તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Controversy Always Leads To Loss: The Forgotten Whale Shows The Way; This Is Called Adherence To Religion With Politeness social Distance

વિશ્વભરનું અવનવું તસવીરોમાં:વિવાદ હંમેશાં નુકસાન નોતરેઃ ભૂલી પડેલી વ્હેલને રસ્તો બતાવ્યો; આને કહેવાય અદબ-સોશિયલ ડિસ્ટન્સ સાથે ધર્મનું પાલન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિવાદ હંમેશાં નુકસાન નોતરે. - Divya Bhaskar
વિવાદ હંમેશાં નુકસાન નોતરે.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનની સરહદો હંમેશાં સળગતી રહી છે. એકબીજાના ઘોર વિરોધી આ બંને દેશો વચ્ચે ક્યારેય શાંતિ સ્થપાતી નથી. દક્ષિણ ઈઝરાયેલના નીર એમ ખાતેની સરહદ પાસેનાં ઘઉંનાં ખેતરોના અમુક હિસ્સામાં ફેલાયેલી આગ આ જ વિવાદનું પરિણામ છે. જ્વલનશીલ બલૂન્સ ઉડાવીને ગાઝામાંથી પેલેસ્ટાઈનવાસીઓએ મોકલ્યા, જેને કારણે ઈઝરાયેલની હદમાં આવેલાં ઘઉંનાં ખેતરોમાં આગ લાગી હતી.

રસ્તો ભૂલેલી વ્હેલને બચાવાઈ

બ્રિટનમાં એક નાનકડી વ્હેલ રસ્તો ભૂલી ગઈ અને સીધી જ લંડનમાં થેમ્સ નદીમાં પહોંચી ગઈ. આ વ્હેલ અટવાઈ તો ગઈ, પણ કેટલાક લોકોનું એના પર ધ્યાન પડ્યું. એ પછી આ વ્હેલને બચાવવાના પ્રયાસો શરૂ થયા અને આખરે તેની મૂળ દુનિયા સમુદ્રમાં છોડી દેવામાં આવી.

આને કહેવાય અદબ!

કોરોનાથી શિક્ષણકાર્યને ફટકો

કોરોનાના કહેરથી સૌથી મોટો ફટકો શિક્ષણકાર્યને પડ્યો છે. અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલી ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીનું આ દૃશ્ય આ વાતની સાબિતી આપે છે. ઓહાયો સ્ટેડિયમમાં જ્યારે ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન થયું ત્યારે ખૂબ ઓછી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તસવીરમાં વિશાળ બેઠક વ્યવસ્થામાં એક ફેમિલી જ માત્ર જોવા મળે છે. કાર્યક્રમ શરૂ થયાનું આ દૃશ્ય છે પણ તેના પછી પણ લોકોની હાજરી ખૂબ પાંખી જોવા મળી હતી.