કોરોનાએ ફરી માથું ઊંચક્યું:યુરોપમાં સપ્તાહમાં 20 લાખ કેસ નવા આવ્યા, અમેરિકામાં કેસ એક લાખ નજીક; નેધરલેન્ડમાં આજથી 3 સપ્તાહનું આંશિક લોકડાઉન

23 દિવસ પહેલા
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે લંડનના એક વેક્સિન સેન્ટરની મુલાકાત લીધી હતી
  • અમેરિકામાં રોજ એક હજારથી વધારે લોકોના મોત થયા છે
  • ઓસ્ટ્રિયામાં વેક્સિન ન લેનારને ઘરોમાં બંધ કરાયા
  • 80% વેક્સિનેશન કરનાર સ્પેનમાં પણ કોરોનાના કેસ વધ્યા

કોરોનાની ત્રીજી લહેરમાં વધતા કેસોના કારણે ઘણાં દેશોમાં ફરીથી કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને યુરોપમાં કોરોના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. યુરોપમાં છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 3 હજાર 662 અને છેલ્લાં એક સપ્તાહમાં 20 લાખ કુલ કેસ નોંધાયા છે. નેધરલેન્ડ્સની સ્થિતિ ખરાબ થતા જોઈને શનિવાર સાંજથી અહીં 3 સપ્તાહનું આંશિક લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન રેસ્ટોરાં અને બિન જરૂરી સામાનની દુકાનો વહેલી બંધ કરવામાં આવશે. તે ઉપરાંત મોટી સ્પોર્ટ્સ ઈવેન્ટમાં દર્શકોની એન્ટ્રી ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે, નેધરલેન્ડમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 16,204 કેસ નોંધવામાં આવ્યા છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે એક વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને શુક્રવારે એક વેક્સિનેશન સેન્ટરની મુલાકાત લીધી હતી

અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ 90 હજારથી વધારે નોંધાઈ રહ્યા છે. ગઈકાલે અમેરિકામાં 90 હજાર 208 કેસ અને એના આગળના દિવસે 90 હજાર 754 કેસ નોંધાયા છે. અહીં રોજ એક હજારથી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે. બીજી તરફ, યુરોપના દેશોમાં પણ કોરોના વકરી રહ્યા છે. બ્રિટનમાં ગઈકાલે 40 હજાર 375 કેસ નોંધાયા હતા. ઓસ્ટ્રિયામાં વેક્સિન ન લેનારને ઘરોમાં બંધ કરાયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે યુરોપમાં એક સપ્તાહમાં 20 લાખ કેસ નોંધાયા છે અને 27 હજાર લોકોનાં મોત થયાં હતાં. પશ્ચિમ યુરોપમાં વેક્સિનેશનનો દર વધારે હોવા છતાં અહીં કોરોનાના વધારે કેસ નોંધાઈ રહ્યા છે.

દેશકેસમોત
અમેરિકા90,208987
જર્મની48,184228
બ્રિટન40,375145
રશિયા40,1231235
યુક્રેન24,058750
તુર્કી23,637217
નેધરલેન્ડ16,20432
બ્રાઝિલ14,424612
પોલેન્ડ12,96531
ભારત11,850555

​​​જર્મની અને રશિયામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. જર્મનીમાં ગઈકાલે 48 હજારથી વધારે કેસ નોંધાયા હતા, જ્યારે રશિયામાં 40 હજાર કેસ નોંધાયા હતા.

દૈનિક મૃત્યુઆંકની બાબતમાં રશિયા મોખરે
રશિયામાં ગઈકાલે 1235 લોકોનાં મોત થયાં હતાં, બે દિવસ પહેલાં પણ 1237 લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં બે દિવસ પહેલાં 1062 અને ગઈકાલે 987 લોકોનાં મોત થયાં હતાં. યુક્રેન 750, બ્રાઝિલમાં 612 અને ભારતમાં 555 લોકો મોતને ભેટ્યા હતા.

ઓસ્ટ્રિયામાં વેક્સિન ન લેનારને ઘરોમાં બંધ કરાયા
ઓસ્ટ્રિયાના ચાન્સેલર અલેક્ઝેન્ડર શાલેનબર્ગે શુક્રવારે જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રિયા અને સાલ્ઝબર્ગમાં વેક્સિન ન લેનારા લોકો સોમવારથી જરૂરી સામાન ખરીદવા, ડોક્ટરને મળવા કે નોકરીએ જવા માટે જ ઘરની બહાર નીકળી શકશે.

80% વેક્સિનેશન કરનાર સ્પેનમાં પણ કોરોનાના કેસ વધ્યા
સ્પેનમાં 80% લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે. લોકો માસ્ક પણ પહેરી રહ્યા છે. આમ છતા અહીં કોરોનાના કેસ વધી રહ્યા છે. સ્પેનમાં ગઈકાલે 4353 કેસ નોંધાયા હતા અને 26 લોકો મોતને ભેટ્યા હતા.

યુરોપમાં કેસ વધવાના 2 કારણ
કોરોના પર WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)ની ટેક્નિકલ ટીમનું કહેવું છે કે યુરોપમાં મહામારી વધવાનું કારણ માસ્ક ન પહેરવું અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાનલ ન કરવું છે.અમે તમામ દેશને કહી રહ્યા છીએ કે તેઓ વર્તમાન સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોતા દેશની સ્થિતિ મુજબ નિર્ણય લે.

WHOની સલાહ- જરૂરિયાતમંદ લોકોને વેક્સિન નહીં મળે તો આ સ્કેન્ડલ હશે
WHOનું કહેવું છે કે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ સ્વસ્થ અને બાળકોને આપવાની જરૂર નથી. વિશ્વના ઘણા દેશોમાં આજે પણ હેલ્થવર્કર્સ, સીનિયર સિટીજન્સ અને હાઈ રિસ્ક કેટેગરીવાળા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ પણ અપાયો નથી. આવામાં જેમને જરૂર નથી તેઓને પણ બૂસ્ટર ડોઝ આપવો તે સ્કેન્ડલ હશે.

અન્ય સમાચારો પણ છે...