કોરોનાવાઈરસ:4 એશિયન દેશોમાં છૂટ અપાતા કોરોનાના દર્દી વધવા લાગ્યા, હવે ફરીથી કડકાઇ

સિઓલ/મનીલા/કોલંબો/જાકાર્તા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલિપાઇન્સની રાજધાની મનિલામાં મેટ્રો સેવાઓ શરૂ. પરંતુ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત છે. - Divya Bhaskar
ફિલિપાઇન્સની રાજધાની મનિલામાં મેટ્રો સેવાઓ શરૂ. પરંતુ માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું ફરજિયાત છે.
  • દક્ષિણ કોરિયામાં 24 કલાકમાં 79 કેસ, દેશભરમાં સ્કૂલ-કોલેજો ફરી બંધ કરાઇ
  • ફિલિપાઇન્સમાં 539 કેસ મળ્યા, ઇન્ડોનેશિયમાં બમણાથી વધુ થયા

દક્ષિણ કોરિયા એવો એશિયન દેશ છે, જે શરૂઆતથી જ કોરોનાને કાબૂમાં રાખી ચાલી રહ્યો હતો. આશરે 5 કરોડની વસતી ધરાવતો આ દેશ દરેક નાની નાની કોશિશોને મહત્વ આપી રહ્યો હતો. સ્કૂલ બંધ કરી દેવાઇ હતી.લોકોને ઘરેથી જ કામ કરવાનું કહી દેવાયું હતું. દક્ષિણ કોરિયામાં માર્ચના અંતમાં દરરોજ 20,000 લોકોની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે આ આંકડો વિશ્વના કોઇ પણ દેશથી વધુ હતો. 20 મેએ ફરી સ્કૂલો ખોલી દેવાઇ. પરંતુ ગુરુવારે દેશમાં ચેપના 74 કેસ આવતા રાજધાની સિઓલ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્કૂલ-કોલેજો ફરી બંધ કરવાનો આદેશ આપી દેવાયો.
સંક્રમણના વધતા મામલ શોધવા મુશ્કેલ 
દેશના શિક્ષણ મંત્રી જોંગ યૂન કિયોંગે કહ્યું કે દેશમાં ફરીથી સોશિયલ ડિસ્ટન્સિંગ લાગુ કરવાની જરૂર પડી શકે છે. કારણ કે આરોગ્યકર્મીઓ માટે લોકોની વધતી પ્રવૃત્તિઓને કારણે સંક્રમણના સંપર્કોને શોધવા મુશ્કેલ છે. આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી છે કે સંક્રમણના વધતા મામલ શોધવા મુશ્કેલ છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય પગલાં લેવાની જરૂર છે. કોરિયા બીમારી નિયંત્રણ અને રોકથામ કેન્દ્રે કહ્યું કે નવા 79 કેસમાંથી 67 સિઓલ મેટ્રોપોલિટન ક્ષેત્રના છે. દેશની અડધી વસતી અહીં જ રહે છે.
ફિલિપાઇન્સ: વુહાનથી પણ લાંબુ લૉકડાઉન, છતાં છૂટ મળતા જ બધા પ્રયત્નો બેકાર થયા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 539 કેસ મળ્યા. જ્યારે તે પહેલાં એક સપ્તાહમાં દરરોજ સરેરાશ 300 કેસ આવી રહ્યા હતા. જાન્યુઆરીમાં પ્રથમ કેસ મળ્યા બાદ આ સૌથી મોટો આંકડો છે. જ્યારે દેશની આટલી કડકાઇ હતી કે રાષ્ટ્રપતિ દુતેર્તેએ કહી દીધું હતું કે લોકડાઉન તોડનારને ગોળી મારી દો. અહીં 16 માર્ચથી કડક અમલ શરૂ કરાયો હતો. 11 મેએ મનિલા એરપોર્ટ અને 16 મેએ મેટ્રો તેમજ કેટલાક મોલ ખોલી દેવાયા. શુક્રવારથી ઘરેલુ ફ્લાઇટ્સ પણ શરૂ કરી દેવાઇ. તેથી દેશભરમાં કેસ વધવા લાગ્યા.
શ્રીલંકા: કુવૈતથી આવેલા 250 સંક્રમિત, રવિવારથી દેશભરમાં ફરી કડક અમલ
શ્રીલંકામાં મોટાપાયે ટેસ્ટિંગ થયા, સારી આરોગ્ય સુવિધાઓ અને પહેલાથી જ હાજર દેખરેખ તંત્રને કારણે માત્ર 10 મોત થયા છે. સ્થિત સારી રહેતા 52 દિવસોના લૉકડાઉન બાદ 11 મેથી બજાર ખોલી દેવાયા. છેલ્લા એક સપ્તાહમાં માત્ર બે જ દિવસ સંક્રમિતોની સંખ્યા ત્રણ આંકડામાં પહોંચી. પરંતુ કુવૈતથી હાલમાં જ ફરેલા 250 લોકો પોઝિટિવ જણાયા બાદ સરકાર હરકતમાં આવી ગઇ છે. રવિવારથી દેશભરમાં લોકડાઉનના કડક નિયમ ફરી લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઇન્ડોનેશિયા: મેમાં ડબલ થઇ ગયા કેસ, અંતરિયાળ ટાપુઓ સુધી સંક્રમણ પહોંચ્યું
વિશ્વમાં ચોથી સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં માર્ચના અંતિમ દિવસે ઇમરજન્સી લાગુ કરાઇ હતી પરંતુ કડક લૉકડાઉન ક્યારેય ન થયું. મેની શરૂઆત સુધી ઇન્ડોનેશિયાએ કોરોનાને કાબૂમાં રાખ્યો પરંતુ મે મહિનો પૂરો થતા અંતરિયાળના ટાપુઓ સુધી કોરોના પહોંચી ગયો. અહીંથી લોકોની અવરજવર જાવા અને બાલી જેવાં શહેરોમાં પણ છે. તેથી જોખમ ત્યાં પણ વધી ગયું. મેના પ્રથમ સપ્તાહમાં દેશમાં 12 હજાર સંક્રમિત હતા, જે ગુરુવારે વધીને 24538 થઇ ગયા.

અન્ય સમાચારો પણ છે...