• Gujarati News
  • International
  • Controversial Pornographic Video Of Pakistani Legislator Goes Viral; The Central Investigation Agency Arrested One Person

PAKમાં સાઈબર ક્રાઈમ:પાકિસ્તાનની ધારાસભ્યનો વિવાદાસ્પદ અશ્લિલ વીડિયો વાયરલ; કેન્દ્રીય તપાસ એજન્સીએ એક વ્યક્તિની ધરપકડ કરી

20 દિવસ પહેલા
  • 26 ઓક્ટોબરના રોજ સાનિયા આશિકે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)પાસે એક ફરિયાદ નોંધાવી

પાકિસ્તાનમાં નેતા પણ સાઈબર ક્રાઈમનો શિકાર બની રહ્યા છે. અહીં પંજાબ પ્રાંતની એક મહિલા નેતાનો અશ્લિલ વીડિયો વાયરલ થયો છે. આ મહિલા નેતા સાનિયા આશિક પાકિસ્તાનમાં તક્ષશિલા વિધાનસભા વિસ્તારમાંથી ધારાસભ્ય છે. સાનિયાએ 26 ઓક્ટોબરના રોજ સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સી પાસે આ વીડિયો અંગે ફરિયાદ દાખલ કરાવી હતી. લાંબી તપાસ બાદ પોલીસે વીડિયો લીક કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે એજન્સીએ અત્યાર સુધી આ કેસમાં કોઈ જ સત્તાવાર નિવેદન જાહેર કહ્યું નથી.

પહેલો નોંધાયેલ કેસ પર નજર
26 ઓક્ટોબરના રોજ સાનિયા આશિકે ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA)પાસે એક ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેની નકલ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પણ શેર કરી હતી. સાનિયાનો આરોપ છે કે સોશિયલ મીડિયા પર કેટલાક દિવસથી એક અશ્લિલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમા દેખાતી મહિલા તેના જેવી દેખાઈ રહી છે અને સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતી મહિલા સાનિયા આશિક જ છે. ધારાસભ્યએ આ અંગે ઈમરાન ખાનની કેન્દ્ર સરકાર સમક્ષ પણ ફરિયાદ કરી છે.

તપાસ કરી રહી છે તપાસ એજન્સી
ફરિયાદ બાદ પંજાબ પ્રાંતની પોલીસ અને FIAએ તપાસ શરૂ કરી છે. આશરે ત્રણ સપ્તાહથી ચાલી રહેલી તપાસ બાદ FIAએ લાહોરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આશ્ચર્યની વાત છે કે પોલીસે તેની ઓળખ જાહેર કરી નથી. આ સાથે પોલીસે વીડિયોમાં દેખાતી મહિલા સાનિયા આશિક છે કે અન્ય કોઈ મહિલા છે તે અંગે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી. ફક્ત વ્યક્તિની ધરપકડની માહિતી આપવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે અમે નવેસરથી ફરિયાદ દાખલ કરી છે. આ વ્યક્તિ અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાનિયા આશિકને મળી રહેલી ધમકી અંગે તપાસ કરવામાં આવશે.

સાનિયાએ શું કહ્યું
'પાકિસ્તાન ટુડે' અખબાર સાથે વાત કરતા સાનિયાએ કહ્યું કે કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર મારો વીડિયો વાયરલ કર્યો છે. આ ઉપરાંત મારી કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ કરી છે. ત્યારબાદથી મને સતત ધમકીભર્યાં ફોન કોલ્સ આવી રહ્યા છે.

કોણ છે સાનિયા આશિક?
સાનિયા આશિક પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PML-N)ની સભ્ય છે. પંજાબ પ્રાંના તક્ષશિલા વિધાનસભા ક્ષેત્ર મેમ્બર ઓફ પ્રોવિંશિયલ (MPA)છે. તેમને પોતાના ધારાસભ્ય કહી શકે છે. ભૂતપુર્વ વડાપ્રધાન નવાજ શરીફની દીકરી મરિયમ નવાજની ઘણી નજીકની માનવામાં આવે છે. ઈમરાન સરકારને અનેક મુદ્દા પર ઘેરતા રહ્યા છે.

મરિયમ નવાજ સાથે સાનિયા આશિક (ફાઈલ ફોટો)
મરિયમ નવાજ સાથે સાનિયા આશિક (ફાઈલ ફોટો)