તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Corona Patients Cross 40 Million In The World's Most Infected Country; More Than 1500 Deaths In A Day, Maximum Patients Of Eight Months Are Also Being Found

અમેરિકામાં દર 55 સેકન્ડે 1 મોત:દુનિયાના સૌથી સંક્રમિત દેશ અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 4 કરોડને પાર; એક દિવસમાં 1500થી વધુ મોત

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાથી કોરોનાનાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્ચા

અમેરિકા કોરોનાના ડેલ્ટા વેરિયન્ટની ચપેટમાં છે અને તે અત્યાર સુધીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યુ છે. દેશમાં છેલ્લા 8 મહિનાના સૌથી વધુ દર્દીઓ મળી રહ્યા છે. એવી સ્થિતિ થઈ ગઈ છે કે દર 55 સેકન્ડમાં એક મોત અને દર એક મિનિટમાં 111 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. એટલે કે, અમેરિકામાં દર સેકન્ડે 2 કેસ સામે આવી રહ્યા છે. અમેરિકામાં કોરોનાના કેસો 4 કરોડને પાર પહોંચી ગયા છે. 6.62 લાખથી વધુ મોત થઈ ચૂક્યા છે. દેશભરમાં હોસ્પિટલ ભરાઈ ચૂક્યા છે. ઓક્સિજનની પણ અછત હોવાની સંભાવના છે.

માત્ર ઓગસ્ટમાં જ અમેરિકામાં કોરોનાના 42 લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે અને મૃતકોની સંખ્યા જૂલાઈની તુલનામાં ત્રણ ગણા વધીને 26,805 થઈ ગઈ છે. રિપબ્લિકન રાજ્યોમાં મોતની સંખ્યા પાછલા વર્ષથી વધી ગઈ છે.

હવાઈ, વેરમોન્ટ, ટેક્સાસ, કેન્સાસ, વર્જિન આઇલેન્ડ, અલાસ્કા, ઉટાહ, નેવાડા, ઓરેગન, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં 2020ની તુલનામાં ઓગસ્ટ 2021માં વધુ મૃત્યુ નોંધાયા હતા. એરિઝોના, ઓક્લાહોમા, વેસ્ટ વર્જિનિયા, કેન્ટકી, વર્જિનિયા, કેલિફોર્નિયા અને અલાબામામાં આ આંકડો પહેલા જ પાર થઈ ચૂક્યો છે.

વેક્સિન: 6 મહિનામાં દોઢ કરોડ ડોઝ વેસ્ટ, 20 દેશોમાં કામમાં આવી શકેત અમેરિકામાં માર્ચથી અત્યારસુધી વેક્સિનનાં દોઢ કરોડથી પણ વધુ ડોઝ વેસ્ટ થયા છે. આટલા ડોઝથી દુનિયાના 20થી વધુ નાના દેશોની સમગ્ર વસતિને વેક્સિનેટ કરવામાં આવી શકતા હતાં. આ જાણકારી અમેરિકી ફાર્મસી કંપનીઓ અને રાજ્ય સરકારો દ્વારા જાહેર કરાયેલ આંકડાઓથી સામે આવી છે.

ભારતમાં ફેલાયેલ સંક્રમણ આ વાતનું પ્રમાણ હતું કે આ ભયાનક વેરિયન્ટ દુનિયામાં ફરી કહેર વર્તાવશે
આ વર્ષે જે રીતે ભારતમાં સંક્રમણ ફેલાયું તે એ વાતનો પુરાવો હતો કે કોરોના ફરીથી વિશ્વમાં નવા અવતારમાં વિસ્તરશે. આજે અમેરિકામાં આવતા 99 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટના નોંધાઈ રહ્યા છે. આ વાત ડો.સાયરા મડાડે કરી છે. ડૉ. મડાડ ન્યૂયોર્ક સિટી હેલ્થ હોસ્પિટલ ચેઇનના સિનિયર ડાયરેક્ટર છે. ડો. મડાડ યુ.એસ.ના કોવિડ રિસ્પોન્સ ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે. તેમણે રિતેશ શુક્લાની ભાસ્કરની રસી સાથે સંબંધિત અનેક પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

કોરોનાને કોઈ ફ્લૂ જેવો કેમ ગણવામાં નથી આવતો
વિશ્વની અડધાથી વધુ વસતિને હજી વેક્સિન મળી નથી. તેથી કહી શકતા નથી કે આગામી મહિનાઓમાં વાઈરસ કેવું સ્વરુપ ધારણ કરશે. મોસમી ફ્લૂ વાઈરસ કોરોના જેટલો ગતિશીલ નથી. તે થોડા સમય માટે ચેપી રહી શકે છે. કોરોનાની તુલના ફ્લૂ સાથે કરવી એ ભૂલ હશે.

વેક્સિનેટેડ લોકો પણ સંક્રમિત થઈ રહ્યા છે તો વેક્સિન બેઅસર માનવામાં આવે?
જે દેશોમાં વેક્સિનેશનનો દર ઊંચો છે ત્યાં સંક્રમણ ફેલાઈ રહ્યુ છે, પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાના કેસો અથવા મૃત્યુમાં તીવ્ર ઘટાડો થયો છે. આ ઘટાડો વેક્સિનની અસરકારકતાનો પુરાવો છે. વેક્સિન વિના શરીરને રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં ઘણો સમય લાગે છે. આ સમયગાળા દરમિયાન મૃત્યુની સંખ્યામાં અણધારી રીતે વધારો થાય છે.

અન્ય સમાચારો પણ છે...