તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા 9 કરોડને પાર થઈ ગઈ છે. 25 ડિસેમ્બરે આ આંકડો આઠ કરોડ હતો. એટલે કે 15 દિવસમાં જ વિશ્વમાં એક કરોડ દર્દીઓ વધી ગયા. હવે તેમની કુલ સંખ્યા નવ કરોડ 75 હજાર 385 થઈ છે. 19 લાખ 34 હજાર 778 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે, 6 કરોડ 44 લાખ 62 હજાર 529 લોકો સાજા થયા છે. અમેરિકા હજી પણ સૌથી વધુ કોરોનાથી અસરગ્રસ્ત દેશ છે.
વિશ્વમાં દર્દીઓની સંખ્યા 1 કરોડનો આંક 25 જૂન 2020ના રોજ પહોંચ્યો હતો. નવ કરોડ સુધી પહોંચવામાં માત્ર સાડા છ મહિના લાગ્યા. સૌથી ઓછો સમય સાતથી આઠ કરોડ કેસ થવામાં લાગ્યો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં માત્ર છ દિવસમાં એક કરોડ દર્દીઓ વધી ગયા હતા. આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.
અમેરિકા, બ્રાઝિલ અને બ્રિટનમાં પરિસ્થિતી કાબૂની બહાર
શુક્રવારે અમેરિકામાં બે લાખ 49 હજાર 519 દર્દીઓ મળી આવ્યા હતા. આ એકમાત્ર દેશ છે જ્યાં નવા દર્દીઓની સંખ્યા સતત બે લાખથી વધુ છે. ત્યાર બાદ બ્રાઝિલ અને બ્રિટન આવે છે. છેલ્લા 24 કલાકમાં અહીં લગભગ 60-60 હજાર કેસ નોંધાયા છે. કુલ કેસની દ્રષ્ટિએ ટોચના 4 દેશોમાં અમેરિકા, ભારત, બ્રાઝિલ અને રશિયા સામેલ છે.
ઇઝરાઇલના વડાપ્રધાન નેતન્યાહુએ વેક્સિનનો બીજો ડોઝ લીધો
ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે આરોગ્ય પ્રધાન યુલી એડેલસ્ટીન સાથે ફાઈઝરની વેક્સિનનો બીજો ડોઝ લગાવ્યો હતો. નેતન્યાહુએ બાદમાં સોશિયલ મીડિયા પર લખ્યું કે બીજી વખત વેક્સિન લેવી તે જિંદગી તરફ પરત ફરવું છે. બધા ઇઝરાઇલી નાગરિકો 2-3 મહિનાની અંદર વેક્સિન લગાવવામાં આવશે. તે પછી આપણે આપણી અર્થવ્યવસ્થા ખોલી શકીશું.
તેમણે કહ્યું કે મેં ફાઈઝરને વધુ શિપમેન્ટ માટે કહ્યું છે જેથી તમામ નાગરિકોને માર્ચ સુધીમાં વેક્સિન આપી શકાય. નેતન્યાહુએ 20 ડિસેમ્બરના રોજ પ્રથમ વખત વેક્સિન લગાવી હતી. આવું કરનાર તેઓ પહેલા ઇઝરાઇલી હતા. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે ઇઝરાઇલમાં અત્યાર સુધીમાં કોરોનામાં ચાર લાખ 85 હજાર 434 કેસ નોંધાયા છે. જ્યારે 3,645 લોકો મૃત્યુ પામ્યા છે.
અપડેટ્સ
કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી
દેશ | કેસ | મૃત્યુ | સાજા થયા |
અમેરિકા | 22,699,938 | 381,480 | 13,393,078 |
ભારત | 10,451,346 | 151,048 | 10,075,395 |
બ્રાઝિલ | 8,075,998 | 202,657 | 7,144,011 |
રશિયા | 3,379,103 | 61,381 | 2,754,809 |
યૂકે | 3,017,409 | 80,868 | 1,406,967 |
ફ્રાન્સ | 2,767,312 | 67,599 | 202,165 |
તુર્કી | 2,317,118 | 22,631 | 2,190,047 |
ઈટલી | 2,257,866 | 78,394 | 1,606,630 |
સ્પેન | 2,050,360 | 51,874 | ઉપલબ્ધ નહીં |
જર્મની | 1,914,328 | 41,061 | 1,511,800 |
(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.