તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • International
 • Corona Became A Vaccine, Africa Became Polio Free; Kamala Harris Became America's First Female Vice President

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં દુનિયાની ટોપ 10 સિદ્ધિ:કોરોનાની વેક્સિન બની, આફ્રિકા પોલિયો મુક્ત થયું; કમલા હેરિસ બન્યા અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ

2 મહિનો પહેલા
 • દુનિયાએ માસ્કથી મહામારીની સામનો કર્યો
 • ગર્વ કરો, કેમ કે કાર્બન ઉત્સર્જનને ખત્મ કરવાની દિશામાં મોટી સફળતા મળી
 • ખુશ થઈ જાઓ, કેમ કે 24 કિમી. દૂરથી પણ લઇ શકાશે સ્પષ્ટ તસવીર

વર્ષ 2020, જ્યારે દુનિયાભરમાં કોરોના કહેર બનીને તૂટી પડ્યો. કોઈ નાજુક સ્થિતિમાંથી લડીને બહાર આવ્યું, તો ક્યાંક પોતાનાઓથી સાથ પણ છૂટ્યો. દરેક વ્યક્તિને એક વાત તો સમજાઈ કે સંક્રમણથીબચાવ જ હાલ માં સાચી વેક્સિન છે. આખું વર્ષ ફ્ક્ત કોરોના અને વેક્સિન જ ચર્ચામાં રહ્યું. આ દરમિયાન અનેક મોટી સિદ્ધિઓ પણ સામે આવી. જાણો દુનિયાભરની તે સિદ્ધિ જેના સમાચાર આપની સામેથી પસાર થયા, પણ કોરોનાએ તેને સમજવાની તક જ ન આપી.

1. કોરોના ફેલાયો ચીનથી, પરંતુ વેક્સિન સૌથી પહેલા બ્રિટનના લોકો સુધી પહોંચી

 • દુનિયાભરમાં કોરોના ચીનથી ફેલાયો, પરંતુ વેક્સિન સૌ પ્રથમ બ્રિટનના લોકો સુધી પહોંચી. ત્યાં 8 ડિસેમ્બરથી વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ થયો હતો. આમાં, 80 વર્ષથી વધુ ઉંમરના લોકો અને આરોગ્ય કર્મચારીઓને સામેલ કરાયા હતા. બ્રિટને ફાઇઝર-બાયોએનટેક પાસેથી 8 લાખ ડોઝ ખરીદ્યા છે. અહીં 4 લાખ લોકોને બે-બે ડોઝ આપવાના છે. પ્રથમ ડોઝ 90 વર્ષના દાદી મારગ્રેટ કીનનને આપવામાં આવ્યો.
 • અત્યાર સુધીમાં 7 વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી મળી: અત્યાર સુધીમાં ચીનની 4, રશિયાની 2 અને અમેરિકાની 1 વેક્સિનને ઈમરજન્સી મંજૂરી મળી ચૂકી છે.

2. અમેરિકન એસ્ટ્રોનોટ ક્રિસ્ટીના કોચે અંતરીક્ષમાં 328 દિવસ રહીને બનાવ્યો રેકોર્ડ

 • નાસાની અવકાશયાત્રી ક્રિસ્ટીના કોચ 6 ફેબ્રુઆરી, 2020ના રોજ અવકાશમાં 11 મહિના વિતાવ્યા બાદ ધરતી પર પરત ફરી હતી. આ કોઈ મહિલાનું અત્યાર સુધીનું સૌથી લાંબું અવકાશ મિશન છે.ક્રિસ્ટીનાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર 328 દિવસ વિતાવ્યા. આ સમય દરમિયાન, પૃથ્વીના 5,248 ચક્કર લગાવ્યા હતા. ક્રિસ્ટીનાનું આ પહેલું મિશન હતું. જેમાં તેમણે મંગળન મિશન, ગુરુત્વાકર્ષણ, સ્પેશ રેડીએશન અને મહિલાઓના શરીર પર તેની અસરથી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી હતી.
 • અગાઉનો રેકોર્ડ 288 દિવસનો હતો: નાસાના જણાવ્યા મુજબ, અગાઉનો રેકોર્ડ અમેરિકન મહિલા અવકાશયાત્રી પેગી વિટસનના નામે હતો. 2016-17માં પેગીએ 288 દિવસ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરમાં વિતાવ્યા હતા.

3. નેપાળ હવે ગરીબ નહીં, 2022 સુધીમાં વિકાસશીલ દેશ બનવાનું લક્ષ્ય

 • નેપાળનું હવે નિમ્નથી મધ્યમ અર્થતંત્ર બની ગયું છે. વિશ્વ બેંકે જુલાઈમાં તેના પર મહોર લગાવી હતી. જો કે, કોરોનાને કારણે નેપાળમાં પર્યટન અને હોટલનો ધંધો ભાંગી પડ્યો છે. આ દરમિયાન આર્થિક સંકટનો સામનો કરી રહેલા નેપાળ માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ 1584 કરોડ રૂપિયાનું ભંડોળ બહાર પાડ્યું. સંયુક્ત રાષ્ટ્રએ નેપાળને 2022 સુધીમાં વિકાસશીલ દેશ બનવાનું લક્ષ્ય આપ્યું છે.
 • 45% લોકો જ નેપાળી બોલે છે: વર્લ્ડ બેંક અનુસાર, નેપાળની વસ્તી 2.84 કરોડ છે. અહીંની 81.3% વસ્તી હિન્દુ છે અને 45% લોકો નેપાળી ભાષા બોલે છે.

4. વિશ્વ કોરોના સામે લડતું રહ્યું અને આફ્રિકા પોલિયો મુક્ત થઈ ગયું

 • 25 ઓગસ્ટે WHOએ તેના પર મહોર લગાવી દીધી. આફ્રિકન દેશ નાઇજિરિયામાં પોલિયો વાયરસ બચ્યો હતો. અહીં છેલ્લા 4 વર્ષમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. 1996માં આફ્રિકામાં લગભગ 75 હજાર બાળકો પોલિયોના શિકાર બન્યા હતા.
 • હવે ફક્ત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પોલિયો: દુનિયામાં હવે પોલિયો વાયરસ ફક્ત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જ સક્રિય છે. દેશમાં 4 વર્ષ સુધી પોલિયોની કેસ સામે ન આવવા પર તે દેશને પોલિયો મુક્ત માનવામાં આવે છે. ભારત 2014માં પોલિયો મુક્ત બન્યું છે.

5. નજીક આવ્યા દુશ્મન, ઇઝરાયલ અને યુએઇ વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર

 • કટ્ટર દુશ્મન માનવામાં આવતા ઇઝરાયલ અને સાઉદી અરબ (યુએઇ- વચ્ચે ઓગસ્ટમાં ઐતિહાસિક સમજૂતી થઈ હતી. આ સમજૂતી કરાવી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે. 1948માં આઝાદી બાદ અરબ દેશ સાથે ઇઝરાઇલનો આ ત્રીજો કરાર છે. આ અગાઉ તેણે જોર્ડન અને ઇજિપ્ત સાથે કરાર કર્યા છે. યુએઈ સાથે ઇઝરાઇલની મિત્રતા પર પેલેસ્ટાઇને તેનો વિરોધ કર્યો, જ્યારે ઘણા દેશો આ સમજૂતીથી આશ્ચર્યચકિત થયા હતા.
 • ટ્રમ્પે એક તીરથી બે નિશાન સાધ્યા: ટ્રમ્પે સમજૂતી કરાવીને ઈરાન પર નિશાન સાધ્યું છે. ઈરાનના અરબ દેશો અને અમેરિકા સાથેના તણાવભર્યા સંબંધો છે. ઈરાન પરમાણુ શક્તિ મેળવવા માંગે છે. અમેરિકા, ઇઝરાયલ અને અરબ દેશ તેને રોકવા માંગે છે. આ માટે ત્રણેય દેશો સાથે આવ્યા.

6. સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલથી પાણીમાં ઉતાર્યા અંતરિક્ષ યાત્રી, 45 વર્ષ બાદ આવું થયું

 • અમેરિકાની પ્રાઈવેટ અંતરિક્ષ કંપની સ્પેસએક્સનું ડ્રેગન કેપ્સૂલ 2 ઓગસ્ટે ધરતી પર પહોંચી હતી. ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી ધરતી સુધીની યાત્રા કરવામાં તેને લગભગ 19 કલાક લાગ્યા હતા. 45 વર્ષ પછી અમેરિકાનું કોઈ અવકાશયાન સમુદ્ર સપાટી પર ઉતરાણ કર્યું. મિશન પડકારજનક હતું, કારણ કે ઉતરાણ માટે પસંદ કરવામાં ફ્લોરિડા નજીક ઈસાયસ ચક્રવાતની ચેતવણી આપવામાં આવી હતી. તે છતાં પણ તેને પોતાની યાત્રા ચાલુ જ રાખી હતી.
 • હવે અમેરિકાએ નહીં ચૂકવવા પડે લાખો ડોલર: 2011માં સ્પેસ શટલ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ અમેરિકન સ્પેસ એજન્સી નાસ અવકાશમાં અંતરિક્ષયાત્રીને મોકલવા માટે રશિયા પર નિર્ભર હતું. રશિયા એક અંતરિક્ષયાત્રી મોકલવા માટે અમેરિકા પાસેથી આશરે 550 કરોડ રૂપિયા લેતું હતું. આ પહેલીવાર છે જ્યારે એલોન મસ્કની કંપની સ્પેસએક્સએ અવકાશયાત્રીને અવકાશમાં મોકલ્યો હતો.

7. અમેરિકામાં બનેલો 3200 મેગાપિક્સલનો કેમેરો 24 કિ.મી. દૂરથી બોલની તસવીરો લઈ શકશે

 • અમેરિકાના વૌજ્ઞાનિકોએ સપ્ટેમ્બરમાં 3200 મેગાપિક્સલ સાથે વિશ્વનો સૌથી મોટો ડિજિટલ કેમેરો બનાવ્યો. તે કેલિફોર્નિયાની એસએલએસી નેશનલ એકસીલેરેટર લેબમાં રાખવામાં આવ્યો હતો. એવો દાવો કરવામાં આવે છે કે તે 24 કિમી દૂરથી બોલની તસવીર પણ લઈ શકે છે.અગાઉ પહેલી તસવીર એક બ્રોકલીની લેવાઈ હતી. આ કેમેરા સાથે આગામી 10 વર્ષમાં બ્રહ્માંડની આવી તસવીરો લેવામાં આવશે, જે હજુ સુધી સ્પષ્ટ આવિ શકી નથી.
 • પ્રથમ ડિજિટલ કેમેરો 0.01 મેગાપિક્સલનો હતો: વિશ્વનો પ્રથમ ડિજિટલ કેમેરો ઇસ્ટમેન કોડક કંપનીના એન્જિનિયર સ્ટીવન સેસન દ્વારા 1975માં ડિઝાઇન કરવામાં આવ્યો હતો. તેનું વજન 4 કિલો હતું. પ્રથમ તસવીર લેવામાં 23 સેકન્ડની સમય લાગ્યો. રિઝોલ્યુશન 0.01 મેગા પિક્સલ હતું.

8. સ્કોટલેન્ડમાં હાઇડ્રોજન ફ્યુલ સેલનો ટ્રાયલ, ઘટશે હવાનું પ્રદૂષણ

 • સ્કોટલેન્ડના એબરડીનમાં દુનિયાની પ્રથમ હાઈડ્રોજન ફ્યૂલ સેલથી ચાલનારી ડબલ ડેકર બસની ટ્રાયલ થઈ. ઓક્ટોબરમાં શરૂ થયેલી આ પહેલનો હેતુ કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાનો છે. ફંડા એ છે કે કાર્બન અને હાઇડ્રોજનનું હવામાં મિશ્રણ કરીને વીજળી ઉત્પન્ન થાય છે. એક બસ ચાર્જ કરવામાં 10 મિનિટનો સમય લાગે છે.
 • 100% ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરનાર પ્રથમ રાજ્ય: UKનું સ્કોટલેન્ડ ટૂંક સમયમાં ઘરેલુ ઉપયોગ માટે બળતણ તરીકે ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ કરનારો દુનિયાનો પ્રથમ દેશ બનશે. તેની પાઇપલાઇન અહીં 300 મકાનો સુધી નાખવામાં આવી ચૂકી છે.

9. ચીનની યાન ચંદ્રની ધરતી પરથી 2 કિલોનો ટુકડો લઈને પરત આવ્યું, 44 વર્ષ પહેલા નાસાએ આવું કર્યું હતુ​​​​​​​

 • અમેરિકાના એપોલો અને રશિયાના લૂના મિશન બાદ ચીન દુનિયાનો ત્રીજો એવો દેશ બન્યો, જેને ચંદ્ર પરથી નમૂનો લઈને પરત આવ્યું. 23 નવેમ્બરના રોજ ચીનનું ચાંગ-ઇ-5 યાન ચંદ્ર પર જવા માટે રવાના થયું હતું. ચંદ્રની સપાટી પરથી 2 કિલો વાજાનાનો ટુકડો લઈને યાન 17 ડિસેમ્બરે પરત ફર્યું હતું. તેનું ઉતરાણ મંગોલિયાના આંતરિક ભાગમાં રાત્રે દોઢ વાગ્યે થયું હતું.ચીન તેને પોતાની સૌથી મોટી સફળતા ગણાવી રહ્યું છે. અમેરિકાનો એપોલો 44 વર્ષ પહેલા ચંદ્રના ટુકડા સાથે પરત આવ્યું હતું.
 • ચીનનું મિશન કેમ પડકારજનક છે: અમેરિકા અને રશિયાએ મુસાફરોને અંતરિક્ષમાં મોકલ્યા હતા, પણ ચીને તેમ કર્યું નહીં. ચીનના મિશન જટિલ છે કારણ કે તેમાં કોઈ માનવી સામેલ
 • નથી. આ યાન રોબોટિક છે, જેણે ચંદ્ર પરથી ખડક લઈને આવ્યુ છે.

10. ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ બન્યા

 • ડેમોક્રેટિક પાર્ટીના અમેરીકામાં જો બાઈડેન રાષ્ટ્રપતિ અને કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ સાથે જ ભારતીય મૂળના કમલા હેરિસે ત્રણ રેકોર્ડ બનાવ્યા. તેઓ અમેરિકના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યા. આ પદ મેળવનારા પ્રથમ સાઉથ એશિયન અને અશ્વેત છે. તેમના માતા શ્યામલા ગોપાલન ભારતીય હતા અને પિતા ડોનાલ્ડ હેરિસ જમૈકાના બ્રેસ્ટ કેન્સર નિષ્ણાંત હતા.
 • એક રેકોર્ડ પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઈડેનના નામે પણ: 78 વર્ષના જો બાઈડેન અમેરિકાના ઇતિહાસના સૌથી વધુ વયના રાષ્ટ્રપતિ છે. આ પહેલા સૌથી મોટી વયના અમેરિકના રાષ્ટ્રપતિ હોવાનો રેકોર્ડ રોનાલ્ડ રીગનના નામે હતો. 1989માં રીગને જ્યારે પદ છોડ્યું ત્યારે તેમની ઉંમર 77 વર્ષ 349 દિવસ હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો