તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંબાડિયાં ના લેશો!:એલિયન્સનો સંપર્ક કરશો તો ધરતી પરથી સમાપ્ત થશે માનવ, ટોચના વિજ્ઞાનીઓની ગંભીર ચેતવણી

વોશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દુનિયાના ટોચના વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે જો આપણે એલિયન્સનો સંપર્ક કરીશું તો ધરતી પરથી જીવન ખતમ થઈ જશે. ભૌતિકવિદ્ અને વિજ્ઞાન લેખ માર્ક બુકાનને કહ્યું છે કે આ જોખમને જોતાં આપણે પરગ્રહવાસીઓ સાથે સંપર્ક કરવાના કોઈપણ પ્રયાસો બંધ કરી દેવા જોઈએ. તેમણે પોતાના આ દાવાના સમર્થનમાં એક વીડિયોનો ઉલ્લેખ કર્યો છે, જેને એપ્રિલ 2020માં અમેરિકાના સંરક્ષણ વિભાગે જારી કર્યો હતો.

આ વીડિયોમાં નજરે પડે છે કે અમેરિકન નૌસેનાના વિમાન ‘અજાણી હવાઈ વસ્તુ’નો સામનો કરી રહ્યા છે. આ વસ્તુ એટલી ઝડપથી અને એવી દિશામાં ઊડી રહી હતી કે જે માણસે બનાવેલાં વિમાનો દ્વારા સંભવ નથી. એક વર્ષ અગાઉ જ પેન્ટાગોનના એક લીક ફૂટેજમાં નજરે પડ્યું કે સેન ડિયાગોના આકાશમાં ઉપર એક અજાણી વસ્તુ ઊડી રહી હતી, જેના વિશે ખગોળવિદ્દોએ ચેતવણી આપી હતી કે આ સંભવિત એલિયન્સ માટે એમ ન સમજવું જોઈએ કે તેઓ શાંતિ માટે અહીં આવી રહ્યા છે.

‘એલિયન્સ સાથેનો સંપર્ક બની શકે છે ખતરનાક’

ફિઝિશિસ્ટ માર્ક બુકાનનના મતે એલિયન્સ સાથેનો સંપર્ક માનવજાત માટે ઘાતક બની શકે.
ફિઝિશિસ્ટ માર્ક બુકાનનના મતે એલિયન્સ સાથેનો સંપર્ક માનવજાત માટે ઘાતક બની શકે.

બુકાનને વોશિંગ્ટન પોસ્ટમાં લખેલા પોતાના લેખમાં કહ્યું હતું કે આ વાતની શક્યતા છે. આપણે એ વાત માટે આભારી હોવું જોઈએ કે આપણી આસપાસ અત્યારે કોઈ એલિયન સભ્યાના પુરાવા નથી. જો એલિયન્સ છે અને તેમની સાથે સંપર્કનો પ્રયાસ કરવામાં આવે છે તો એ આપણા માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. અંતરિક્ષ પર નજર રાખનારા અન્ય એક ખગોળશાસ્ત્રી જો ગેટર્જે બુકાનનની વાતને સમર્થન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે પરગ્રહવાસીઓની સાથે સંપર્ક કરવાના આપણા પ્રયાસોનાં ગુનાહિત પરિણામો આવી શકે છે. બુકાનને કહ્યું હતું કે એલિયન્સનો સામનો કંઈક એવો હશે જેમ કે ક્રિસ્ટોફર કોલંબસ ઉત્તરી અમેરિકા આવ્યો હતો. એ સમયે ઉત્તરી અમેરિકાની જૂની સભ્યતા ટેકનિકલ રીતે અત્યાધુનિક યુરોપિયન સભ્યતાની સામે નબળી સાબિત થઈ હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણી આકાશગંગા હજુ નવી છે અને નિશ્ચિત રીતે કોઈ અન્ય આકાશગંગામાં આપણાથી પણ પૌરાણિક સભ્યતા હશે.

અમેરિકામાં એલિયન્સને લઈને જોરશોરથી થઈ રહી છે ચર્ચા
બુકાનનના આ દાવાથી વિપરીત અનેક વિશેષજ્ઞો કહે છે કે તેમના વિચારો આનાથી અલગ છે. જો આપણે એલિયન્સનો સંપર્ક કરીએ છીએ તો એ માનવતાને લાભ પહોંચાડશે. તેમણે કહ્યું હતું કે એલિયન્સનો ટેક્નિકનો ઉપયોગ માનવતાની ભલાઈ માટે કરી શકાય છે અને એનાથી ધરતીને બચાવી શકાશે. અમેરિકામાં હાલ યુએફઓને લઈને રિપોર્ટ આવવાનો છે અને અત્યારે એલિયન્સને લઈને જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે.