ભાસ્કર વિશેષ:USમાં એરપોર્ટ પર કોરોના ટેસ્ટ, યાત્રીઓ સ્વેચ્છાએ સેમ્પલ આપે છે, ત્રણ નવા વેરિયન્ટ્સ અંગે ખબર પડી

ન્યૂયોર્કએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાઈરસનો ટ્રેન્ડ ખબર પડવાથી શ્રેષ્ઠ સારવાર થઇ શકશે

દુનિયાભરમાં કોરોના મહામારી ખતમ થઇ ચૂકી છે. સંક્રમણનો દર ઘટ્યો છે પરંતુ અમેરિકામાં કોરોનાના નવા વેરિયન્ટ્સને લઇને સતત રિસર્ચ થઇ રહ્યું છે. વિજ્ઞાનીઓના મતે સર્વેલન્સથી કોરોનાનો વધુ સારી રીતે સામનો કરી શકાય છે. તેના માટે સ્પ્રેડ પોઇન્ટ્સ એટલે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ પર વિદેશોથી આવતા યાત્રીઓનો કોવિડ ટેસ્ટ થઇ રહ્યો છે.

આ ટેસ્ટ અનિવાર્ય ન હોવા છતાં, યાત્રીઓ સ્વેચ્છાએ અનુમતિ આપી રહ્યા છે. સપ્ટેમ્બર, 2021માં આ પ્રોજેક્ટને લૉન્ચ કરાયો હતો. દર સપ્તાહે 15 હજાર યાત્રીઓ સ્વેચ્છાએ સેમ્પલ આપી રહ્યાં છે. સેમ્પલનો RTPCR ટેસ્ટ કરાયો અને પોઝિટિવ સેમ્પલનું જેનેટિક સિકવન્સિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે લેબમાં ફરી એક વખત વાઈરસમાં બદલાવ જોવા મળ્યો તો સીડીસીના વિજ્ઞાનીઓને એલર્ટ કરાયા હતા. ત્યારબાદ આ બદલાવો પર નજીકથી નજર રાખવામાં આવી જેનાથી આગળ વાઈરસમાં આવતા બદલાવ અંગે જાણી શકાય.

આ જ કારણથી BA3 વેરિયન્ટને લઇને પણ સીડીસીના વિજ્ઞાનીઓ પહેલાથી જ એલર્ટ થઇ ચૂક્યા હતા. બીક્યૂ 1, એક્સ બી બી અને બીએ 2.75.2 જેવા વેરિયન્ટ્સ અંગે પણ એરપોર્ટ ટેસ્ટિંગ મારફતે જ જાણવા મળ્યું હતું.

અમેરિકામાં સૌથી વધુ મોત, એટલે જ સતર્કતા
4 નવેમ્બરના રોજ અમેરિકામાં કોવિડના 49 હજાર 323 નવા કેસ સામે આવ્યા છે. સાપ્તાહિક સરેરાશ 40,857 કેસ છે. અમેરિકામાં 10 લાખ 7 હજાર લોકોનું કોવિડથી મોત થયું છે. જે દુનિયાભરમાં સૌથી વધુ છે.

અન્ય સમાચારો પણ છે...