તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Prime Minister Justin Trudeau)એ દિવાળીના પર્વ પર સૌને શુભેચ્છા પાઠવી છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કરે છે. દિવાળી, સત્ય અને પ્રકાશનો તહેવાર 14 નવેમ્બરના રોજ ઊજવવામાં આવશે. ફક્ત ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં આ ઉત્સવ લોકપ્રિય છે.
જસ્ટિન ટ્રુડોએ સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સૌને દિવાળીની ખૂબ શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વીટ કર્યું હતું કે 'દિવાળી આપણને યાદ અપાવે છે કે સત્ય, પ્રકાશ અને સારાપણાનો હંમેશાં વિજય થાય છે. હું આશાવાદી સંદેશ અને આ મહત્ત્વપૂર્ણ તહેવાર મનાવવા માટે સાંજે વર્ચ્યુઅલ ઉજવણીમાં જોડાયો હતો. સૌને દિવાળીની શુભકામનાઓ.'
Diwali reminds us that truth, light, and goodness will always prevail. To celebrate that hopeful message and mark this important festival, I joined a virtual celebration earlier this evening. Happy Diwali to everyone celebrating! pic.twitter.com/2xLrqPW68u
— Justin Trudeau (@JustinTrudeau) November 13, 2020
દીપ સાથે વડાપ્રધાનની તસવીર
જસ્ટિન ટ્રુડોએ ટ્વીટમાં વર્ચ્યુઅલ સેલિબ્રેશનની તસવીર પણ શેર કરી છે. આ તસવીરોમાં ટ્રુડો દીપ પણ પ્રગટાવી રહ્યા છે. ટ્રુડોના આ ટ્વીટ પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ વર્ષે દિવાળી સંદેશનું 'વિશેષ મહત્ત્વ' છે: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવતાં કહ્યું હતું કે આ વર્ષે આ તહેવારનો સંદેશો 'વિશેષ મહત્ત્વ' ધરાવે છે, કારણ કે દુનિયા Covid19 મહામારીનો સામનો કરી રહી છે.
તાજેતરમાં જારી કરાયેલા એક વિડિયો સંદેશમાં વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું હતું કે "અંધકારને નાબૂદ કરવાની કલ્પનાને આપણે સૈદ્ધાંતિક માનતા આવ્યા, આપણા માટે " આ વર્ષે દીપાવલીના સંદેશનું વિશેષ મહત્ત્વ છે. "
સ્કોટ મોરિસને કહ્યું, "પૃથ્વી પરનું દરેક રાષ્ટ્ર Covid19 વૈશ્વિક મહામારી સામે લડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જીવન અને આજીવિકા નાશ પામ્યાં છે અને આપણે અનેક પેઢીઓ પછી આવો પ્રકોપ જોયો છે. એમ છતાં આપના સૌની પાસે આશા છે. 2020માં આખા વર્ષ દરમિયાન આપણા પોતાના ડર હોવા છતાં આપણે એકબીજાને સાથ આપ્યો, પ્રેરણા આપી અને એકબીજાની સાથે ઊભા રહ્યા."
મોરિસને કહ્યું, આ સંકટ સામે સતત ઊભા રહીને સામનો કરનાર "અમારા તબીબી ક્ષેત્રના વ્યાવસાયિકો, શિક્ષકો, સફાઈ કર્મચારીઓ, પોલીસ, સંરક્ષણ દળો અને અન્ય ઘણા લોકો પાસેથી તાકાત અને પ્રેરણા મળી છે." મોરિસને વધુમાં કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા " આ પૃથ્વી પરનો સૌથી સફળ બહુસાંસ્કૃતિક રાષ્ટ્ર છે અને "આ દિવાળી પર હું એ બધાને સન્માન આપું છું જેઓ આ પરંપરાને અહીં સુધી લાવ્યા છે."
યુકેના નાણાપ્રધાન ઋષિ સુનકે દીપાવલી પર્વ નિમિત્તે કરી ઉજવણી
યુકેના નાણાપ્રધાન ઋષિ સુનકને દિવાળીના તહેવાર પહેલાં લંડનમાં તેમના આધિકારિક નિવાસસ્થાન ડાઉનિંગ સ્ટ્રીટમાં 11 નંબરની બહાર દીપ (માટીના દીવાઓ) પ્રગટાવતા જોવા મળ્યા હતા. બ્રિટનમાં ભારતીય મૂળના નાણામંત્રી તેમના નિવાસસ્થાનની બહાર આવ્યા અને દરવાજાની સામે દીપ પ્રગટાવ્યા હતા. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહન્સને ભારતીય મૂળના રાજનેતા ઋષિ સુનકને નાણામંત્રી બનાવ્યા હતા. સુનક ઈન્ફોસિસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. તેઓ જોહન્સન કેબિનેટમાં ભારતીય મૂળના બીજા ક્રમના સૌથી મોટા પ્રધાન છે. લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટમાં યુનાઇટેડ કિંગ્ડમના વડાપ્રધાન અને એક્ઝિક્યુટિવ ચાન્સેલરનાં નિવાસસ્થાન અને ઓફિસો છે. ભારતીયોનો મોટો તહેવાર દીપાવલી પર્વની ઉજવણી બ્રિટનમાં પણ કરવામાં આવે છે.
Chancellor of Exchequer Rt. Honourable @RishiSunak for the 1st time in British History Lit Diwali Diya at 11 Downing Street .
— Indians in London Group (@IIL2004) November 13, 2020
Proud moment for #BritishHindus and #BritishIndians
It’s Happy Diwali Indeed Let the festivities begin 🪔 ! #FestivalofLights #Diwali pic.twitter.com/4Qx8PNrrMJ
અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઊજવ્યું હતું દીપાવલી પર્વ
અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના કાર્યકાળ દરમિયાન ગત વર્ષે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી સેલિબ્રેશન કર્યું હતું. તેમણે વ્હાઇટ હાઉસ ખાતે દીપ પણ પ્રગટાવ્યો હતો. અમેરિકામાં રહેતા ભારતીય લોકો પણ ધામધૂમથી દીપાવલી પર્વની ઉજવણી કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસથી બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત બન્યા છે. ગત વર્ષે તો ટ્રમ્પે દીપાવલી સેલિબ્રેશન કર્યું હતું, પણ હવે અમેરિકામાં સત્તા પરિવર્તન થતાં આ વખતે ટ્રમ્પ દીપાવલી પર્વની ઉજણવી કરશે કે કેમ? એ બાબતે સૌકોઇની નજર છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.