સાઉદીમાં બની રહ્યું છે 3 લેયરવાળું શહેર:5 મિનિટના અંતરે સ્કૂલ-રેસ્ટોરાં-દુકાનો, એર ટેક્સી ચાલશે; કાયદા પણ અલગ હશે

રિયાદએક મહિનો પહેલા
  • આ પ્રોજેક્ટનું નિર્માણ ત્રણ સ્તરે થશે
  • ઈકો સિટીમાં 10 લાખ લોકો રહી શકશે

સાઉદી અરબે પોતાની ફ્યુચર સિટી ધ લાઈનને આકાર આપવાનું શરૂ કર્યું છે. આ ઈકો સિટીનું નિર્માણકાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2024 સુધીમાં લોકો એમાં જઈને રહી શકશે. લગભગ 170 કિમી લાંબા આ વિસ્તાર ધ લાઈનને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સેન્ટ્રલ સ્પાઈન કહ્યો હતો. ગત જાન્યુઆરીમાં તેમણે આ યોજનાની માહિતી આપી હતી.

હવે બુલડોઝર્સે અહીંના પહાડોને હલાવવાનું શરૂ કર્યું છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ નિર્માણ ત્રણ સ્તરોમાં થશે. પ્રથમ લેયર ચાલતા જતા માણસો માટે, બાકીના બે લેયર્સ ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રહેશે. પ્રોજેક્ટના CEO નદમી અલ નસ્ત્ર જણાવે છે કે મોટા પ્રોજેક્ટ હોવાને કારણે ડેવલપર્સ બે રીતે તેમનું કામ શરૂ કરી રહ્યા છે. આ ઈકો સિટીમાં 10 લાખ લોકો રહી શકશે. તે અલ્ટ્રા હાઈસ્પીડ ટ્રાન્ઝિટ અને ઓટોનોમસ મોબિલિટી સોલ્યુશન્સ સાથે જોડાયેલા રહેશે.

ફ્યુચર સિટી ધ લાઈનને ઝડપથી પૂર્ણ કરવામાં સાઉદી પ્રશાસન લાગી ગયું છે..
ફ્યુચર સિટી ધ લાઈનને ઝડપથી પૂર્ણ કરવામાં સાઉદી પ્રશાસન લાગી ગયું છે..
ધ લાઈનના નિર્માણ દરમિયાન એ વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આસપાસના ગ્રીન વિસ્તાર પ્રભાવિત ન થાય.
ધ લાઈનના નિર્માણ દરમિયાન એ વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આસપાસના ગ્રીન વિસ્તાર પ્રભાવિત ન થાય.

કોઈપણ મુસાફરી 20 મિનિટથી વધુની નહિ હોય
સ્કૂલ, રેસ્ટોરાં, દુકાન તમામ રહેણાક ક્ષેત્રોથી માત્ર 5 મિનિટના જ અંતરે હશે. કોઈપણ મુસાફરી 20 મિનિટથી વધુની નહિ હોય. નિર્માણ એવું હશે કે 95 ટકા પ્રાકૃતિક સંસાધન સુરક્ષિત રહેશે. પ્રોજેક્ટ પર 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેનાથી 3.8 લાખ નોકરીઓ સર્જાશે. હાલ 1500 કર્મચારી સાઈટ પર જ રહીને કામ કરી રહ્યા છે.

આ પ્રોજેક્ટ નિઓમનો હિસ્સો છે. નિઓમ પહેલેથી એની ભવ્યતા માટે જાણીતો છે.
આ પ્રોજેક્ટ નિઓમનો હિસ્સો છે. નિઓમ પહેલેથી એની ભવ્યતા માટે જાણીતો છે.
ડેવલપર્સનો દાવો છે કે ધ લાઈનના લાઈનર શેપ અને ભૂમિગત ઈન્ફ્રાસ્ટ્રકચરથી 95 ટકા નેચરલ લેન્ડસ્કેપને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.
ડેવલપર્સનો દાવો છે કે ધ લાઈનના લાઈનર શેપ અને ભૂમિગત ઈન્ફ્રાસ્ટ્રકચરથી 95 ટકા નેચરલ લેન્ડસ્કેપને સુરક્ષિત રાખવામાં મદદ મળશે.

વિશ્વની સૌથી મોટી કાર્બનમુક્ત સિસ્ટમ
ધ લાઈન પ્રોજેકટ નિઓમનો હિસ્સો છે, આ અંતર્ગત સાઉદીની જોર્ડન અને ઈજિપ્ત સાથે જોડાયેલી સીમા પર 37.5 લાખ કરોડના ખર્ચથી મેગાસિટીનું નિર્માણ થવાનું છે. આ પ્રોજેક્ટ વિશ્વની સૌથી મોટી કાર્બનમુક્ત સિસ્ટમ હશે. તેનાં 16 ઉપનગર હશે. એ ઊર્જા માટે વિન્ડ અને સોલર એનર્જી પર નિર્ભર રહેશે. અહીં પાણીને ઓક્સિજન અને ફ્યુઅલ માટે હાઈડ્રોજનમાં ફેરવવા જેવી આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ થશે.

ધ લાઈનને લઈને જે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, એને વાસ્તવિકતામાં બદલવો એક પડકાર છે.
ધ લાઈનને લઈને જે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, એને વાસ્તવિકતામાં બદલવો એક પડકાર છે.

અહીં કાયદાઓ સાઉદી અરબથી અલગ હશે
પ્રોજેક્ટનો ઉદ્દેશ સાઉદીને સિલિકોન વેલી જેવા ટેક્નિકલ કેન્દ્રમાં બદલવાનું છે. અહીં કારોબારની પ્રગતિ સાથે પર્યાવરણ સંરક્ષણ પર પણ ફોકસ રહેશે. અહીં AI પાવર્ડ ફ્લાઈંગ ડ્રોન ટેક્સી, રોબોટિક ડાઇનોસોરની સાથે જુરાસિક પાર્ક જેવો અમ્યુઝમેન્ટ પાર્ક પણ હશે. વિશ્વનો સૌથી મોટો કોરલ ગાર્ડન, ક્લાઉડ સીડિંગ અને વિશાળ કૃત્રિમ ચંદ્રનો નજારો અદભુત હશે. અહીં ફ્રી ઝોન હશે, એટલે કે કાયદા સાઉદીથી સંપૂર્ણ રીતે અલગ હશે.

અન્ય સમાચારો પણ છે...