તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી ગરીબી:કોરોનાના કારણે અતિ ગરીબની સંખ્યા 100 કરોડે પહોંચશે: યુએન

યુનાઈટેડ નેશન્સ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2030 સુધીમાં કોરોનાથી 20 કરોડ લોકો ગરીબીની ગર્તામાં જશે

યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના અભ્યાસ પ્રમાણે, કોરોના વાઈરસ મહામારીના કારણે લાંબાગાળાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ મહામારીને પગલે 2030 સુધી 20 કરોડ, 70 લાખ લોકો ઘોર ગરીબીમાં આવી જશે. જો આવું થયું તો દુનિયામાં અતિ ગરીબ લોકોની વસતી 100 કરોડ એટલે કે એક અબજને પાર થઈ જશે.

આ અભ્યાસમાં કોરોના મહામારીમાંથી બહાર આવવા જુદા જુદા પરિદૃશ્યોના કારણે વિકાસના લક્ષ્યાંકો પર પડનારી અસર અને મહામારીના કારણે આવતા દસકા સુધી પડનારા વિવિધ પ્રભાવનું અનુમાન કરાયું છે.

હાલનો મૃત્યુદર અને ઈન્ટરનેશલ મોનેટરી ફંડના વૃદ્ધિદરના અનુમાનના આધારે ‘બેઝલાઈન કોવિડ’માં એવી ધારણા કરાઈ છે કે, આ મહામારી પહેલા દુનિયા જે વિકાસના માર્ગે હતી, તેની તુલનામાં 2030 સુધી વધારાના કરોડો લોકો ઘોર ગરીબીમાં પટકાશે. આ સંશોધનો પ્રમાણે, અત્યારના સમયમાં વિશ્વના નેતાઓ જે વિકલ્પો પસંદ કરશે, તે તેમના દેશ-નાગરિકોનું ભવિષ્ય નક્કી કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો