તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ ઈકોનોમિસ્ટમાંથી...:દુનિયાભરમાં કોરોનાથી 70 લાખથી 1.3 કરોડ સુધી વધુ મૃત્યુ થયાં : રિપોર્ટ

વૉશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારીમાં જાહેરાતથી વધુ મૃત્યુ થયાનું અનુમાન
  • ધનિક દેશોને વધુ નુકસાન પણ મૃત્યુનો આંકડો અન્ય દેશોમાં પણ અનેકગણો વધારે

દુનિયાભરમાં ટેસ્ટિંગ અને રિપોર્ટિંગની અછતને કારણે સત્તાવાર આંકડામાં કોરોનાથી થયેલાં મૃત્યુની સંખ્યા ઓછી જણાયાની શક્યતા છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ના રિપોર્ટમાં કહેવાયું છે કે આફ્રિકા અને એશિયા જ નહીં પણ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ જાહેર કરાયેલા આંકડાથી વધુ મૃત્યુ થયાં છે.

મૃત્યુનો સાચો આંકડો જાણવા માટે ઈકોનોમિસ્ટે એક મોડલ તૈયાર કર્યું જેના માધ્યમથી 95% સુધી શક્યતા છે કે અત્યાર સુધી 71 લાખથી 1.27 કરોડ સુધી મૃત્યુ થયાં છે. આ અહેવાલ અનુસાર કોરોનાને કારણે થયેલાં મોટા ભાગનાં મૃત્યુ માટે બીજા કોઈ કારણ જણાવવાના મોટા ભાગના કેસ નીચલી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં બન્યા છે.

ઓઈસીડીમાં સામેલ મોટા ભાગના ધનિક દેશોમાં મૃત્યુની સંખ્યા સત્તાવાર આંકડાથી 1.17 ગણી વધુ હોઈ શકે છે. જોકે આફ્રિકામાં તે 14 ગણી વધુ હોવાનું અનુમાન છે. 121 સૂચકાંક પર 200થી વધુ દેશો અને ક્ષેત્રોથી ડેટા એકઠો કરાયો છે. તે ઉપરાંત મશીન લર્નિંગ મોડલ તૈયાર કરાયું જેમાં ગ્રેડિઅન્ટ બુસ્ટિંગ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરી આ સૂચકાંક અને વધુ મૃત્યુ વચ્ચે સંબંધ શોધવામાં આવ્યો હતો. અંતિમ મોડલમાં આ સંબંધોનો ઉપયોગ એ જગ્યાઓ પર વધુ મૃત્યુનો અનુમાન લગાવવા માટે કરાયો જ્યાં ડેટા ઉપલબ્ધ નહોતો.

મોડલ અનુસાર ભારતમાં સત્તાવાર આંકડાની તુલનાએ દરરોજ 6થી 31 હજાર વધુ મૃત્યુ થયાં છે. અનુમાન છે કે આ વર્ષે અત્યાર સુધી લગભગ 10 લાખ લોકો કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યા છે. જોકે ભારતમાં સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે અને સ્થિતિ જલદી સુધરી જશે.

કેટલાક મુખ્ય નિષ્કર્ષ

  • સમાન સ્વાસ્થ્ય સુવિધાઓવાળાં બે સ્થળોમાં વધારે વયના લોકોની વધુ સંખ્યાવાળા સ્થળે વધુ મૃત્યુ
  • ધનિક દેશોની તુલનાએ સમાન વયવાળા ગરીબ દેશોના યુવાઓનો મૃત્યુદર વધુ
  • અગાઉ સાર્સ કોવ-2થી ચેપગ્રસ્ત થઇ ચૂકેલા દેશોમાં ક્રોસ ઈમ્યુનિટીથી મૃત્યુની સંખ્યા ઓછી
  • આંકડાશાસ્ત્રી એરિયલ કાર્લિનસ્કી કહે છે કે અનુમાન ડેટાનો વિકલ્પ ન હોઈ શકે પણ ભવિષ્યના ઉપાયો પર કામ કરી શકાય છે.
અન્ય સમાચારો પણ છે...