તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Corona Though Said Health Costs In The World Will Drop 1.1% This Year, As Ordinary Sick People Are Not Going To The Hospital

એનાલિસિસ:કોરોના છતાં આ વર્ષે વિશ્વમાં આરોગ્ય ખર્ચ 1.1 % ઘટશે, કારણ કે સામાન્ય બીમાર લોકો હોસ્પિટલ જઇ રહ્યા નથી

લંડન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • આરોગ્ય ખર્ચ મામલે ભારત, ચીન, અમેરિકા સહિત 60 મોટા અર્થતંત્રનું વિશ્લેષણ
  • નોન-ઇમરજન્સી, સામાન્ય બીમારી, બાળકોની રસી માટે પણ લોકો હોસ્પિટલ નથી જઇ રહ્યા

કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં 52 લાખથી વધુ લોકો સંક્રમિત થયા, જ્યારે 3.30 લાખથી વધુ લોકોના મોત થઇ ગયા છે. મોટા-મોટા વિજ્ઞાની અને રિસર્ચ એજન્સીઓ કોરોના રસી શોધવામાં લાગ્યા છે. કોરોનાએ વિશ્વમાં ઘણા દેશોની આરોગ્ય વ્યવસ્થાની પોલ ખોલી નાંખી છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે આટલા મોટા સંકટ છતાં આ વર્ષે આરોગ્ય પર વિશ્વનો ખર્ચ ઘટશે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે કોરોના સંકટ વચ્ચે 60 મોટા આર્થતંત્રના ઓરોગ્ય ખર્ચનું વિશ્લેષણ કર્યું. તે મુજબ આરોગ્ય પર વૈશ્વિક ખર્ચમાં 2020માં આશરે 1.1 ટકાનો ઘટાડો જોવા મળશે.

બાળકોને સમયસર રસી મૂકાવવા પણ જઇ રહ્યા નથી
રિપોર્ટ મુજબ આરોગ્ય ખર્ચ ઘટવાનું સૌથી મોટુ કારણ પણ કોરોના વાઇરસ જ છે. કારણ કે તેના લીધે અન્ય બીમારીઓ પર થતાં ખર્ચમાં ભારે ઘટાડો નોંધાયો છે. લોકો સામાન્ય બીમારીના ઇલાજ માટે હોસ્પિટલ કે ક્લિનિક જઇ રહ્યા નથી. દર્દીઓએ તમામ નોન-ઇમરજન્સી બીમારીઓના સારવાર ટેલીમેડિસિનથી કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા લોકો તો બાળકોને સમયસર રસી મૂકાવવા પણ જઇ રહ્યા નથી. તેના કારણે આરોગ્યકર્મીઓ, હોસ્પિટલો અને આરોગ્ય ખર્ચ પર દબાણ ઘટ્યું છે. રિપોર્ટ મુજબ 2009માં વૈશ્વિક મંદી છતાં વિશ્વભરમાં આરોગ્ય પર ખર્ચ 2.8 ટકા વધ્યું હતું. તેની વિરુદ્ધ વિશ્વના જીડીપીમાં આશરે 1.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

2021માં કોરોના રસી શોધાવાનું અને વિશ્વભરમાં આરોગ્ય ખર્ચ આશરે 5.5 ટકા વધવાનું અનુમાન
રિપોર્ટ મુજબ આગામી વર્ષે વિશ્વમાં આરોગ્ય ખર્ચ વધી  શકે છે. કોરોના વાઇરસની રસી ઉપલબ્ધ થવાની સ્થિતિમાં તેનો સારવાર ખર્ચ વધશે. ઉપરાંત અન્ય ખર્ચાને કારણે 2021માં આરોગ્ય પર વિશ્વનો ખર્ચ 5.5 ટકા વધવાની સંભાવના છે. ક્ષેત્રના હિસાબે ઉત્તર અમેરિકા આરોગ્ય પર જીડીપીના 16 ટકા સુધી ખર્ચ કરે છે. યુરોપમાં તે 10 ટકા છે, જ્યારે મધ્ય-પૂર્વ અને એશિયા-પ્રશાંતના દેશોમાં તે જીડીપીના 4-6 ટકા છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો