તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. એક બાજુ, વેક્સિન ઝડપથી બનાવવાની સ્પર્ધા શરૂ થઈ છે ત્યાં બીજી બાજુ નવા કેસ અને મૃત્યુઆંકમાં અમેરિકા રોજ એનો પોતાનો જ રેકોર્ડ તોડે છે. અમેરિકામાં છેલ્લા એક મહિનાથી રોજ 1 લાખ કરતાં વધુ નવા કેસ આવી રહ્યા છે, જ્યારે છેલ્લા ત્રણ દિવસથી રોજ રેકોર્ડબ્રેક મૃત્યુઆંક નોંધાઈ રહ્યો છે. અમેરિકામાં 1 નવેમ્બરના રોજ 24 કલાકમાં 2669, 2 નવેમ્બરે રેકોર્ડ બ્રેક 2833 અને 3 નવેમ્બરના રોજ 2,918 મૃત્યુઆંક નોંધાયો છે.
અમેરિકામાં મહામારી વિકરાળ સ્વરૂપ લઈ ચૂકી છે. અત્યારસુધીમાં અહીં 1.45 કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના વાઈરસ વર્લ્ડ મીટર દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે, અત્યારસુધીમાં અમેરિકામાં મૃતક આંક 2.82 લાખનો થઈ ગયો છે. માત્ર ન્યૂયોર્કમાં જ 35 હજાર કરતાં વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે ન્યૂજર્સીમાં 17 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. કેલિફોર્નિયામાં અત્યારસુધીમાં કોવિડને કારણે 19 હજારથી વધુ અને ટેક્સાસમાં 22 હજારથી વધારે લોકોનાં મોત થયાં છે, જ્યારે ફ્લોરિડામાં કોરોનાને કારણે 18,700 લોકોનાં મોત થયાં છે. આ ઉપરાંત મેસાચુસેટ્સમાં 10,748 અને પેન્સિલવેનિયામાં 10,504 લોકોનાં મોત થયાં છે.
આ દરમિયાન આશા રાખવામાં આવી રહી છે કે ફાર્મા કંપની દ્વારા મોડર્ના અને ફાઈઝર દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનનો એક જથ્થો આ વર્ષના અંત સુધીમાં અમેરિકામાં દરેક રાજ્યમાં પહોંચાડી દેવામાં આવે. આ પહેલાં મોડર્નાએ અમેરિકાના FDA વિભાગ પાસે કોરોના વેક્સિનની ઈમર્જન્સીના સમયમાં ઉપયોગ કરવાની મંજૂરી માગી હતી. જોકે FDA દ્વારા હજી કોઈ વેક્સિનને મંજૂરી આપવામાં આવી નથી.
થેન્ક્સગિવિંગ પછી નવા પ્રતિબંધો લદાયા
થેન્ક્સગિવિંગની રજાઓ માણીને ઘરે પરત ફરતા અમેરિકન્સ પર કોરોના વાઈરસ સંક્રમણને કારણે ફરી એકવાર કડક નિયમો લગાવી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય અધિકારીઓને આશંકા છે કે રજાઓમાં ઘણા લોકો ભેગા થયા હોવાથી સંક્રમણ વધારે ફેલાવાની શક્યતા છે. આ કારણથી લોસ એન્જેલસ કાઉન્ટીએ તેમના એક કરોડ રહેવાસીઓને ઘરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે અને સિલિકોન વેલીમાં માધ્યમિક સ્કૂલો અને કોલેજો ખોલવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જેણે પોતાના ઘરેથી 150 કિમી દૂર સુધીની યાત્રા કરી હોય તેમને અમુક દિવસ સુધી હોમ ક્વોરન્ટીન રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હવાઈ કાઉન્ટીના મેયરે કહ્યું છે કે બહારથી આવનારા યાત્રી પાસે જો કોવિડ-19 સંક્રમિત ન હોવાનો રિપોર્ટ નહીં હોય તો તે વ્યક્તિએ 14 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે અને જે લોકો રિપોર્ટ લઈને આવ્યા હશે તેમને પણ અહીં આવીને ફરી રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવી શકે છે. ન્યૂજર્સીમાં યુવાનોના દરેક ખેલ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.