તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Corona Doesn't Make The Cemetery Cheetah Quiet: Let's Go To Victorian Times; See Super Pink Moon Up Close, Meals With Corona Protocol

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરનું અવનવું:કોરોનાના લીધે સ્મશાનની ચિતા શાંત થતી નથીઃ ચાલો, વિક્ટોરિયનકાળમાં; જુઓ સુપર પિન્ક મૂન નજીકથી, કોરોના પ્રોટોકોલ સાથે ભોજન

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાવાયરસથી દેશની રાજધાની નવી દિલ્હીમાં પણ ગુજરાતની જેમ સ્થિતિ ખરાબ છે. કોરોનાના દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે, જેના કારણે સ્મશાનમાં એકસાથે અનેક ચિતા સતત સળગતી રહે છે.

ચાલો, વિક્ટોરિયનકાળમાં

શેરોન અને જોન મેકગ્લેશાન દંપતીના 150 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા ફાર્મ હાઉસમાં મૂકવામાં આવેલું વિક્ટોરિયનકાળનુ ફર્સ્ટ ક્લાસ રેલવે કેરેજ હવે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ કેરિજ 1885માં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. મેકગ્લેશાન દંપતીએ એને 2008માં ખરીદ્યું હતું અને જૂના ફોટો મારફત બે વર્ષમાં ઓરિજિનલ લૂક જાળવી રાખતાં રિસ્ટોરેશન કર્યું હતું. લોકો આ કેરેજમાં ફરતી વખતે વિક્ટોરિયનકાળમાં પરત ફરી રહ્યા હોય એવો અનુભવ થાય છે.

જુઓ સુપર પિન્ક મૂન નજીકથી

ન્યૂયોર્કમાં સુપર પિન્ક મૂન.
ન્યૂયોર્કમાં સુપર પિન્ક મૂન.
જર્મની.
જર્મની.

અદ્ભુત ખગોળીય ઘટનામાં પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર, જેને ખગોળીય ભાષામાં સુપર પિન્ક મૂન કહે છે. એને તસવીરકારોએ કેમેરામાં ઝડપી લીધો હતો. અમેરિકા અને જર્મનીમાં સુપર પિન્ક મૂનની આ તસવીરો લેવામાં આવી હતી

કોરોના પ્રોટોકોલ સાથે ભોજન

કોરોનાવાયરસના કહેરથી થાઈલેન્ડના બેંગકોક શહેરની રંગત ઊડી ગઈ છે. કેટલીક રેસ્ટોરાં કાર્યરત છે તેમાં કડકપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. ભોજનના ટેબલ પર અહીં સુરક્ષાત્મક પ્લાસ્ટિક મૂકવામાં આવે છે, જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.

આસામમાં ધરતીકંપથી કેટલાંક મકાનોને નુકસાન

આસામમાં બુધવારે 6.4ની તીવ્રતાના ધરતીકંપના આંચકાએ લોકોમાં ગભરાટ ફેલાવી દીધો. ભૂકંપના લીધે અહીં કેટલાંક સ્થળોએ અનેક મકાનોને નુકસાન પણ થયું છે. નાગાંવ જિલ્લામાં એક મકાનની દીવાલ ભૂકંપને લીધે ધરાશાયી થયેલી જોઈ શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો