતી એટલે કે બે કરોડ લોકોને રસી અપાશે. બ્રિટને રસી આપવા 50 સ્થળ નક્કી કર્યા છે. આ પહેલા રશિયામાં શનિવારે રસીકરણ અભિયાન શરૂ થયું હતું. ત્યાં પહેલા તબક્કામાં ડૉક્ટરોને રસી અપાઈ છે.

અમેરિકા: ન્યૂયોર્ક સિટીએ પ્રાથમિક સ્કૂલો શરૂ કરી
અમેરિકામાં કોરોના મહામારીના કારણે સ્થિતિ સતત બગડી રહી છે. આમ છતાં, ન્યૂયોર્ક શહેરમાં પ્રાથમિક સ્કૂલો ખોલી દેવાઈ છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે અમેરિકનો ખૂબ લાંબા સમય સુધી બાળકોને સ્કૂલોથી દૂર રાખવા નથી માંગતા. આ પહેલા કોરોનાના કારણે ન્યૂયોર્કમાં બે વાર સ્કૂલો ખૂલીને બંધ થઈ ચૂકી છે. અમેરિકાની 75 સૌથી મોટા પબ્લિક સ્કૂલોમાંથી 18 સ્કૂલમાં ગયા મહિને ડિસ્ટન્સ લર્નિંગ શરૂ કરાયું હતું.

સ્માર્ટફોન આધારિત ટેસ્ટ 30 મિનિટમાં રિઝલ્ટ આવશે
વિજ્ઞાનીઓએ સીઆરઆઈએસપીઆર આધારિત કોરોના તપાસ માટે નવી ટેક્નોલોજી વિકસિત કરી છે. તેમાં સ્માર્ટફોન કેમેરાનો ઉપયોગ કરીને 30 મિનિટથી ઓછા સમયમાં યોગ્ય પરિણામ મળી જાય છે. આ તપાસથી ફક્ત પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ જ નહીં, પરંતુ વાઈરલ લોડની પણ તપાસ શક્ય છે. તમામ સીઆરઆઈએસપીઆર તપાસમાં વાઈરલ આરએનએને ડીએનએમાં બદલવાની જરૂર
પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો