તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અર્થતંત્ર પહેલાં, જિંદગી પછી:ભારત, પાકિસ્તાન, રશિયા, મેક્સિકો, ઈરાને લોકડાઉનમાં છૂટ આપ્યા બાદ કોરોનાના કેસ વધ્યા

જેફરી ગેટલમેનએક વર્ષ પહેલા
 • ઈમરાન ખાનના મતે લોકડાઉન ધનિકોને પરવડે, શ્રમજીવીઓ માટે તો નુકસાની જ, પાબંદી લગાવવાના નિર્ણય અંગે અલ્લાહની માફી માગી
 • રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતનની સત્તા આગામી 16 વર્ષ સુધી ચાલતી રહે તેથી બંધારણમાં સંશોધન કરી લોકડાઉન હટાવી રહ્યા છે

ભારત, મેક્સિકો, રશિયા, ઈરાન અને પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે, પણ સરકારોએ લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો છે. નેતાઓને લાગે છે કે બીમારીના ફેલાવાનો ભય રાખવાને બદલે અર્થતંત્ર પર ધ્યાન આપવું વધુ જરૂરી છે.  

વિકાસશીલ દેશો સહિત અન્ય ઘણા દેશોના નેતાઓના મંતવ્ય મુજબ, આર્થિક તબાહીના જોખમ વિના લોકડાઉન આગળ ચલાવી શકાય નહીં. ખાસ કરીને દેશના ગરીબ નાગરિકોને પડતી હાલાકીનો મુદ્દો પણ નજરઅંદાજ ન કરી શકાય. તેના લીધે લોકડાઉન અંગેના વૈશ્વિક દ્રષ્ટિકોણમાં બદલાવ આવ્યો છે. પહેલાં એવું કહેવાતું હતુ કે વાયરસથી બચવા માટે ઘરમાં રહો. પરંતુ હવે બીમારી અને મોતને સ્વીકાર કરીને શક્ય તેટલાં લોકોનું જીવન બચાવવાની કોશિષ કરવામા આવી રહી છે. વિકાસશીલ દેશોમાં અત્યારે સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં રોજ દસ હજાર જેટલા કેસ નોંધાઇ રહ્યા છે. 

ભારતઃ લોકડાઉન બહુ વહેલું લાગુ કરવામા આવ્યું
નવી દિલ્હીથી હેલ્થ ઇકોનોમિસ્ટ ઇન્દ્રાણી ગુપ્તા જણાવે છે કે અહીં લોકડાઉન લાગુ કરવામાં ઉતાવળ થઈ હોવાનો મત છે. ભારતનું અર્થતંત્ર ઘણા અંશે કામદારો પર નિર્ભર છે. જો લોકડાઉન હજુ અમુક મહિનાઓ સુધી રહેત તો કરોડો લોકો તેમનો રોજગાર ગુમાવી દેત અને એને લીધે થતી આત્મહત્યાનું પ્રમાણ પણ ખાસ્સું ઊંચું હોત. મને લાગે છે કે શાંત રહેવાને બદલે નિશ્ચિત ઉપાયો કરવાનો આ સમય છે. 

નવી દિલ્હી સ્થિત એક કબ્રસ્તાનમાં કોરોના સંક્રમિત દર્દીની દફનવિધિ ચાલી રહી છે.
નવી દિલ્હી સ્થિત એક કબ્રસ્તાનમાં કોરોના સંક્રમિત દર્દીની દફનવિધિ ચાલી રહી છે.

રશિયાઃ પુતિન 2036 સુધી રાષ્ટ્રપતિ પદે રહી શકે તેથી લોકડાઉન ખોલ્યું

 • આ અઠવાડિયે મોસ્કોના મેયરે 30 માર્ચથી જે પાબંદીઓ લાગુ કરી હતી તે હટાવી લીધી હતી. આ નિર્ણયના લીધે અમુક રોગ નિષ્ણાંતો ચોંકી ઉઠ્યા છે. તેઓ અગાઉથી જ લગાતાર વધી રહેલા કેસ તરફ ધ્યાન દોરી રહ્યા હતા.
 • રાજકીય નિષ્ણાંતો જણાવે છે કે રિઓપન કરવાનું એક કારણ 1 જુલાઇના રેફરેન્ડમ માટે રસ્તો તૈયાર કરવાનું હતું. આ રેફરેન્ડમ દેશના બંધારણમાં સંશોધન કરીને વ્લાદિમીર પુતિનને 2036 સુધી સત્તા અપાવી શકે છે. અગાઉ આ રેફરેન્ડમ એપ્રિલમાં થવાનું હતું પરંતુ લોકડાઉનને લીધે ટળી ગયું હતું.
 • લાંબા સમય સુધી ઘરોમાં પૂરાઈ રહેલાં મોસ્કોના લોકો મંગળવારે સૂર્યસ્નાન માટે બહાર નિકળ્યા હતા. આ પહેલા સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક પાસ માત્ર ગ્રોસરી અને ફાર્મસીમા કામ કરતા લોકો માટે જ ઇશ્યૂ કરવામા આવ્યો હતા.
 • મોસ્કોના મેયરે વીડિયો બ્લોગ દ્વારા જણાવ્યું કે આપણે તબાહીથી બચવામા સફળ રહ્યા. શહેરે કોરોના વાયરસને હરાવવાનું શરૂ કરી દીધુ છે. જોકે હજુ પણ રશિયામાં રોજ સંક્રમણના 8-9 હજાર નવા કેસ નોંધાઇ રહ્યા છે.
રવિવારે મોસ્કોના રિવરફ્રન્ટનું એક દ્રષ્ય.
રવિવારે મોસ્કોના રિવરફ્રન્ટનું એક દ્રષ્ય.

