તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુપ્તચર રિપોર્ટમાં દાવો:PM મોદીના બાંગ્લાદેશ પ્રવાસ સમયે હિંસા ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું, આ માટે જમાત-એ-ઈસ્લામીએ ફંન્ડિંગ કર્યું

ઢાકાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ અગાઉ અને ત્યારબાદ ત્યાં હિંસક ઘટના બની. તેમાં 12 લોકો માર્યા ગયા - Divya Bhaskar
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ અગાઉ અને ત્યારબાદ ત્યાં હિંસક ઘટના બની. તેમાં 12 લોકો માર્યા ગયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાસ અગાઉ અને ત્યારબાદ ત્યાં હિંસક ઘટના સર્જાઈ છે. કેટલાક સંગઠનો PM મોદીની આ યાત્રાનો વિરોધ કર્યો હતો. પોલીસ સાથેની હિંસક ઝપાઝપીમાં 12 લોકો પણ માર્યા ગયા હતા. હવે ગુપ્તચર એજન્સીનો એક અહેવાલ સામે આવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હિંસા વિરોધ માટેનું કોઈ પરિણામ ન હતું પણ એક સુઆયોજીત ષડયંત્ર હતું. તેની પાછળ પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામીનો હાથ હતો.

અહેવાલ પ્રમાણે પોલીસ, મીડિયા અને સરકારી કાર્યાલયો પર મોટા પ્રમાણમાં હુમલા કરવાની તૈયારી કરવામાં આવી હતી. જમાત-એ-ઈસ્લામીએ આ માટે મોટા પ્રમાણમાં ફંન્ડિંગ પણ કર્યું છે, જેથી PM મોદીની યાત્રા સમયે કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો બનાવી શેખ હસીનાના વડપણ હેઠળની સરકાર પર પ્રશ્ન ઉઠાવી શકાય.

PM મોદી 26-27 માર્ચના રોજ બાંગ્લાદેશ પ્રવાસ પર હતા. અહીં તેમણે દેશની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠમાં ભાગ લેવા ઉપરાંત જેશોરેશ્વરી મંદિરમાં દર્શન કરવા ગયા હતા
PM મોદી 26-27 માર્ચના રોજ બાંગ્લાદેશ પ્રવાસ પર હતા. અહીં તેમણે દેશની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠમાં ભાગ લેવા ઉપરાંત જેશોરેશ્વરી મંદિરમાં દર્શન કરવા ગયા હતા

રિપોર્ટમાં દરોડાની ભલામણ
રિપોર્ટમાં જમાત-એ-ઈસ્લામી અને હિફાજત-એ-ઈસ્લામના નેતાઓના માલિકાના હક્કવાળી હોટેલો પર દરોડા પાડવાની ભલામણ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો જરૂરી બનશે તો કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવવી જોઈએ. જમાત-એ-ઈસ્લામીની મિલકતો, હોસ્પિટલો, વિમા, મદરેસાઓ, ઈમારતોમાં તપાસ કરવામાં આવવી જોઈએ. આ તમામ કોમર્શિયલ કોમ્પ્લેક્સ બંધ કરવા કહેવું જોઈએ.​​​​​​​

દેશભરમાં રવિવારે થયેલી ઝપાઝપીમાં જમાત, શિબિર અને હિફાજતના ઓછામાં ઓછા 200 નેતાઓ અને કાર્યકર્તાઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની પર પોલીસના કાર્યોમાં અવરોધ સર્જવા અને હુમલા કરવાનો આરોપ છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે શુક્રવારે ઢાકાના બૈતુલ મુકર્રમ નેશનલ મસ્જિદમાં ઝપાઝપીના કેસમાં 600 અપરિચિત લોકોની સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

જમાતે 60 ટકા સમર્થકોને ઢાકા બોલાવ્યા હતા
​​​​​​​
અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જમાત-એ-ઈસ્લામના નેતાઓને મોદીની યાત્રાને ધ્યાનમાં રાખી પોતાના 60 ટકા સમર્થકોને રાજધાની ઢાકા આવવા માટે કહ્યું હતું. જેને લીધે ઈસ્લામી વિદ્યાર્થી સંગઠન, મહિલા વિંગ અને ઈસ્લામિક શૈડો સંગઠન (મહિલાઓ અને બાળકો સહિત)ના મેમ્બર ઢાકા આવ્યા. તેમને 3 ગ્રુપમાં વહેચવામાં આવ્યા હતા.

ગુપ્ચચર અહેવાલમાં જાણવા મળ્યું છે કે ષડયંત્ર પ્રમાણે જમાતના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ શિબિર સાથે પહેલા ગ્રુપને PM મોદી વિરોધી કાર્યક્રમોમાં સામેલ થવાનું હતું. બીજા ગ્રુપને ડાબેરી શેડ સંગઠનની સાથે મોદી વિરોધી રેલીમાં ભાગ લેવાનો હતો. ત્રીજા ગ્રુપને હિફાજતના 6 ઈસ્લામી રાજકીય દળોના પ્રદર્શનનો ભાગ બનવાનું હતું.

બાંગ્લાદેશના ઈસ્લામિક ગ્રુપ હિફાજત-એ-ઈસ્લામે 28 માર્ચના રોજ એક દિવસની દેશવ્યાપી હડતાલ પાડી હતી
બાંગ્લાદેશના ઈસ્લામિક ગ્રુપ હિફાજત-એ-ઈસ્લામે 28 માર્ચના રોજ એક દિવસની દેશવ્યાપી હડતાલ પાડી હતી

શેખ હસીનાની સરકાર પાડવાનું ષડયંત્ર
​​​​​​​
દરમિયાન એક બાજુ ગુપ્તચર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જમાત, હિફાજત અને વિપક્ષી બાંગ્લાદેશી નેશનલિસ્ટ પાર્ટી પ્રધાનમંત્રી શેખ હસીનાની સરકાર પાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે. સિવિલ-સોસાયટીના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે જે રીતે સંગઠન વિરોધ-પ્રદર્શન કરી રહ્યું છે, તેનો ઉદ્દેશ સ્પષ્ટ છે. દેશમાં શાંતિ અને વિકાસમાં અવરોધ ઉભો કરવા માંગે છે.

સિવિલ સોસાયટીનું કહેવું છે કે જે રીતે આ લોકો પ્રદર્શન કરી રહ્યા છે તે અયોગ્ય છે. તેમની સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. દરમિયાન સરકારે કાયદો-વ્યવસ્થા બનાવવા માટે ઢાકા અને દેશના અન્ય ભાગોમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના સૈનિકોને ગોઠવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો