• Gujarati News
  • International
  • Corona Patient Surpasses 90 Million, Making America The Only Country Where More Than Two Million New Cases Are Reported Every Day

કોરોના દુનિયામાં:કોરોનાના દર્દીની સંખ્યા 9 કરોડને પાર, અમેરિકા એકમાત્ર એવો દેશ જ્યાં દરરોજ બે લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા

વોશિંગ્ટનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 9 કરોડને પાર થઈ ગઈ છે. 25 ડિસેમ્બરે આ આંકડો આઠ કરોડ હતો. એટલે કે 15 દિવસમાં જ વિશ્વમાં એક કરોડ દર્દીઓ વધી ગયા. હવે તેમની કુલ સંખ્યા નવ કરોડ 75 હજાર 385 થઈ છે. 19 લાખ 34 હજાર 778 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે, 6 કરોડ 44 લાખ 62 હજાર 529 લોકો સાજા થયા છે. અમેરિકા હજી પણ સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે.

વિશ્વમાં દર્દીઓની સંખ્યા 1 કરોડનો આંક 25 જૂન 2020ના રોજ પહોંચ્યો હતો. નવ કરોડ સુધી પહોંચવામાં માત્ર સાડા છ મહિના લાગ્યા. સૌથી ઓછો સમય સાતથી આઠ કરોડ કેસ થવામાં લાગ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં માત્ર છ દિવસમાં એક કરોડ દર્દીઓ વધી ગયા હતા. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.

અમેરિકા, બ્રાઝિલ અને બ્રિટનમાં પરિસ્થિતી કાબૂની બહાર

અમેરિકામાં સામૂહિક વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે. તે છતાં અહીં કોરોના કાબૂમાં નથી.
અમેરિકામાં સામૂહિક વેક્સિનેશન શરૂ થઇ ચૂક્યું છે. તે છતાં અહીં કોરોના કાબૂમાં નથી.

શુક્રવારે અમેરિકામાં બે લાખ 49 હજાર 519 દર્દીઓ મળી આવ્યા હતા. આ એકમાત્ર દેશ છે જ્યાં નવા દર્દીઓની સંખ્યા સતત બે લાખથી વધુ છે. ત્યાર બાદ બ્રાઝિલ અને બ્રિટન આવે છે. છેલ્લા 24 કલાકમાં અહીં લગભગ 60-60 હજાર કેસ નોંધાયા છે. કુલ કેસની દ્રષ્ટિએ ટોચના 4 દેશોમાં અમેરિકા, ભારત, બ્રાઝિલ અને રશિયા સામેલ છે.

ઇઝરાઇલના વડાપ્રધાન નેતન્યાહુએ વેક્સિનનો બીજો ડોઝ લીધો
ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે આરોગ્ય પ્રધાન યુલી એડેલસ્ટીન સાથે ફાઈઝરની વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યો હતો. નેતન્યાહુએ બાદમાં સોશિયલ મીડિયા પર લખ્યું કે બીજી વખત વેક્સિન લેવી તે જિંદગી તરફ પરત ફરવું છે. બધા ઇઝરાઇલી નાગરિકો 2-3 મહિનાની અંદર વેક્સિન લગાવવામાં આવશે. તે પછી આપણે આપણી અર્થવ્યવસ્થા ખોલી શકીશું.

નેતન્યાહુએ કહ્યું હતું કે તેઓ દેશમાં માર્ચ સુધીમાં વેક્સિનેશન પૂર્ણ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે.
નેતન્યાહુએ કહ્યું હતું કે તેઓ દેશમાં માર્ચ સુધીમાં વેક્સિનેશન પૂર્ણ કરવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે.

તેમણે કહ્યું કે મેં ફાઈઝરને વધુ શિપમેન્ટ માટે કહ્યું છે જેથી તમામ નાગરિકોને માર્ચ સુધીમાં વેક્સિન આપી શકાય. નેતન્યાહુએ 20 ડિસેમ્બરના રોજ પ્રથમ વખત વેક્સિન લગાવી હતી. આવું કરનાર તેઓ પહેલા ઇઝરાઇલી હતા. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે ઇઝરાઇલમાં અત્યાર સુધીમાં કોરોનામાં ચાર લાખ 85 હજાર 434 કેસ નોંધાયા છે. જ્યારે 3,645 લોકો મૃત્યુ પામ્યા છે.

અપડેટ્સ

  • ઇઝરાઇલમાં, ગંભીર પરિસ્થિતિવાળા દર્દીઓની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ થઈ ગઈ છે. હાલમાં તેમની સંખ્યા 964 છે. 1,646 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. દેશમાં કુલ ચાર લાખ 84 હજાર 83 કેસ નોંધાયા છે.
  • ચિલીમાં શનિવારે ચાર હજાર 361 નવા દર્દીઓ મળી આવ્યા હતા. ગયા વર્ષે જૂન બાદ એક દિવસમાં કેસની સૌથી વધુ સંખ્યા છે. દેશના આરોગ્ય પ્રધાન એનરીક પેરિસે તેને ચિંતાનો વિષય ગણાવ્યો છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

22,699,938

381,480

13,393,078

ભારત

10,451,346

151,048

10,075,395

બ્રાઝિલ

8,075,998

202,657

7,144,011

રશિયા

3,379,103

61,381

2,754,809

યૂકે

3,017,409

80,868

1,406,967

ફ્રાન્સ

2,767,312

67,599

202,165

તુર્કી

2,317,118

22,631

2,190,047

ઈટલી

2,257,866

78,394

1,606,630

સ્પેન

2,050,360

51,874

ઉપલબ્ધ નહીં

જર્મની

1,914,328

41,061

1,511,800

(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)

અન્ય સમાચારો પણ છે...