તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:અમેરિકામાં કોરોનાના કારણે 1.7 કરોડ લોકો સામે ભૂખનું સંકટ, 60 હજાર એજન્સી, બે લાખ વોલેન્ટિયર્સ ભોજન પહોંચાડી રહ્યા છે

વોશિંગ્ટન10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બે મહિનામાં અમેરિકામાં 46 ટકા ભૂખ્યા રહેનારાના આંકડા વધ્યા, 5.5 લાખ લોકો સંકટમાં
 • ન્યૂ રિપોર્ટિંગ સિસ્ટમ, વેબિનાર, ટેક્નોલોજી દ્વારા રિયલ ટાઇમ મદદ

અમેરિકા કોરોનાથી વિશ્વમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. અહીં 13 લાખથી વધુ કેસ આવી ગયા છે. 80 હજારથી વધુ મોત થઇ ગયા છે. અહીં કોરોનાને કારણે બે મહિનામાં આશરે 1.7 કરોડ લોકોની સામે ભોજનનું સંકટ સર્જાયું છે. બે મહિનામાં આ સંખ્યા આશરે 46 ટકા વધી છે. જ્યારે અમેરિકામાં કોરોના અને અન્ય કારણોથી ભૂખ્યા રહેનારા લોકોની સંખ્યા પાંચ કરોડ થઇ ગઇ છે. તેથી ફૂડ સિક્યોરિટી અમે ભૂખમારા પર કામ કરનારા રાષ્ટ્રીય સંગઠન ફીડ અમેરિકા લોકો સુધી ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. 
આશરે સાડા પાંચ કરોડ લોકો સંકટમાં
ફીડ અમેરિકાની સીઇઓ કેટી ફિઝગેરાલ્ડ કહે છે કે કોરોનાના વધતા કેસોને જોઇ લાગે છે કે સ્થિતિ અમારા નિયંત્રણની બહાર થઇ ગઇ છે. આવી સ્થિતિમાં કોઇ પણ ખાદ્ય સુરક્ષા સંકટમાં પડી શકે છે. આવા લોકોની સંખ્યા પણ વધી રહી છે, જેમની સામે ખાવા-પીવાનું સંકટ  ઊભું થઇ ગયું છે. કોરોના પહેલાં અમેરિકામાં 3.7 કરોડ લોકો આ સંકટનો સામનો કરી રહ્યા હતા. કોરોના, બેરોજગારીને કારણે માત્ર બે મહિનામાં તેમાં 1.7 કરોડ લોકોનો વધારો થઇ ગયો. એટલે હજુ પણ આશરે સાડા પાંચ કરોડ લોકો સંકટમાં છે. હજુ વધુ પડકાર એ છે કે અમારી પાસે એટલું ભોજન નથી, જેટલું અમારી ફૂડ બેન્કની ડિમાન્ડ પુરી કરવા માટે જોઇએ. અત્યારે 30 ટકા લોકોને મદદ જોઇએ. તેમાંથી મોટાના લોકો એવા છે, જેમણે જીવનમાં ખાવા-પીવા માટે ક્યારેય મદદ માગી ન હતી. કેટી મુજબ આ સમય ખાદ્ય પદાર્થો સાચવી રાખવાનો છે.
60 હજાર એજન્સીઓ દ્વારા મદદ પહોંચી રહી છે
ફીડ અમેરિકા 60 હજાર એજન્સી દ્વારા ભોજન પહોંચાડી રહ્યું છે. 200 ફૂડ, બે લાખ વોલેન્ટિયર્સ મદદ કરી રહ્યા છે. ન્યૂ રિપોર્ટિંગ સિસ્ટમ, વેવિનાર અને ટેક્નોલાજી દ્વારા  રિયલ ડાઇમ મદદ કરવામાં આવી રહી છે. તેમાં જરૂરિયાતમંદના લોકેશન શેર કરવામાં આવે છે. પછી ટીમ તુરત પહોંચી મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો