• Gujarati News
  • International
  • Corona Tsunami In Europe, Including France, A Record 3.32 Million Cases In The Last 24 Hours In France, More Than 7 Million Cases In The United States, Protests Against The Opening Of Schools In The US

કોરોના દુનિયામાં LIVE:દુનિયામાં 24 કલાકમાં 25,76,874 કેસ; અમેરિકામાં સૌથી વધુ 7.04 લાખ પોઝિટિવ દર્દીઓ મળ્યા, 1802નાં મોત

વોશિંગ્ટન20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિકાગોમાં શિક્ષક સંઘે કહ્યું- સ્કૂલો ખોલવામાં આવશે તો વર્ગખંડમાં સંક્રમણથી કોઈ જ બચી નહીં શકે

કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોને દુનિયભરના દેશની ચિંતા ફરી એક વખત વધારી દીધી છે. 24 કલાકમાં વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીમાં 25 લાખ 874 દર્દી સંક્રમિત મળ્યા છે. સૌથી વધુ ચિંતા અમેરિકામાં વધી રહેલા કેસને લઈને છે. અહીં અત્યાર સુધીમાં 7 લાખ 04 હજાર 661 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તો 1,802 લોકોના મોત નિપજ્યા છે. ગત દિવસોમાં 94,108 દર્દીઓ સ્વસ્થ થયા હતા.

અમેરિકા પછી ફ્રાંસમાં દરરોજ સૌથી વધુ દર્દીઓ મળી રહ્યાં છે. ફ્રાંસમાં 24 કલાકમાં 3 લાખ 32 હજાર 252 લોકોના રિપોર્ટ પોઝિટિવ મળ્યા છે. તો 60 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 246 લોકોએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યા છે. ત્રીજા નંબરે બ્રિટન છે, જ્યાં 1 લાખ 49 હજાર 284 કેસ નોંધાયા છે. 57,051 દર્દી સ્વસ્થ થયા છે અને 343 લોકોના મોત નિપજ્યા છે.

દુનિયામાં અત્યાર સુધીની સ્થિતિ

  • કુલ સંક્રમિતઃ 29.81 કરોડ
  • સ્વસ્થ થયાઃ 25.67 કરોડ
  • એક્ટિવ કેસઃ 3.58 કરોડ
  • કુલ મોતઃ 54.82 લાખ

ડેનમાર્કમાં વેક્સિનના બંને કે બૂસ્ટર ડોઝ લેનાર 90% લોકો ઓમિક્રોનથી સંક્રમિત, વધુ ડોઝ ઈમ્યૂન સિસ્ટમને નબળો પાડી રહ્યો છે
ડેનમાર્કથી એક ચોંકવાનારા સમાચાર આવ્યા છે. અહીં 90% ઓમિક્રોન સંક્રમિત તે લોકો છે, જેઓએ વેક્સિનના બંને ડોઝ કે બૂસ્ટર ડોઝ લીધા છે. ડેનમાર્કના સ્વાસ્થ્ય મંત્રાલય સ્ટેટન્સ સીરમ ઈન્સ્ટિટ્યૂટ (SSI)ના એક રિપોર્ટ મુજબ ઓમિક્રોન વાયરસથી સંક્રમિત લગભગ 90% લોકોને કોરોના બંને ડોઝ કે બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. તેમ છતાં સંક્રમણનો ખતરો ઓછો નથી થઈ રહ્યો. ડેનમાર્કમાં ઓમિક્રોનના કુલ 41 હજાર 342 દર્દીઓમાંથી 29 હજાર 781 એવા છે જેઓએ પોતાની વેક્સિનેશનનું શિડ્યૂલ પુરું કરી લીધું હતું. આ સાથે જ 7,330 લોકો એવા છે જેઓએ પોતાનો બૂસ્ટર ડોઝ પણ પુરો કરી લીધો છે. 731એ પહેલો ડોઝ લીધો છે. રિપોર્ટ મુજબ વધુ ડોન આપવાથી લોકોની ઈમ્યૂન સિસ્ટમને અસર પડી રહી છે.

બ્રિટનમાં 5 લાખ લોકોમાં એક વર્ષથી કોરોનાના લક્ષણો છે, સર્વેમાં સામે આવી વિગતો
બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ મુજબ દેશમાં દેશમાં ઘણા લોકોમાં લોંગ કોવિડ મળ્યો છે. લોંગ કોવિડના લક્ષણ 4 સપ્તાહ કે તેનાથી વધારે સમય રહે છે. સર્વે મુજબ દેશના 2% (13 લાખ)માં ડિસેમ્બરની શરૂઆતમાં લોંગ કોવિડ જોવા મળ્યો હતો. તેમાંથી 70% એટલે કે 8.92 લાખ લોકોમાં આ લક્ષણ ઓછામાં ઓછા 3 મહિનાથી હતા. જ્યારે 40% વસતી એટલે કે 5.06 લાખ લોકોમાં આ લક્ષણો એક વર્ષથી હતા. બ્રિટનમાં બુધવારે 1.94 લાખ કેસ નોંધાયા હતા અને 343 લોકોના મોત થયા હતા.

ચીનનાં 9 શહેરમાં ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો
ચીનમાં વિયેતનામથી આવેલા ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો છે. ત્યાર બાદ વહીવટીતંત્રએ દેશભરમાં સુપર માર્કેટ બંધ કરી દેવામાં આવ્યાં છે. જોકે ખાવા-પીવાની ચીજોમાં કોરોના વાઇરસના ફેલાવાના કોઈ પુરાવા મળ્યા નથી.

ડ્રેગન ફ્રૂટ ખરીદનારા લોકોને ક્વોરન્ટીન થવાનો આદેશ આપવામાં આવ્યો
રિપોર્ટ મુજબ, ચીનના ઝેજીયાંગ અને જિયાંગસીમાં ઓછામાં ઓછાં 9 શહેરમાં ડ્રેગન ફ્રૂટની તપાસમાં કોરોનાનો વાઇરસ મળ્યો છે. આ પછી વિદેશથી આવતા ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરવામાં આવી છે. ડ્રેગન ફ્રૂટ ખરીદનારાઓને ક્વોરન્ટીન થવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચીનમાં ડિસેમ્બર 2020માં પણ વિયેતનામથી આવેલાં ડ્રેગન ફ્રૂટમાં કોરોનાનો વાઇરસ મળ્યો હતો. ત્યાર બાદ અહીં 26 જાન્યુઆરી 2021 સુધી એના ઈમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.

ફ્રાન્સ-યુરોપમાં કોરોનાની સુનામી, ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 3.32 લાખ કેસ, અમેરિકામાં 7 લાખથી વધુ કેસ, USમાં સ્કૂલો ખોલવા સામે વિરોધ

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 3.32 લાખ કેસ સામે આવ્યા છે.
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 3.32 લાખ કેસ સામે આવ્યા છે.

ઓમિક્રોન વેરિયન્ટને કારણે મહામારીની લહેરે ફ્રાન્સ સહિત યુરોપમાં કોરોનાની સુનામી લાવી દીધી છે. યુરોપની સાથે બ્રિટનમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ 3.32 લાખ કેસ સામે આવ્યા છે, જ્યારે બ્રિટનમાં 1.94 લાખ નવા કેસ મળ્યા છે અને 334 લોકોનાં મોત થયાં છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને બુધવારે કેબિનેટની બેઠકમાં આશા વ્યક્ત કરી હતી કે ઓમિક્રોનના ફેલાતા સંક્રમણ પર કાબૂ મેળવવામાં આવશે અને એના માટે લોકડાઉન લાગુ કરવાની જરૂર રહેશે નહીં. યુરોપનો જ દેશ- ઈટાલીમાં 1.89 લાખ નવા મળ્યા છે. ઈટાલી એ પહેલો યુરોપિયન દેશ હતો, જે કોરોના મહામારીની પ્રથમ લહેરમાં સૌથી વધુ અસરગ્રસ્ત થયો હતો. સ્વીડનમાં રેકોર્ડ 17,320 નવા કેસ પણ નોંધાયા છે. કોરોનાના કેસમાં વધારો થવાને કારણે આરોગ્ય વ્યવસ્થાને પણ ભારે અસર પડી રહી છે.

