• Gujarati News
  • International
  • Yet These Communist Leaders, Including Mao And Lenin, Have Not Been Buried; How Their Corpses Are Preserved

આમના મૃતદેહો સાચવી રખાયા છે!:હજુ સુધી માઓ, લેનિન સહિત આ કોમ્યુનિસ્ટ નેતાઓને દફનાવવામાં આવ્યા નથી; કેવી રીતે તેમના મૃતદેહ જાળવી રખાયા છે તે જાણો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આલ્બર્ટ આઈસ્ટાઈનના મગજને તપાસ માટે કાઢવામાં આવેલુ. જેના પર અનેક વર્ષો સુધી સંશોધન થતું રહેલું
  • ફ્રાંસના જાણિતા રાજા નેપોલિયન બોનાપાર્ટનું લિંગ આજે પણ એક અમેરિકી વૈજ્ઞાનિક પાસે છે

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને એક આદેશ આપ્યો છે. દેશમાં આગામી 11 દિવસ સુધી કોઈ જ ખુશી-આનંદની ઉજવણી કરવામાં આવશે નહીં. લોકોને હસવા તથા શરાબ પીવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દીધો છે. કિમ જોંગ ઉને આ ફરમાન તેમના પિતા કિમ જોંગ ઈલની 10મી પૂર્ણતિથિ નિમિતે જાહેર કર્યું છે.

રસપ્રદ વાત એ છે કે કિમ જોંગ ઈલ કેટલાક મહત્વના કોમ્યુનિસ્ટ નેતાઓ પૈકીના એક છે કે જેમનો મૃતદેહ આજે પણ રાખી મુકવામાં આવેલો છે. મૃત્યુ પામ્યા બાદ પણ તેઓ પોતાની છબિ અને ઉપસ્થિતિના અહેસાસને જાળવી રાખવા ઈચ્છતા હતા. માટે આજ દિવસ સુધી અનેક નેતાઓને દફનાવવામાં આવ્યા નથી. અમે અહીં એવા કેટલાક કોમ્યુનિસ્ટ નેતાઓ અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે જેમના મૃતદેહ આજે પણ જાળવી રાખવામાં આવ્યા છે......

1. સોવિયત સંઘના સ્થાપક વ્લાદિમિર લેનિન

રશિયાના ઈતિહાસમાં લેનિન એક મહત્વના નેતા છે. તેમના નેતૃત્વમાં વર્ષ 1917માં રશિયામાં ક્રાંતિ થઈ હતી. ત્યારબાદ રશિયાના શાસક નિકોલસ ઝાર દ્વિતિયને હટાવી બોલશેવિક પાર્ટીએ સત્તા સંભાળી હતી. વર્ષ 1924માં 54 વર્ષની ઉંમરે લેનિનનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના મગજને હટાવી તેમના શરિરને સુરક્ષિત કરી દેવામાં આવ્યું. મૃતદેહને મોસ્કોના રેડ સ્ક્વાયર પર આવેલ લેનિનના મકરબા પર આજે પણ જોઈ શકાય છે.

2. આધુનિક ચીનના સંસ્થાપક માઓ ત્સે તુંગ

રશિયામાં કોમ્યુનિસ્ટોના શાસન બાદ તેમણે પોતાની વિચારધારા ચીનમાં ફેલાવવાની શરૂઆત કરી. અહીં માઓ ત્સે તુંગ સાથે મળી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપના કરી. આધુનિક ચીનનો શ્રેય માઓને આપવામાં આવે છે. સાંસ્કૃતિક ક્રાંતિના નામે તેમને 7 કરોડ લોકોના મોત માટે જવાબદાર માનવામાં આવે છે. વર્ષ 1976માં તેમના મોત બાદ તેમના મૃતદેહને સંરક્ષિત કરી દેવામાં આવ્યો. આજે પણ બેઈજીંગમાં માઓ ત્સે તુંગનો મકબરો જોઈ શકાય છે.
3. ઉત્તરી વિયેતનામના હો ચી મિન્હ

ઉત્તર વિયતનામના ક્રાંતિકારી નેતા હો ચી મિન્હે ફ્રાંસિસ શાસનને ઉથલાવી દીધેલું. દક્ષિણી વિયેતનામ સાથે યુદ્ધમાં તેઓ શહીદ થઈ ગયેલા. તેમની ઈચ્છા હતી કે મૃત્યુ બાદ તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવે અને તેમના અસ્થિયો દેશના શિખરો પર વિખેરી દેવામાં આવે. જોકે, તેમના મૃતદેહને સંરક્ષિત રાખવામાં આવ્યો છે. માહિતી પ્રમાણે તેમના મૃતદેહનું વિઘટન શરૂ થઈ ચુક્યુ છે.

