તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં કોરોનાનો કહેર:1 લાખથી વધુ દર્દીઓની સ્થિતિ ગંભીર; જેમાંથી 21 હજાર અમેરિકામાં, અહીં એક સપ્તાહમાં 15 લાખ સંક્રમિતોની સંખ્યા વધી

વોશિંગ્ટન7 દિવસ પહેલા
  • વિશ્વમાં અત્યારસુધીમાં 5.62 કરોડથી વધુ સંક્રમિત, 13.49 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, 3.91 કરોડ સ્વસ્થ
  • અમેરિકામાં સંક્રમિતોનો આંકડો 1.17 કરોડથી વધુ, અત્યારસુધીમાં 2.54 લાખ લોકોએ જીવ ગુમાવ્યો

વિશ્વમાં કોરોનાના કુલ કેસનો આંકડો 5.62 કરોડને વટાવી ગયો છે. 3 કરોડ 91 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 13 લાખ 50 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. હવે 1.57 કરોડ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે, એટલે કે એક્ટિવ કેસ. જેમાં પણ 1.56 કરોડ દર્દીઓમાં સામાન્ય લક્ષણ છે પરંતુ આ વચ્ચે ગંભીર દર્દીઓનો આંકડો પણ 1 લાખને પાર પહોંચી ગયો છે.

ડેટા એનાલિસિસ કરવામાં આવે તો આ ગંભીર દર્દીઓમાં 21 હજાર 809 સંક્રમિતો અમેરિકાના છે. અહીં છેલ્લાં બે સપ્તાહમાં દર્દીઓની સંખ્યામાં જોરદાર વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધીના અનુમાનથી ઘણાં જ વધારે કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. WHOની અમેરિકન બ્રાંચ PAHO મુજબ, અહીં એક સપ્તાહમાં લગભગ 15 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી 19 હજાર લોકોના મોત નિપજ્યા છે.

ભારતમાં ગંભીર દર્દીઓની સંખ્યા 8,944 અને બ્રાઝીલમાં 8,318 છે. આ આંકડા worldometers.infoમાંથી લેવામાં આવ્યા છે.

બ્રાઝીલમાં પણ સંક્રમણ અને મોતની સંખ્યા વધી

PAHOના આસિસ્ટન્ટ ડાયરેક્ટર જાર્બસ બારબોસાએ જણાવ્યું કે બ્રાઝીલમાં ફરી સંક્રમણની સંખ્યા અને મોતના આંકડાઓ વધી રહ્યાં છે. ઉરુગ્વેના બ્રાઝીલ બોર્ડર સાથે સંલગ્ન વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ છે. તો બીજી બાજુ વિશ્વમાં કોરોના દર્દીઓનો આંકડો 5.62 કરોડને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 3 કરોડ 91 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. 13 લાખ 49 હજારથી વધુ મોત નિપજ્યા છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

ઈટાલીમાં સ્થિતિ બની જોખમી
મે પછી ઈટાલીમાં સ્થિતિ ફરી ચિંતાજનક થઈ રહી છે. જોકે યુરોપના લગભગ તમામ દેશોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. જોકે ઈટાલીમાં મામલો ગંભીર થઈ રહ્યો છે. સોમવારે અહીં 27 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા હતા. મંગળવારે આ આંકડાઓ ઝડપથી વધ્યા અને લગભગ 33 હજાર કેસ પ્રકાશમાં આવ્યા. આ એક દિવસમાં બ્રિટનના સૌથી વધુ મોત થયાં છે. રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, કુલ 731 લોકોનાં મોત થયાં છે. એક દિવસ પહેલાં એટલે કે સોમવારે કુલ 504 લોકોનાં મોત થયાં હતાં

ઈટાલીના રોમમાં રસ્તાઓ ઉપર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે.
ઈટાલીના રોમમાં રસ્તાઓ ઉપર લોકોની અવરજવર ઓછી થઈ ગઈ છે.

અમેરિકામાં કોરોનાની સ્ફોટક સ્થિતિ
અમેરિકામાં અત્યાર સુધીમાં અંદાજ કરતા ખૂબ ઘણા કોરોનાના દર્દી મળ્યા છે. WHOની US બ્રાંચ PAHO એ આ માહિતી આપી છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે PAHOના મતે- અમેરિકામાં એક સપ્તાહમાં આશરે 15 લાખ નવા કેસ મળ્યા છે. આ સમય દરમિયાન કોરોનાથી 19 હજાર લોકોના મૃત્યુ થયા છે.
PAHOના આસિસ્ટન્ટ ડિરેક્ટર જાર્બસ બારબોસાએ જણાવ્યું હતું કે બ્રાઝીલમાં પણ ફરી સંક્રમણ અને મૃત્યુનું પ્રમાણ વધ્યુ છે.

બ્રિટનમાં મૃત્યુ પામનારાઓનો આંકડો વધ્યો
બ્રિટનમાં બોરિસ જોહન્સન સરકારે દેશના કેટલાક ભાગમાં કેટલાંક સપ્તાહ માટે આંશિક લોકડાઉન લગાવ્યું હતું. જોકે એનાં સારાં પરિણામો મળ્યાં નથી. 24 કલાક દરમિયાન મૃત્યુ પામનારાઓનો આંકડો અગાઉના દિવસોની સરખામણીમાં ઝડપથી વધ્યો છે. કુલ 598 લોકોનાં મોત થયાં છે. તેની સાથે જ લગભગ 22 હજાર નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. બ્રિટનમાં હવે મૃત્યુ પામનારાઓનો આંકડો 52 હજાર 745 થયો છે. ખાસ વાત એ છે કે 12 મે પછી એક દિવસમાં મૃત્યુ પામનારાઓનો આંકડો ખૂબ જ ઝડપથી વધ્યો છે.

બ્રિટિશ એરવેઝ કરશે ટેસ્ટિંગ
બ્રિટિશ એરવેઝે અમેરિકાથી આવનારા મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે. એરલાઈન કંપનીએ કહ્યું છે કે તે અમેરિકાના એરપોર્ટ્સ પર જ મુસાફરોનું ટેસ્ટિંગ કરશે, જેથી સંક્રમિતોની યોગ્ય સારવાર થઈ શકે. કંપનીએ કહ્યું છે કે એનાથી બીજા મુસાફરોને પણ સંક્રમણના જોખમથી બચાવી શકાય. બ્રિટન અને અમેરિકાની વચ્ચે લગભગ દસ હજાર લોકો રોજ એર ટ્રાવેલ કરી રહ્યાંછે.

અમેરિકાના નોર્થ ડકોટામાં માસ્ક હવે જરૂરી
અમેરિકામાં સંક્રમિતોનો આંકડો રવિવારે એક કરોડ 10 લાખથી વધુ થયો છે. અંતે 10 લાખ કેસ તો માત્ર 6 દિવસમાં પ્રકાશમાં આવ્યા છે. જોકે પહેલાં 10 લાખ કેસ 100 દિવસમાં પ્રકાશમાં આવ્યા હતા. એક કરોડથી એક કરોડ 10 લાખ કેસ થવામાં એક સપ્તાહથી પણ ઓછો સમય લાગ્યો. એટલું જ નહિ, હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓનો આંકડો પણ ઝડપથી વધ્યો છે. રાજ્ય સરકારો પણ હવે સખત બની રહી છે. નોર્થ ડકોટામાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. મિશિગનમાં કોલેજ, હાઈસ્કૂલ અને ઓફિસોને ત્રણ સપ્તાહ માટે બંધ કરવામાં આવી છે. વોશિંગ્ટનમાં બીજાં ઘરોમાં જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રેસ્ટોરાં અને બાર બંધ રહેશે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશમાં સ્થિતિ

દેશ

સંક્રમિતમોતસાજા થયા
અમેરિકા11,693,878254,2507,079,739
ભારત8,912,704131,0318,333,013
બ્રાઝિલ5,911,758166,7435,361,592
ફ્રાન્સ2,036,75546,273143,152
રશિયા1,971,01333,9311,475,904
સ્પેન1,535,05841,688ઉપલબ્ધ નથી
યુકે1,410,73252,745ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના1,329,00536,1061,148,833
ઈટાલી1,238,07246,464457,798
કોલંબિયા1,211,12834,3811,118,902

આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો