સોમવારના ડ્રામા પછી ઇસ્લામાબાદ પોલીસ અને રેન્જર્સ કમાન્ડો મંગળવારે ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના લાહોરના ઘરે પહોંચ્યા છે. આ દરમિયાન ઈમરાન ખાને ફરી એકવાર સોશિયલ મીડિયા પર સમર્થકોને અપીલ કરી છે. કહ્યું- તમારા નેતાનો જીવ જોખમમાં છે. આપણે એકજૂટ રહેવાનું છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પર કહ્યું- બને તેટલી વહેલી તકે લાહોરના જમાન પાર્કમાં ખાન સાહબના ઘરે પહોંચો.
'ડોન ન્યૂઝ' અનુસાર, ઈમરાનના સમર્થકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. ટીયર ગેસ ઉપરાંત વોટર કેનન પણ પોલીસ પાસે છે. પથ્થરમારામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ઈસ્લામાબાદના પોલીસ કમિશનરે કહ્યું- અમે માત્ર કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. જો કોઈ આમાં સમસ્યા સર્જશે તો કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ કહ્યું- પોલીસ અને સરકાર ખાનને મારવા માગે છે.
લાહોર પોલીસે કહ્યું- અમે ઈમરાનની ધરપકડ કરવા આવ્યા છીએ અને તેમને લઈ જઈશું. જેઓ પથ્થરમારો કરી રહ્યા છે. તેને છેલ્લી ચેતવણી આપવામાં આવી છે. પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું- પોલીસે પરત ફરવું જોઈએ. જો સ્થિતિ વધુ વણસે તો તેની જવાબદારી પોલીસ અને સરકારની રહેશે. અહીં લાશો પડવાનો ભય છે.
મહિલા જજને ધમકી આપવા બદલ ઈમરાનની સોમવારે ધરપકડ થવાની હતી. બાદમાં છેલ્લી ઘડીએ તેમને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી રાહત મળી હતી. હવે તોશાખાના કેસમાં તેમની ધરપકડ કરવાની છે. ન્યાયાધીશે તેમને 29 માર્ચ સુધીમાં કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે.
અત્યાર સુધીમાં 80 કેસ નોંધાયા
ઈમરાન ખાન વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 80 કેસ નોંધાયા છે. ખાન પર તોશાખાનામાં જમા ભેટને સસ્તામાં ખરીદી કરવાનો અને વધુ કિંમતે વેચવાનો આરોપ છે. આ અંગે પાકિસ્તાનના ચૂંટણી પંચે તેમને 5 વર્ષ માટે અયોગ્ય જાહેર કર્યા છે. તેમની સંસદ સભ્યપદ પણ રદ કરવામાં આવી છે.
ઈમરાનના સમર્થકોએ આ નિર્ણય વિરુદ્ધ ચૂંટણી પંચ (EC)ની ઓફિસની બહાર હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ ખાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી કાયદા હેઠળ વોરંટ જાહેર કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે 20 ઓગસ્ટે ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન ઈમરાને મહિલા જજ અને પોલીસ અધિકારીઓને ખુલ્લેઆમ ધમકી આપી હતી. દરમિયાન ઈમરાનની પાર્ટી પીટીઆઈની લીગલ ટીમે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં ખાનની ધરપકડ પહેલા જામીન અરજી દાખલ કરી હતી. સોમવારે તેને ફગાવી દેવામાં આવી.
જાણો શું છે તોશાખાનાનો મામલો
સત્તાધારી પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટે ચૂંટણીપંચ સમક્ષ તોશાખાના ગિફ્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ઈમરાને તેમના કાર્યકાળ દરમિયાન અલગ-અલગ દેશોમાંથી મળેલી ભેટનું વેચાણ કર્યું હતું. ઈમરાને ઈલેક્શન કમિશનને કહ્યું હતું કે તેમને આ તોશાખાનામાંથી તમામ ભેટ રૂ. 2.15 કરોડમાં ખરીદવામાં આવી હતી. તેને વેચીને તેને લગભગ 5.8 કરોડ રૂપિયા મળ્યા હતા.
તોશાખાના મામલે આ રીતે પકડાઈ ઇમરાનની ચોરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.