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનોના 7 લાખથી વધુ કેસ નોંધાયા છે.

અમેરિકામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં કોરોનોના 7 લાખથી વધુ કેસ નોંધાયા છે. અમેરિકામાં ઓફલાઈન સ્કૂલો શરૂ કરવાનો નિર્ણયનો શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહીં શાળાઓ નાતાલ અને નવા વર્ષની રજાઓ પછી ખોલવાની હોય છે, પરંતુ મોટા ભાગે વાલીઓ અને શિક્ષકો તેની તરફેણમાં નથી. એનું કારણ એ છે કે દેશમાં કોરોના પછી ઓમિક્રોનનું સંક્રમણ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમેરિકામાં દરરોજ 8 લાખ કેસ સામે આવી રહ્યા છે. શિકાગોમાં સ્કૂલ મેનેજમેન્ટે સ્કૂલો ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ શિક્ષક સંઘે જ એનો વિરોધ શરૂ કર્યો છે. શિક્ષક સંઘે કહ્યું- જો આ સંજોગોમાં સ્કૂલો ખોલવામાં આવશે તો વર્ગખંડમાં કોઈપણ સંક્રમણથી બચી શકશે નહીં.

અમેરિકામાં ઓફલાઇન સ્કૂલો શરૂ કરવાનો નિર્ણયનો શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અમેરિકામાં ઓફલાઇન સ્કૂલો શરૂ કરવાનો નિર્ણયનો શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બીજો બૂસ્ટર ડોઝ ફાયદાકારક

ઈઝરાયેલમાં ગયા સપ્તાહેથી જ વરિષ્ઠ નાગરિકોને બીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
ઈઝરાયેલમાં ગયા સપ્તાહેથી જ વરિષ્ઠ નાગરિકોને બીજો બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

ઇઝરાયેલમાં વરિષ્ઠ નાગરિકો માટેનો કોવિડ વેક્સિનનો ચોથો ડોઝ અત્યારસુધી ફાયદાકારક રહ્યો છે. ઇઝરાયેલ હોસ્પિટલ યુનિયન દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી. યુનિયનના અહેવાલમાં જણાવાયું છે કે આના કારણે એન્ટિબોડીઝ પાંચ ગણી વધી છે અને તે વરિષ્ઠ નાગરિકો માટે ફાયદાકારક છે. ઇઝરાયેલમાં ગયા સપ્તાહે જ બીજો બૂસ્ટર ડોઝ એટલે કે ચોથી વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ બાબતે સરકાર અલગથી અભ્યાસ પણ કરાવી રહી છે. તેલ અવીવના શેબા મેડિકલ સેન્ટરે જણાવ્યું હતુ કે ચોથો ડોઝ ચોક્કસપણે ઓમિક્રોન અને ડેલ્ટાના જોખમમાં પાંચ ગણો ઘટાડો કરશે.

આ દેશોમાં ગઈકાલે સૌથી વધારે કેસ નોંધાયા

દેશ

કેસ

1

અમેરિકા

704,661

2

ભારત

90,928

3

યુકે

194747

4

ફ્રાન્સ

332,252

2

ઈટાલી

189,109

6

તુર્કી

137,180

7

જર્મની

63,191

8

કેનેડા

39,447

9

નેધરલેન્ડ

24490

10

પોલેન્ડ

17,196

અન્ય સમાચારો પણ છે...