મેક્સિકોઃ રાષ્ટ્રપતિએ દેશના પ્રવાસ સાથે લોકડાઉન હટાવ્યું

 • રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેનુઅલ લોપેઝ ઓબ્રાદોરે કોવિડ 19ના કેસની સંખ્યા વધી રહી હોવા છતા દેશમાં ક્વોરેન્ટીન ખતમ કરી દીધું છે. તેમણે જૂનમાં દેશનો પ્રવાસ શરૂ કર્યો હતો અને તેની સાથે રિઓપનની પ્રક્રિયા પણ શરૂ કરી હતી.
 • મેનુઅલે કહ્યં કે આપણે હવે નવા દૃષ્ટિકોણ સાથે બદલાયેલ સંજોગોને પૂર્વવત્ત કરવા તરફ આગળ વધવું પડશે. કારણ કે તેના પર દેશનું અર્થતંત્ર અને લોકોની ભલાઇ ટકેલા છે. જોકે અન્ય દેશોની જેમ અર્થવ્યવસ્થાને સુધારવા માટે મેક્સિકોએ કોઇ આર્થિક પેકેજ જાહેર કર્યું નથી.
 • મેક્સિકો સિટીમાં હોસ્પિટલ , મડદાઘર અને કબ્રસ્તાન ભરાઇ ચૂક્યા છે. અમુક લોકોએ ખાનગીમાં જાણબહાર તેમના સંબંધીઓને દફનાવીને નિયમો તોડ્યા છે. ડોક્ટરોને ડર છે કે હજુ ખરાબ સમય આવવાનો છે. ડોક્ટર એલેઝેન્દ્રો માસિયાસ કહે છે કે હજુ આપણે મહામારીના શરૂઆતના તબક્કામા છીએ.

પાકિસ્તાનઃ 2500થી વધુ સ્વાસ્થ્યકર્મી સંક્રમિત

 • પાકિસ્તાનમાં પણ સરકારે પાબંદીઓમાં છૂટ આપી છે. શહેરોની બહાર કોઇ માસ્ક પહેરતું નથી અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન પણ નથી થઇ રહ્યું. લાહોરમાં જૂના શહેરની ગલીઓમાં લોકોની ભીડ લાગેલી હોય છે. ગત અઠવાડિયે પાકિસ્તાનમાં સંક્રમણના કેસ લગભગ બમણા થઇ ગયા હતા. અહીં ટેસ્ટિંગ ખૂબ ઓછા હોવાના કારણે વાયરસ કેટલો ફેલાયો છે તે અંગે સચોટ માહિતી મેળવવાનો કોઇ ઉપાય નથી.
 • ડોક્ટર્સની એક સંસ્થાના દાવા પ્રમાણે અહીં 2500થી વધુ હેલ્થકેર વર્કર્સ બીમારીનો ભોગ બની ચૂક્યા છે જે પૈકી 34ના મોત થયા છે. કોરોના વાયરસના લીધે પ્રશાસનમાં પણ ઓછામા ઓછા 5 અધિકારીઓના મોત થયા છે તેમ છતા બધું શરૂ થઇ રહ્યું છે.
 • વડાપ્રધાન ઇમરાન ખાને લોકડાઉનને અમીરોની ચીજ ગણાવ્યું છે. તેમનો કહેવાનો અર્થ એવો હતો કે માત્ર ધનિક લોકો જ ઘરમાં બંધ રહેવા છતાં ગુજરાન ચલાવી શકે છે. ઇમરાને ટ્વિટર પર લખ્યું કે અમે મજૂરો, ફેરિયાઓ તેમજ ગરીબીનો સામનો કરી રહેલા લોકો વિશે વિચાર્યા વિના લોકડાઉન માંગ્યું. અલ્લાહ અમારા પાપ માફ કરે.

ઈરાનઃ લોકડાઉન જલ્દી ખોલી નાખવામા આવ્યું, કોરોના કેસ હજુ સુધી ઓછા થયા નથી

 • મહામારીની શરૂઆતમાં ઈરાન વાયરસના પ્રમુખ કેન્દ્રો પૈકી એક હતું. મે મહિનાની શરૂઆતમાં દેશમાં ત્રણ અઠવાડિયાના નાના લોકડાઉનને ખોલવાનો નિર્ણય કરવામા આવ્યો હતો. આ નિર્ણય અર્થવ્યવસ્થાને બચાવવા માટે લેવામા આવ્યો હતો.
 • ઈરાનના નેતાઓએ કહ્યું કે કોરોના વાયરસ એ સચ્ચાઇ છે જેની સાથે ઈરાનના લોકોને જીવતા શીખવું પડશે. દેશમાં જલદી લોકડાઉન ખોલી દેવા અંગે હેલ્થ એક્સપર્ટસે બીજા તબક્કાની પણ ચેતવણી આપી હતી.
 • એક મહિના બાદ અહીં વાયરસનો બીજો તબક્કો શરૂ થયો હતો. 4 જૂને ઈરાનમાં એક દિવસમાં સૌથી વધુ 3574 નવા કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ તેનો આરોપ સરકાર પર લગાવ્યો હતો.
 • રાષ્ટ્રપતિ હસન રૂહાની લગાતાર કહી રહ્યા છે કે ઇકોનોમીને ખુલી રાખવી પડશે કારણ કે ઈરાન પાસે બીજો કોઇ વિકલ્પ નથી. તે સિવાય તેમણે કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના સભ્યોને ચેતવણી આપી છે કે તે લોકો બીજા કે ત્રીજા તબક્કાના નામે કોઇને ડરાવે નહીં.
અન્ય સમાચારો પણ છે...