4. ઉત્તર કોરિયાના કિમ ઈલ સુંગ

કિમ ઈલ સુંગ ઉત્તર કોરિયાના પ્રથમ શાસક હતા, તેમણે કોરિયા યુદ્ધ શરુ કર્યું. તેમનું મોત વર્, 1994માં થયું હતું. 10 દિવસના જાહેર શોક બાદ તેમના મૃતદેહને સંરક્ષિત કરવામાં આવેલું. તેમના મૃત શરીરને કુમસુસાન પેલેસ ઓફ સનમાં તેમના મકબરામાં રાખવામાં આવ્યું છે.

5. ઉત્તર કોરિયાના કિમ જોંગ ઈલ

કિમ જોંગ ઈલ એ ઉત્તર કોરિયાના નેતા કિમ ઈલ સુંગનો દીકરો હતો. તેણે પોતાના પિતાના ક્રુર શાસનની પરંપરાને જાળવી રાખી હતી. પોતાને મસીહા તરીકે સ્થાપિત કરવામાં કોઈ તક છોડી ન હતી. વર્ષ 2011માં તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ તેમના મૃતદેહને પણ સંરક્ષિત કરી કુમસુસાન મેમોરિયલ પેલેસમાં રાખવામાં આવ્યો છે. તેમના દીકરાનું નામ છે કિમ જોંગ ઉન, જે અત્યારે ઉત્તર કોરિયાનો તાનાશાહ છે.

મૃતદેહ ખરાબ ન થાય તે માટે શું કરવામાં આવે છે?

મૃતદેહોને સંભાળી રાખવા માટેનો ઈતિહાસ ઘણો જૂનો છે. ઈજિપ્તમાં મૃતદેહોને એક ખાસ લેપ લગાવીને મમીના સ્વરૂપમાં રાખવામાં આવતા હતા. તેનાથી મૃતદેહ જલ્દીથી ખરાબ થતા ન હતા. 17મી સદીમાં બ્રિટનના ભૌતિક વૈજ્ઞાનિક વિલિયમ હાર્વેએ એક નવી પદ્ધતિ શોધી હતી. તેમણે મૃતદેહની ધમનિયોમાં ઈન્જેક્શન મારફતે ખાસ જાતના કેમિકલને નાંખવાનું શરૂ કર્યું. જેથી મૃતદેહ જલ્દીથી ખરાબ ન થાય. આ પદ્ધતિ આજે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

એવા અનેક લોકો છે કે જેમના અંગો આજે પણ સુરક્ષિત રખાયા છે.....

  • ઈટાલીના જાણિતા વૈજ્ઞાનિક ગેલિલિયોની એક આંગળી અને અંગૂઠાને ઈટાલીના ફ્લોરેન્સ શહેરમાં સંગ્રહિત કરવામાં આવેલ છે.
  • ફ્રાંસના જાણિતા રાજા નેપોલિયન બોનાપાર્ટનું લિંગ આજે પણ એક અમેરિકી વૈજ્ઞાનિક પાસે છે.
  • આલબર્ટ આઈસ્ટાઈનની મૃત્યુ બાદ વર્ષ 1955માં તેમની આંખોને કાઢીને ન્યૂયોર્કમાં એક જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવી છે.
  • આલ્બર્ટ આઈસ્ટાઈનના મગજની તપાસ માટે કાઢવામાં આવ્યું હતું. જેના પર અનેક વર્ષો સુધી સંશોધન થતું રહેલું.
  • ઈશ્વર તરીકેનો દરજ્જો ધરાવતા લોકોના અંગ પણ રાખી મુકવામાં આવ્યાનો દાવો

શ્રીલંકાના કેન્ડી શહેરમાં એક મંદિરમાં આજે પણ ભગવાન બુદ્ધના દાંત રાખવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે. એવી જ રીતે તુર્કીના શહેર ઈસ્તાંબુલમાં મોહમ્મદ સાહેબની દાઢી રાખવામાં આવેલી હોવાનો દાવો કરવામાં આવે છે. રોમની સેન્ટ જોન લેટેરન બેસિલિકામાં ઈસા મસીહાની ગર્ભનાળ સાચવીને રાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે.