તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર અભિયાન:કોરોનાની શરૂઆતની વેક્સિન 50% સુધી કારગત, માસ્ક 98% સુધી કોરોના અટકાવે છે

વોશિંગ્ટન8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિન મળ્યા બાદ પણ માસ્ક લાંબા સમય સુધી કોરોનાને રોકવામાં વધુ પ્રભાવશાળી બની રહેશે

કોરોનાના વધતાં ચેપ વચ્ચે દુનિયા ઉત્સુકતાપૂર્વક વેક્સિનની રાહ જોઈ રહી છે પણ શરૂઆતની વેક્સિન ફક્ત 50 ટકા કારગત સાબિત થઈ શકે છે. કોરોના વેક્સિનમાં પણ એવું જ થશે. એટલે કે જેમને વેક્સિન અપાશે તેમનામાંથી અડધા જ કોરોનાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. જોકે અત્યાર સુધીના રિસર્ચ જણાવે છે કે માસ્ક મહામારીને 98 સુધી રોકી રાખે છે. જો માસ્ક પહેરનારા બે વ્યક્તિ સાથે ઊભા હોય અને બંનેએ માસ્ક પહેર્યુ હોય તો ચેપ એકબીજાને થવાની આશંકા 98 ટકા સુધી ઘટી જાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે માસ્ક શરૂઆતની વેક્સિનની તુલનાએ વધુ અસરકારક સાબિત થશે.

હાલ તો વેક્સિન પણ મળી નથી. એટલા માટે મહામારીને કાબૂમાં રાખવા માટે દરેક વ્યક્તિની ફરજ છે કે તે માસ્ક પહેરે. ખાસ કરીને યુવાનો, કેમ કે તેમનામાં લક્ષણ નહિંવત પ્રમાણમાં દેખાય છે એટલા માટે તેમને ખબર નથી હોતી કે તે ચેપગ્રસ્ત છે. પછી જ્યારે તે ઘરે આવે તો પરિવારના બીજા લોકો માટે ઘાતક સાબિત થઈ જાય છે. રિપોર્ટ્સ જણાવે છે કે હાલ વેક્સિન મળવામાં ઓછામાં ઓછા બે મહિના લાગશે. તેના પછી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવામાં લાંબો સમય લાગશે.

માસ્ક લગાવનારાને કોરોના થઈ પણ જશે તો અસર નહીં કરે
ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના જણાવ્યા અનુસાર સ્ક શરીરમાં પ્રવેશતાં વાઈરસની માત્રાને 90 ટકા અટકાવી દે છે. તેનાથી વાઈરસનો લોડ ઘટી જાય છે, જોકે એન્ટિબોડી વિકસિત થતા જાય છે. તેનાથી દર્દીની હાલત ગંભીર થતી નથી.

80 ટકા વસતીને વેક્સિન મળવા સુધી માસ્ક જરૂરી
WHOના જણાવ્યા અનુસાર જ્યાં સુધી કોઈ શહેર-વિસ્તારના 80 ટકા લોકોને વેક્સિન નહીં મળી રહે ત્યાં સુધી ત્યાં મહામારીને રોકવા માટે માસ્ક જ સૌથી મોટું હથિયાર બનશે.

પોતાના માસ્કને સ્પર્શ્યા બાદ પણ સાબુથી હાથ જરૂર ધૂઓ

 • માસ્ક જો ભીનું થઈ જાય તો તાત્કાલિક બદલો.
 • રૂમાલ કે દુપટ્ટાથી મોં ઢાકવું કારગત નથી.
 • માસ્ક થ્રી લેયર હોવો જોઈએ.
 • માસ્કને સ્પર્શ્યા પછી સાબુથી હાથ ધૂઓ.
 • વાત કરતી વખતે માસ્ક ક્યારેય ન હટાવશો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો