તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેનમાં કોરોનાનો સેકન્ડ વૅવ:સંક્રમણ રોકવા નિયંત્રણો લદાયાં તો લોકો સ્ટોર લૂંટવા લાગ્યા, કહે છે- સરકાર અમારી આઝાદી છીનવે છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર કેટેલોનિયાની છે. અહીં લોકોએ સરકાર પાસેથી મદદ માટે રેલી યોજી. - Divya Bhaskar
તસવીર કેટેલોનિયાની છે. અહીં લોકોએ સરકાર પાસેથી મદદ માટે રેલી યોજી.
 • સ્પેનમાં 65 દેશમાંથી આવતા લોકો માટે કડક નિયમ
 • કોરોના સંકટના કારણે સરેરાશ આયુષ્ય 0.9 વર્ષ ઘટ્યું

સ્પેન કોરોનાના સેકન્ડ વૅવ સામે ઝઝૂમી રહ્યું છે. અહીં રોજ 20 હજારની આસપાસ નવા કેસ આવી રહ્યા છે અને 400 મોત થઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં 14,84,868 કેસ મળ્યા છે જ્યારે કુલ 40,461 મોત થઇ ચૂક્યાં છે. તેથી સરકારે કડક નિયંત્રણો લાદી દીધાં છે. તે અંતર્ગત અમેરિકા, બ્રિટન સહિત 65 દેશમાંથી આવી રહેલા લોકોએ 72 કલાક અગાઉનો સીઆરપી ટેસ્ટ રિપોર્ટ બતાવવો જરૂરી હશે. રિપોર્ટ નેગેટિવ આવે તો જ દેશમાં આવવા દેવાશે. આ આદેશ 23 નવે.થી અમલી બનશે.

બાર્સેલોનાની સુપરવાઇઝર નર્સ આઇરિસ બઉટિસ્ટા કહે છે કે હોસ્પિટલો બદતર થઇ ચૂકી છે. સ્વાસ્થ્યકર્મીઓમાં હવે માર્ચ જેવો ઉત્સાહ રહ્યો નથી જ્યારે ઘણા લોકો એવું માને છે કે મીડિયા કોરોનાના કેસ વધારી-ચઢાવીને બતાવી રહ્યું છે, સરકાર લોકોની આઝાદી છીનવી લેવા માગે છે. આખા સ્પેનમાં ઘણી અફવાઓ ફેલાઇ છે. તેથી કોરોના સંક્રમણ રોકવા માટેના નિયમો વિરુદ્ધ દેખાવો થઇ રહ્યા છે. થોડા દિવસો અગાઉ કેટેલોનિયામાં દેખાવકારોએ સ્ટોર પ્રાઇમાર્ક લૂંટી લીધો. ત્યાર બાદ તો ઘણા સ્ટોર લૂંટાઇ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર સક્રિય નિયો-નાઝી ગ્રૂપ લોકોને ઉશ્કેરી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે સ્પેનનું બંધારણ નાગરિકોનું રક્ષણ નથી કરી શકતું. મેડ્રિડ, લોગોનો, મલેગા, સાન્તાડર સહિત ડઝનબંધ શહેરોમાં દેખાવોમાં ઘણા પોલીસકર્મી ઘવાયા છે. સ્ટોર લૂંટવાના આરોપસર 50થી વધુ લોકોની ધરપકડ કરાઇ ચૂકી છે.

કોરોના સંકટના કારણે સરેરાશ આયુષ્ય 0.9 વર્ષ ઘટ્યું
કોરોના સંકટના કારણે સ્પેનમાં ડિસેમ્બર, 2019થી જુલાઇ, 2020 દરમિયાન સરેરાશ આયુષ્ય 0.9 વર્ષ ઘટ્યું છે. પ્લોસ વન જર્નલમાં પ્રકાશિત સ્ટડીમાં આ દાવો કરાયો છે. તેમાં જણાવાયું છે કે સરેરાશ આયુષ્ય ઘટવાનો આ દર સ્ત્રી-પુરુષ બંનેમાં એકસમાન છે. સ્પેનિશ અને સ્વિસ સંશોધકોના જણાવ્યાનુસાર કેટેલોનિયા અને અરાગોન શહેરોમાં સિઝનલ શ્રમિકોના કારણે કોરોના ફેલાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો