ભાસ્કર રિસર્ચ:કોરોનાકાળમાં ‘ઈમરજન્સી લેન્ડિંગ’ માટે મજબૂર કંપનીઓ ‘નફાના રન-વે’ થી હજુ પણ દૂર

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉડ્ડયન કંપનીઓ પ્રી-કોવિડની તુલનાએ 50% રિકવરી કરી ચૂકી

ઉડ્ડયન કંપનીઓ 201ઠની તુલનાએ ધીમે ધીમે પાટે ચઢી રહી છે, પણ નફા માટે હજુ તેમણે લાંબુ અંતર કાપવાનું છે.

  • 96% સર્વાધિક મુસાફરોની ચંદીગઢ એરપોર્ટ પર વાપસી
  • 55% બજારની હિસ્સેદારી સાથે ઈન્ડિગો હજુ સૌથી આગળ

જયપુર-ભોપાલ એરપોર્ટની રિકવરી 60%થી પણ ઓછી
જયપુર એરપોર્ટથી સપ્ટેમ્બર 2021માં 2.24 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી. સપ્ટેમ્બર 2019માં આ સંખ્યા 3.97 લાખ હતી. ભોપાલ એરપોર્ટ પર આ દરમિયાન 59,581 મુસાફરો આવ્યા, સપ્ટેમ્બર 2019માં 1.08 લાખ હતા. ચંદીગઢ એરપોર્ટની રિકવરી સૌથી શાનદાર.

ઈન્ડિગોએ બે વર્ષમાં તેની બજાર હિસ્સેદારી 8 ટકા વધારી.. એર ઈન્ડિયા બીજા નંબરે પહોંચી

નોંધ: ત્રણેય વર્ષના આંકડા જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીની મુદ્દતના છે.
સપ્ટેમ્બર 2021માં ઈન્ડિગોની બજાર હિસ્સેદારી સર્વાધિક 55.2% રહી. ગત વર્ષે એ જ મહિને તે 50.5% હતી. કોરોનાકાળથી પહેલા(સપ્ટેમ્બર 2019)ની તુલનાએ તેમાં 8%ની વૃદ્ધિ નોંધાઈ.

ઈન્ડિગો 7 ત્રિમાસિકથી ખોટમાં, સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 1435 કરોડની ખોટ
દેશની સૌથી મોટી ઘરેલુ ઉડ્ડયન કંપની ઇન્ડિગોને જુલાઈ-સપ્ટેમ્બર 2021માં 1435.7 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઈ હતી. સતત 7મી ત્રિમાસિકમાં નુકસાન. માર્ચ 21 ત્રિમાસિકમાં 1147 કરોડની ચોખ્ખી ખોટ ગઈ હતી. ​​​​​​​

અને દુનિયાની આ સ્થિતિ... આ વર્ષે ઈન્ડસ્ટ્રીમાં 40% રિકવરીની શક્યતા
2020-22 વચ્ચે દુનિયાભરમાં ઈન્ડસ્ટ્રીનું કુલ નુકસાન 14.67 લાખ કરોડ રૂ. સુધી પહોંચવાનું અનુમાન છે. 2021માં કુલ મુસાફર 2.3 અબજ હશે. જોકે 2019માં 4.5 અબજ હતા.
સ્ત્રોત - ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન

આશા... અમેરિકાએ આંતરરાષ્ટ્રીય ઉડાનો પરથી પ્રતિબંધ ઊઠાવ્યો
અમેરિકાએ આંતરરાષ્ટ્રીય ઉડાનોને મંજૂરી આપી દીધી છે. તેનાથી ઉડાનો તથા હોલિડે પેકેજ માટે બ્રિટિશ એરવેઝની ઉડાનોનું સર્ચિંગ 900% વધી ગયું. અમેરિકન એરલાઈન્સથી ઉડાનોના રિઝર્વેશનમાં 66-74%નો વધારો નોંધાયો.

અન્ય સમાચારો પણ છે...