• Gujarati News
  • International
  • Corona To US Secretary Of Defense Lloyd Austin, France Puts US On 'red List'; More Than 1,000 Cases Were Reported In Saudi Arabia For The First Time Since August

કોરોના દુનિયામાં LIVE:યુરોપ-અમેરિકામાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો, 24 કલાકમાં દુનિયામાં 8.28 લાખ નવા કેસ નોંધાયા

વોશિંગ્ટન19 દિવસ પહેલા

દુનિયાભરમાં ઓમિક્રોમનાં વધતા જોખમ વચ્ચે યુરોપ-અમેરિકામાં છેલ્લા 24 કલોકમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. યુરોપમાં શનિવારે 7.39 લાખ કોરોનાના કેસની સરખામણીએ રવિવારે 3.68 લાખ કોરોનાના કેસ નોંધાયા. જ્યારે અમેરિકામાં શનિવારે 2.39 લાખ કેસની સરખામણીએ રવિવારે 1.85 લાખ કોરોના કેસ જોવા મળ્યા હતા. છેલ્લાં 24 કલાકમાં બ્રિટનમાં 1.37 લાખ, ઈટાલીમાં 61 હજાર, ફ્રાન્સમાં 58 હજાર અને કેનેડામાં 35 હજાર કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે દુનિયામાં ગઈકાલે 8.28 લાખ કેસ નોંધાયા છે.

અમેરિકાના રક્ષામંત્રી લોઇડ ઓસ્ટિનને કોરોના
વિશ્વભરમાં ઓમિક્રોનના કેસની સાથે કોરોનાના કેસ રેકોર્ડ સ્તરે વધી રહ્યા છે. અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સહિત ઘણા દેશો કોરોનાની નવી લહેરનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના રક્ષામંત્રી લોઇડ ઓસ્ટિન પણ કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે. તેમનામાં કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો છે. તેમના તમામ અધિકારીઓને આગામી પાંચ દિવસ ઘરે ક્વોરન્ટીનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

એક નિવેદનમાં ઓસ્ટિને કહ્યું હતું કે તેમને રજાઓ દરમિયાન પોતાનામાં લક્ષણો જણાયાં હતાં. ત્યાર બાદ તેમણે તપાસ કરાવતાં પોઝિટિવ મળ્યા છે. તેઓ છેલ્લીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને 21 ડિસેમ્બરે મળ્યા હતા, અમેરિકા હજુ પણ વિશ્વનું સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે. ફ્રાન્સે અમેરિકાને કોવિડ-19 ટ્રાવેલના રેડ લિસ્ટમાં મૂક્યું છે. ઇઝરાયેલ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને આરોગ્યકર્મચારીઓને કોવિડ-19 વેક્સિનનો ચોથા ડોઝ આપી રહ્યું છે.

અમેરિકાના રક્ષામંત્રી લોઇડ ઓસ્ટિન છેલ્લે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને 21 ડિસેમ્બરે મળ્યા હતા.
અમેરિકાના રક્ષામંત્રી લોઇડ ઓસ્ટિન છેલ્લે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને 21 ડિસેમ્બરે મળ્યા હતા.

અરબ દેશામાં પણ કોરોનાના કેસમાં વધારો, સાઉદી અરબમાં ઓગસ્ટ બાદ પ્રથમ વખત એક હજારથી વધુ કેસ નોંધાયા, UAEમાં દોઢ હજાર કેસ મળ્યા
અરબ દેશામાં તમામ સખતાઈ બાદ પણ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. સાઉદી અરબમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી તરફ UAEમાં કોરોનાના નવા કેસનો આંક દોઢ હજાર આસપાસ પહોંચ્યો છે. આ દરમિયાન ફ્રાન્સથી વધુ એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. અહીં સરકાર વેક્સિન ન લેનારા લોકો સામે દંડ વસૂલવાનું વિચારી રહી છે.

ગલ્ફ દેશામાં મુશ્કેલીઓમાં વધારો
સાઉદી અરબમાં કોરોનાના વધતા કેસ વચ્ચે આરોગ્યમંત્રાલયે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં કેટલાક નિર્ણય લેવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં જ એ અંગેની જાહેરાત કરવામાં આવશે. અહીં ઓગસ્ટ બાદ પ્રથમ વખત એક જ દિવસમાં નોંધાયેલા કેસનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે. UAE કોરોનાના નવા કેસનો આંક દોઢ હજાર આસપાસ પહોંચ્યો છે. જોકે બંને દેશોએ હજી સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે એમાં ઓમિક્રોનના કેસ કેટલા છે. જોકે એમાં ઓમુક્રોનનો પ્રથમ કેસ ડિસેમ્બરમાં નોંધાયો હતો. સપ્ટેમ્બર બાદ સાઉદી અરબમાં કોઇપણ મહિનામાં 100થી વધુ કેસ નોંધાયા નથી. જે મુસાફરોએ વેક્સિન ન લીધી નથી તેમના દેશમાં પ્રવેશ પર UAEએ પ્રતિબંધ લગાવી દીધો છે. દેશમાં બંને ડોઝ લઈ ચૂકેલા લોકોએ હવે બૂસ્ટર ડોઝ પણ લેવાનો રહેશે.

ફ્રાન્સની સરકાર જે લોકોએ વેક્સિનેશન નથી કરાવ્યું તેમને દંડ ફટકારવા જઈ રહી છે.
ફ્રાન્સની સરકાર જે લોકોએ વેક્સિનેશન નથી કરાવ્યું તેમને દંડ ફટકારવા જઈ રહી છે.

ફ્રાન્સમાં કડકમાં કડક પગલાં ભરવામાં આવશે
ફ્રાન્સ સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે દેશમાં બાર અને રેસ્ટોરન્ટ્સમાં વેક્સિન પાસ અને સર્ટિફિકેટ બાબતે કડક પગલાં લેવામાં આવશે. કેટલાક રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે કેટલાક લોકો બીજાનો પાસ કે સર્ટિફિકેટ બતાવીને પ્રવેશ કરી રહ્યા છે, તેથી આવા લોકો સામે હવે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત જે લોકોએ વાક્સિનેશન કરાવ્યું નથી તેમને દંડ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. આ માટે સરકારે બિલ તૈયાર કર્યું છે. તેને સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...