તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારી:ઈરાનમાં કોરોનાની પ્રચંડ લહેર, દર બે મિનિટે એક વ્યક્તિનું મોત

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકન પ્રતિબંધોના કારણે રસી મળી ના શકી

ઈરાનમાં કોરોના સંક્રમણની પાંચમી અને અત્યાર સુધીની સૌથી પ્રચંડ લહેરે તબાહી મચાવી દીધી છે. દેશની તમામ હોસ્પિટલો ભરાઈ ગઈ છે, બેડ-ઓક્સિજનની અછત સર્જાઈ છે, જેથી જમીન પર, પાર્કિંગમાં પણ દર્દીઓની સારવાર થઈ રહી છે. બેડ નહીં મળવાના કારણે હોસ્પિટલો બહાર ખાનગી વાહનો પાર્ક કરીને સારવાર લેવાઈ રહી છે. એટલું જ નહીં, આ સ્થિતિમાં રસીની પણ અછત છે.

કોરોના સંક્રમણ વચ્ચે લોકોને રસી પણ નથી આપી શકાતી. હોસ્પિટલોમાં ડૉક્ટર, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ અત્યાર સુધીના સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યા છે. અહીં એક જ દિવસમાં 40 હજારથી વધુ કોરોના દર્દી નોંધાયા છે. આ સાથે એક દિવસમાં 600થી વધુ મોત થઈ ગયાં છે. એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ઈરાનની 8.30 કરોડની વસતીમાં દર બે મિનિટે એક દર્દીનું મોત થઈ રહ્યું છે.

ઈરાનના આરોગ્ય મંત્રાલયના મતે, દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટના કારણે દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. દેશમાં છેલ્લા એક સપ્તાહથી રોજ 39 હજારથી 40,800 જેટલા નવા દર્દી નોંધાઈ રહ્યા છે. ઈરાનમાં અત્યાર સુધી 43.90 લાખથી વધુ દર્દી નોંધાઈ ચૂક્યા છે અને 97,200થી વધુ દર્દીના મોત થઈ ચૂક્યાં છે.

તહેરાનની વાઈરસ ટાસ્ક ફોર્સના ડે. હેડ નાદિર તાવાકોલીએ કહ્યું કે, અમે અંદાજ નથી લગાવી શકતા કે, આ લહેર કેટલી તબાહી કરશે. આશા છે કે, રસીકરણમાં ઝડપ આવશે તો જ સંકટ ઓછું થશે, પરંતુ ફેબ્રુઆરીથી શરૂ થયેલું રસીકરણ ધીમું છે, જેથી અમારી ચિંતા વધી ગઈ છે. અમેરિકન પ્રતિબંધોના કારણે પણ ઈરાનની સ્થિતિ ગંભીર છે. અમે રસી કે દવાઓની આયાત પણ નથી કરી શકતા.

ઓસ્ટ્રેલિયન રાજ્યમાં એક દિવસમાં 466 નવા કેસ
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં હવે રૂ. ત્રણ લાખનો દંડ ફટકારાશે. અહીં લૉકડાઉન 22 ઓગસ્ટ સુધી લંબાવીને વધુ કડક કરાયું છે. ન્યૂ સાઉથ વેલ્સમાં 24 કલાકમાં 466 નવા સંક્રમિતો ઓળખવામાં આવ્યા છે. અહીંના પ્રીમિયર ગ્લેડિસ બેરેજિક્લિયાને આ માહિતી આપી છે. કોરોનાની ચપેટમાં આવ્યા પછી ન્યૂ સાઉથવેલ્સનો આ સૌથી ખરાબ કાળ છે.

જાપાનમાં 17 મહિનામાં સૌથી વધુ 20 હજાર કેસ
જાપાનમાં શનિવારે કોરોનાના 20,151 કેસ નોંધાયા, જે અત્યાર સુધીના 17 મહિનાનો રેકોર્ડ છે. જાપાનમાં સૌથી વધુ દર્દી ટોક્યોમાં નોંધાઈ રહ્યા છે. અહીં એક દિવસમાં નોંધાતા દર્દીઓનો આંક 5100ને પાર થઈ ગયો છે. જાપાન સરકારે કહ્યું કે, અહીંના 90% દર્દીઓમાં ડેલ્ટા વેરિયેન્ટ છે. બીજી તરફ, જાપાનમાં લેમ્ડા વેરિયેન્ટનો પહેલો કેસ સામે આવ્યો છે. આ વેરિયેન્ટથી સંક્રમિત મહિલા હાલમાં જ પેરુથી પરત આ‌વી હતી.

અન્ય સમાચારો પણ છે...