તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Corona Is A Trailer, The Effects Of Climate Change Will Be Horrendous In The Next 5 10 Years, But We Are Not Ready Yet: Senate

ભાસ્કર ઈન્ટરવ્યૂ:કોરોના તો ટ્રેલર છે, આગામી 5-10 વર્ષમાં ક્લાઈમેટ ચેન્જની અસરો અનેકગણી ભયાનક હશે, પરંતુ આપણી હજી કોઈ તૈયારી નથી: સેનેટ

લંડન2 મહિનો પહેલા
  • યુએનના વરિષ્ઠ સલાહકાર રિચર્ડ સેનેટના મતે સમાજમાં વધતો અન્યાય મોટી મુશ્કેલી સર્જશે

કોરોનાએ પરંપરાગત વિચારો અને દરેક ક્ષેત્રમાં કામ કરવાની રીતભાતને મૂળમાંથી બદલી નાંખી છે. તેનાથી આપણી ખામીઓ બહાર આવી છે. બાળકો, કિશોરો એટલે કે આવનારી પેઢીઓ સાથે થતા અન્યાયને પણ ઉજાગર કર્યો છે. આ શબ્દો છે યુએનના વરિષ્ઠ સલાહકાર રિચર્ડ સેનેટના. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, કોલમ્બિયા યુનિવર્સિટી અને એમઆઈટીના પ્રો. સેનેટે કોરોનાના કારણે બદલાયેલું દુનિયાનું પરિદૃશ્ય, પડકારો અને તેની સામે લડવાના ઉપાયો મુદ્દે ભાસ્કરના રિતેશ શુક્લે તેમની સાથે ચર્ચા કરી.

ભારતના યુવાનો પણ ટેક દિગ્ગજોને પડકારી શકે છે, પરંતુ તંત્ર કંપનીઓને બચાવવામાં વ્યસ્ત છે

  • આજે દુનિયાની સૌથી મોટી ચિંતા શું છે?

વધતી વસતી અને તમામનો વિકાસ એક મોટો પડકાર છે. ક્લાઈમેટ ચેન્જ અને માનવાધિકાર હનન પણ મોટી સમસ્યા છે. ધર્મ, રાષ્ટ્રવાદની આડમાં આતંકવાદ કે લોકો વચ્ચે વધતી આર્થિક અસમાનતાના પણ મોટો ખતરો છે. કોરોનાએ પણ આપણી મુશ્કેલીઓ સપાટી પર લાવી દીધી છે. કોરોના તો ટ્રેલર છે. આગામી પાંચ-દસ વર્ષમાં આપણે ક્લાઈમેટ ચેન્જના કારણે આર્થિક, રાજકીય અને આરોગ્ય ક્ષેત્રે અનેક મુશ્કેલીઓનો સામનો કરીશું, જે કોરોનાથી અનેકગણી વધુ હશે. જેમ આપણે કોરોના માટે તૈયાર ન હતા, એવું ત્યારે પણ હશે.

  • આ વૈશ્વિક લાચારીનું કારણ શું છે?

કોરોનાને જ જોઈ લો. સૌથી પહેલા મારા જેવા વૃદ્ધોને બચાવવાનું અભિયાન ચલાવાયું. બાળકો-કિશોરો માટે રસીની વાત દોઢ વર્ષ પછી થઈ. આપણે ભાવિ પેઢીનો વિચાર છેલ્લે કર્યો. તેમની સાથે અન્યાય કર્યો. ભવિષ્યની પેઢીઓને આવો અન્યાય મોટી મુશ્કેલી છે. અફઘાનિસ્તામાં જે લોકો શાંતિનો દાવો કરે છે, શું તેઓ બાળકો-કિશોરો સાથે ન્યાય કરે છે? ભારતમાં મોટા ભાગનાની આવક ઘટી છે. આખરે બાળકો કમાવવા માટે જ તો છે. આ જ સ્થિતિ ઈટાલી, ગ્રીસ અને પોર્ટુગલ જેવા દેશોની છે.

  • આ સ્થિતિ કેવી રીતે સુધારી શકાય?

આપણી દશા અને દિશા રાજકારણથી નક્કી થાય છે. સાબિત થઈ ચૂક્યું છે કે, રાજકીય નેતૃત્વ જબરદસ્ત અસંવેદનશીલ અને અસક્ષમ છે. લોકો સંગઠિત થશે તો જ અસંગઠિત આર્થિક ક્ષેત્ર સંપન્ન થશે. નહેરુ પ્લેસ કે બેંગલુરુમાં રહેતા યુવા ઈચ્છે તો દિગ્ગજ ટેક કંપનીઓને પડકારી શકે, પરંતુ તંત્ર આ મોટી કંપનીઓને બચાવવામાં વ્યસ્ત હશે, તો યુવાનો શું કરી લેશે. પ્રજાને પાણી, રહેવાની જગ્યા અને સારું આરોગ્ય અપાય, જ્યારે દુનિયાના અસંગઠિત ક્ષેત્રને સંપર્ક સુલભ કરાવી અપાય તો ઘણી મુશ્કેલીઓનો અંત આવી જશે.

અન્ય સમાચારો પણ છે...