તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં કોરોના:ટ્રમ્પે કહ્યું- ટૂંક સમયમાં જ રસી ઉપલબ્ધ થશે, અમેરિકામાં લોકડાઉન નહીં લાગુ થાય

5 મહિનો પહેલા
ન્યૂયોર્કમાં એક કોરોના ટેસ્ટિંગ સેન્ટરની બહાર લાઇનમાં ઊભા રહેલા લોકો. અમેરિકામાં સતત આઠમા દિવસે એક લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે. - Divya Bhaskar
ન્યૂયોર્કમાં એક કોરોના ટેસ્ટિંગ સેન્ટરની બહાર લાઇનમાં ઊભા રહેલા લોકો. અમેરિકામાં સતત આઠમા દિવસે એક લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે.
  • વિશ્વમાં અત્યારસુધીમાં 5.37 કરોડથી વધુ સંક્રમિત, 13.08 લાખ લોકોનાં મોત થઈ ગયાં છે, 3.75 કરોડ લોકો સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.10 કરોડથી વધુ, અત્યારસુધીમાં 2.49 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

ચૂંટણીમાં નબળા દેખાવ પછી પહેલીવાર મીડિયા સમક્ષ આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે થોડા જ સપ્તાહમાં કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. તેમણે અમેરિકામાં ફરી લૉકડાઉન નહીં લગાવાય તેની પણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોના સંક્રમિતોનો આંકડો ફરી 1 લાખને ઉપર રહેવા માંડ્યો છે. છેલ્લા એક સપ્તાહથી રોજના 1 લાખથી વધુ કેસ આવી રહ્યાં છે. અમેરિકામાં કુલ કેસ 1.10 કરોડથી વધુનાં થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. ટ્રમ્પે એક વખત ફરી દેશને વિશ્વાસ અપાવ્યો કે વેક્સિન ટૂંક સમયમાં જ અને કેટલાંક સપ્તાહમાં જ ઉપલબ્ધ થઈ જશે.

અમેરિકામાં ફરી એક વખત એક લાખથી વધુ કેસ
અમેરિકામાં શુ્ક્રવારે ફરી એક વખત સંક્રમિતોનો આંકડો એક લાખથી વધુ રહ્યો. સતત આઠમા દિવસે જ્યારે અમેરિકામાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જોકે આ દરમિયાન બુધવારે એક લાખ 42 હજાર કેસ સામે આવ્યા છે. ચૂંટણી હાર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત મીડિયા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકામાં લોકડાઉન નહીં લગાડવામાં આવે. વેક્સિન માટે વધુ રાહ નહીં જોવી પડે. જરૂરિયાતમંદને એ થોડાં જ સપ્તાહમાં મળી જશે. આ વચ્ચે ઓરેગન અને ન્યૂ મેક્સિકોની રાજ્ય સરકારે પોતાને ત્યાં આંશિક લોકડાઉનની જાહેરાત કરી દીધી.

ફ્રાંસમાં સ્થિતિ થોડી સુધરી
ફ્રાંસમાં કડક લોકડાઉનની અસર જોવા મળી છે. આ જ કારણ છે કે સરકારે એને બે સપ્તાહ વધારવાનો નિર્ણય કર્યો છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા પણ ઘટવા લાગી છે, એક સપ્તાહ પહેલાં સુધી વાઇરસનો ફેલાવો સરકાર માટે ચિંતાનું સૌથી મોટું કારણ હતું. હેલ્થ એજન્સીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે ગુરુવાર અને શુક્રવાર વચ્ચે માત્ર 22 દર્દી હોસ્પિટલમાં દાખલ થયા છે, જેમાં એક દિવસ પહેલાં એટલે કે બુધવારે 726 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફ્રાંસમાં બે સપ્તાહ પહેલાં એક મહિના માટે લોકડાઉન લગાડવામાં આવ્યું હતું. સમય મર્યાદા પૂર્ણ થાય એ પહેલાં જ લોકડાઉનની અવધિ બે સપ્તાહ માટે વધુ વધારવામાં આવી છે.

શુક્રવારે ફ્રાંસના માર્સેલી શહેરની એક હોસ્પિટલમાં કોવિડ પેશન્ટની સારવાર કરતાં ડોકટર. અહીં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ છે.
શુક્રવારે ફ્રાંસના માર્સેલી શહેરની એક હોસ્પિટલમાં કોવિડ પેશન્ટની સારવાર કરતાં ડોકટર. અહીં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ છે.

સ્પેનમાં હિંસા
સ્પેનમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે સરકારે કોવિડ-19ને અટકાવવા માટે અનેક પ્રકારના પ્રતિબંધ લગાડવાનું શરૂ કરી દીધું છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સરકાર જાણીજોઈને લોકોની આઝાદી છીનવવા માગે છે. અનેક જગ્યાએ અરાજકતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકોએ સ્ટોર્સ પણ લૂંટી લીધા છે. અહીં મેડ્રિડ, લોગોના, મલેગા, સાંતાડર જેવાં અનેક શહેરોમાં લોકોએ જોરદાર પ્રદર્શનો કર્યાં. ઘર્ષણમાં અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા. અનેક જગ્યાએ લૂંટફાટના સમાચારો સામે આવી રહ્યાં છે. સરકારે અહીં અમેરિકા, બ્રિટન સહિત 65 દેશોમાંથી આવતા લોકો માટે 72 કલાક પહેલાં જ કોવિડ-19નો રિપોર્ટ દેખાડવાનું અનિવાર્ય કરી દીધું છે. જેની પાસે નેગેટિવ રિપોર્ટ હશે તેને સ્પેનમાં એન્ટ્રી નહીં આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો