તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની પીડા:વિશ્વમાં કોરોનાનો મૃત્યુઆંક 10 લાખ થવા અંગે UNના પ્રમુખે કહ્યું- કોરોનાનો હજુ અંત દેખાતો નથી, છેલ્લા ત્રણ મહિનામાં મૃત્યુ પામનારની સંખ્યા બમણી થઈ

8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિશ્વમાં કોરોનાને લીધે અનેક લોકોએ પિતા, માતા, પત્ની, પતિ,ભાઈ, બહેન, મિત્ર કે સાથીને ગુમાવ્યા
 • સંક્રમણના જોખમે પરિવારોને એકબીજાથી દૂર કર્યાં, જીવનમાં દુખ વ્યક્ત કરવા કે આનંદ-ખુશીની પળો સાથે મળી ઉજવવી તે અશક્ય બની ગયુ છે

સંયુક્ત રાષ્ટ્રના વડાએ કોરોના વાયરસને લઈ ગંભીર ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે કોરોના વાયરસનો અંત આવ્યો નથી. સંયુક્ત રાષ્ટ્રના વડાનું આ નિવેદન એવા સમયમાં આવ્યુ છે કે જ્યારે કોરોનાને લીધે વિશ્વભરમાં કુલ મૃત્યુઆંક દસ લાખને પાર થઈ ગયો છે. પ્રથમ પાંચ લાખ મૃત્યુઆંક થવામાં છ મહિના અને ત્યારબાદ પાંચ લાખ મૃત્યુઆંક થવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો છે.

કોરોનામાં અનેક લોકોએ પિતા, માતા, પત્ની, પતિ,ભાઈ, બહેન, મિત્ર કે સાથીને ગુમાવ્યા
એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે 10 લાખ મૃત્યુનો આંકડો ખૂબ જ ચિંતાજનક છે. મૃતકોને લઈ તેમણે કહ્યું કે તેઓ પિતા, માતા, પત્ની, પતિ, ભાઈ, બહેન, મિત્ર અને સાથીઓ હતા. તેમણે કહ્યું કે બીમારીની ક્રુરતાને લીધે દુખ અનેક ગણુ વધી ગયુ છે. સંક્રમણના જોખમે પરિવારોને એકબીજાથી દૂર કરી દીધા છે. જીવનમાં દુખ વ્યક્ત કરવા કે આનંદ-ખુશીની પળો સાથે મળી ઉજવવી લગભગ અશક્ય બની ગયુ છે.

કોરોનાથી 10 લાખ લોકોએ જીવ ગુમાવ્યા તે એક પિડાદાયક સ્થિતિઃ UN વડા
સંયુક્ત રાષ્ટ્ર વડાએ વિશ્વમાં કોરોનાના મૃતકોની સંખ્યા 10 લાખ પહોંચી તે અત્યંત દુખદ સ્થિતિ ગણાવી હતી. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણ ફેલાવાથી, નોકરી ગુમાવવાથી, અભ્યાસ અને જીવનને પારાવાર નુકસાન થયુ છે, જેનો હજુ કોઈ અંત દેખાતો નથી.
જોકે, સંયુક્ત રાષ્ટ્રના વડાએ એમ પણ કહ્યું કે જવાબદાર નેતૃત્વ, ભાગીદારી, વિજ્ઞાન અને સાવચેતી મારફતે મહામારીનો અંત આવી શકે છે. તેમણે કહ્યું કે શોધવામાં આવનારી રસી સૌને માટે ઉપલબ્ધ થવી જોઈએ અને તમામ લોકોને તે પરવડે તેવી હોવી જોઈએ.

પ્રથમ પાંચ લાખ મૃત્યુ 6 મહિના અને ત્યારપછીના પાંચ લાખ મૃત્યુઆંકમાં ત્રણ મહિના લાગ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોનાને લીધે કુલ મૃત્યુઆંક 10 લાખ 6 હજાર 900થી વધારે થઈ ગયો છે. છેલ્લા ત્રણ મહિનામાં જ 5 લાખ લોકોના મૃત્યુ થયા છે. એટલે કે છેલ્લા ત્રણ મહિનામાં મૃત્યુ લગભગ બમણા થઈ ગયા છે.આ વર્ષના જાન્યુઆરી મહિનામાં ચીનમાં કોરોનાને લીધે પ્રથમ મૃત્યુ થયુ હતું અને શરૂઆતના 5 લાખ મૃત્યુનો આંકડો થવામાં છ મહિનાનો સમય લાગ્યો, પણ ત્યારપછીના 5 લાખ મૃત્યુમાં ત્રણ મહિનાનો સમય થયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો