• Gujarati News
  • International
  • Computer Programming machine Learning Is The First Choice Of Young Indian Women, 39 Lakh Are Doing Online Courses On This Subject: Report

ભાસ્કર વિશેષ:કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ-મશીન લર્નિંગ જેવા વિષય ભારતીય યુવા મહિલાની પહેલી પસંદ, 39 લાખ આ વિશેના ઓનલાઇન કોર્સ કરી રહી છે : રિપોર્ટ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકી એજ્યુટેક પ્લેટફોર્મ સાથે 48 લાખ ભારતીય મહિલાઓ જોડાઈ, તે દુનિયામાં બીજા ક્રમ

ઓનલાઈન અભ્યાસ અને કોર્સમાં ભારતીય યુવા મહિલાઓની સંખ્યા મહામારીથી પહેલા કરતા પણ વધારે થઇ ચૂકી છે. મોટી વાત એ છે કે ટેકથી સંબંધિત વિષય આ યુવા મહિલાઓની પહેલી પસંદ છે. મિશિગન યુનિવર્સિટીના પ્રોગ્રામિંગ ફોર એવરીબડી અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના મશીન લર્નિંગ કોર્સ ભારતીય મહિલાઓ દ્વારા સૌથી વધુ પસંદ કરાતા કોર્સ છે. 39 લાખથી વધુ મહિલાઓએ આ કોર્સની પસંદગી કરી છે.

એટલે કે કોર્સેરા પર રજિસ્ટર્ડ કુલ ભારતીય મહિલાઓમાં આશરે 50%એ આ કોર્સની પસંદગી કરી છે. આ દાવો અમેરિકી ઓનલાઈન કોર્સ પ્રોવાઈડર કોર્સેરાએ વુમન એન્ડ સ્કિલ રિપોર્ટમાં કર્યો છે. રિપોર્ટ મુજબ આ લર્નિંગ પ્લેટફોર્મ પર 1.2 કરોડ ભારતીય યૂઝરોએ નોમિનેશન કરાવ્યું છે. તેમાં 48 લાખ યુવા મહિલાઓ છે. રિપોર્ટ મુજબ ટેક્નોલોજી સબંધિત વિષયોમાં મહિલાઓની રુચિ એવા દોરમાં વધી છે જ્યારે દેશના આઈટી સેક્ટરમાં સેલરી અત્યંત વધી ગઇ છે અને મહામારી બાદ ડિજિટલ સ્કિલની વધારે તક મળી રહી છે.

મહિલાઓમાં પાંચ પસંદગીના ટોચના સ્કિલમાં ચાર સ્ટેમ કોર્સ(સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ) છે. તેમાં કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ(20 લાખ ભારતીય મહિલાઓ), મશીન લર્નિંગ(19 લાખ)માં સવાર્ધિક મહિલાઓ છે. જ્યારે પ્રોબેબિલિટી અને સ્ટેટિસ્ટિક્સ, થિયોરિટીકલ કમ્પ્યૂટર સાયન્સ અને કમ્યુનિકેશન જેવા વિષોમાં પણ તેમણે ભારે રસ દાખવ્યો છે.

અમેરિકી અને દુનિયાભરની મહિલાઓનો પણ સૌથી પસંદગીનો વિષય આ જ રહ્યો છે. કમ્યુનિકેશન સંબંધિત વિષયોથી દુનિયાભરની 1.44 કરોડ મહિલાઓ જોડાયેલી છે. પેનસિલ્વેનિયા યુનિવર્સિટીનો ઈંગ્લિશ ફોર કરિયર ડેવલપમેન્ટ, યેલ યુનિવર્સિટીનો સાયન્સ ઓફ વેલબીઈંગ અને ફાયનાન્શિયલ માર્કેટ જેવા કોર્સ પણ ભારતીય મહિલાઓને આકર્ષિત કરે છે. કોર્સેરાના ચીફ કન્ટેન્ટ ઓફિસર બેટ્ટી વેન્ડેનબોશ અનુસાર લેબર માર્કેટની જટિલ સ્થિતિઓ છતાં ભારતીય મહિલાઓને નવા ડિજિટલ સ્કિલ શીખતા જોવી અને વર્કફોર્સ માટે તેમની તૈયારી જોવી ઉત્સાહજનક છે.

14% મહિલા ઉમેદવારો વધી, 62% મોબાઇલથી ઓનલાઈન કોર્સ કરી રહી છે
રિપોર્ટ મુજબ કોર્સેરા પર 190 દેશોના ઉમેદવારો છે. તેમાં 48 લાખ ભારતીય મહિલાઓ છે જે બીજા ક્રમે છે. પહેલા પર અમેરિકા(86 લાખ મહિલાઓ) છે. પ્લેટફોર્મ પર ભારતના કુલ ઉમેદવારોને જોવામાં આવે તો 38% મહિલાઓ છે, 2016માં તે ફક્ત 24% હતી. જ્યારે સ્ટેમ કોર્સમાં પણ મહિલાઓની સંખ્યા ગત બે વર્ષમાં 23%થી વધીને 32% પર પહોંચી ગઈ છે. સૌથી ખાસ વાત એ છે કે 62% મહિલાઓ મોબાઇલના માધ્યમથી ઓનલાઇન કોર્સ કરી રહી છે. જોકે વૈશ્વિક સ્તરે તે ફક્ત 48% છે. કોર્સ કરનાર ભારતીયોની સરેરાશ વય 27 છે. જ્યારે વૈશ્વિક ઉમેદવારોની સરેરાશ વય 31 વર્ષ છે. કોર્સેરા પર 5000 કોર્સ છે. તેમાં 8.7 કરોડ ઉમેદવારો જોડાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...