તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Complete Vaccination In India Will Break The Cycle Of The Virus, If The Whole World Is Not Vaccinated, There Will Be A Wave Of Repeated Infections.

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:ભારતમાં સંપૂર્ણ રસીકરણથી જ વાઈરસનું ચક્ર તૂટશે, આખી દુનિયાને વેક્સિન નહીં અપાય તો વારંવાર ઈન્ફેક્શનની લહેર આવશે

ન્યૂયોર્ક2 મહિનો પહેલાલેખક: રૉન ડિ. પાસ્કેલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વિશેષજ્ઞએ ચેતવણી આપી છે કે, જો કોરોના વાઈરસનો પ્રકોપ લાંબા સમય સુધી રહ્યો તો તેના ખતરનાક સ્વરૂપ સામે આવતા રહેશે. આ વેરિયેન્ટ વેક્સિનોની અસરનો પણ સામનો કરી શકે છે. 40% વસતીને વેક્સિન આપી ચૂકેલા અમેરિકા જેવા દેશોમાં પણ જોખમ પેદા થઈ શકે છે. વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વાઈરલ ઈમ્યુનોલોજિસ્ટ માઈકલ ડાયમંડ કહે છે કે, વાઈરસનું ચક્ર તોડવાનો એકમાત્ર રસ્તો ભારત જેવા દેશોમાં પૂરતું રસીકરણ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ડેટા પ્રોજેક્ટ અનુસાર ભારતમાં 94 કરોડ વયસ્કોમાંથી માત્ર 2%ને જ વેક્સિનના બંને ડોઝ અપાયા છે.

ડૉ. ડાયમંડે કહ્યું કે, મહામારી રોકવા માટે આપણે આખી દુનિયામાં વેક્સિન આપવી પડશે. જો વૈશ્વિક ધોરણે રસીકરણ નહીં થયું તો ઈન્ફેક્શનની નવી લહેર વારંવાર આવશે. ભારતમાં ખતરનાક બીજી લહેર માટે બી.1.617 વેરિયન્ટ જવાબદાર મનાય છે. બીજા દેશોના રિસર્ચર કહે છે, મર્યાદિત ડેટાથી ખબર પડે છે કે કોઈ અન્ય વેરિયન્ટની પણ ભૂમિકા હોઈ શકે છે. જે સૌથી પહેલા બ્રિટનમાં મળેલો અતિ સંક્રામક બી.1.1.7 વેરિયન્ટ છે. હવે આ અમેરિકામાં સંક્રમણનો નવો સ્રોત છે. આ વેરિયન્ટ સામે તમામ મુખ્ય વેક્સિન અસરકારક જોવા મળી છે.

ભારતમાં લોકડાઉનની જરૂર
આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેનના કોવિડ સલાહકાર ડો. એન્થોની ફોસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, સંક્રમણની ચેન તોડવા માટે ભારતમાં દેશવ્યાપી લોકડાઉન લગાવવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...