તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Colombia Has The Highest Number Of 171 Deaths In A Single Day, With A Record 55,000 Cases In 24 Hours In The United States And 5.24 Million Deaths Worldwide So Far.

કોરોના વર્લ્ડ LIVE:દુનિયામાં સંક્રમણનો આંક 1 કરોડને પાર, પહેલીવાર પેરિસ ફેશન વીક ઓનલાઈન યોજાશે, WHOએ કહ્યુ- આંકડાઓ ખોટું નથી બોલતા

વોશિન્ગટન3 મહિનો પહેલા
આ તસવીર બ્રાઝિલની છે. જ્યાં કોરોનાને કારણે મોતને ભટેલા લોકોના મૃતદેહ રાખવા માટે અલગ હોલ બનાવવામાં આવ્યો છે.
  • વિશ્વભરમાં અત્યારસુધી 5.24 લાખ લોકોના મોત થયા છે, 61.40 લાખ લોકો સ્વસ્થ થયા છે
  • સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં 28.37 લાખ સંક્રમિત, જ્યારે 1 લાખ 31 હજાર 485 મોત
  • કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં

વિશ્વભરમાં કોરોનાવાયરના લીધે અત્યારસુધી 1 કરોડ 11 લાખ 9 હજાર 770 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાં 62 લાખ 19 હજાર 370 દર્દી સ્વસ્થ થયા છે. 5 લાખ 26 હજાર 640 લોકોના મોત થયા છે. શુક્રવારે 1 લાખ 36 હજાર 854 નવા કેસ વધ્યા. જેમાં સૌથી વધુ અમેરિકામાં 35 હજાર 811 અને ભારતમાં 22 હજાર 721 લોકો કોરોના પોઝિટિવ થયા. દરમિયાન પેરિસ ફેશન વીકને પ્રથમવાર ઓનલાઈન આયોજીત કરવાની જાહેરાત કરાઇ છે. આયોજકોનું કહેવું છે કે કોરોના મહામારી વચ્ચે આ એક નવા પ્રકારનું ફેશન વીક હશે.

WHO એ બધા દેશોને ફરીવાર ચેતવ્યા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ બધા દેશોને ફરીવાર ચેતવ્યા છે કે આંકડાઓ ક્યારેય ખોટું નથી બોલતા. સંક્રમણ સતત વધી રહ્યું છે. આવા સમયમાં બધાએ સાવચેત રહેવું જોઇએ. ઉઠો અને સંક્રમણને અટકાવો. 

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશી સંક્રમિત
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશી કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. શુક્રવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 2 લાખ 21 હજાર 896  કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 4573 લોકોના મોત થયા છે.

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં
ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોંગ ઉને કોરોનાવાયરસ મામલે વધુ સતર્ક રહેવા માટે કહ્યું છે. પાર્ટીની બેઠકમાં કિમ જોંગે ચેતવણી આપી કે જો વાયરસ સામે લડવામાં થોડી પણ બેદરકારી થશે તો ગંભીર સંકટ ઉત્પન્ન થઇ જશે. ત્રણ મહિનામાં બીજી વખત કિમ જોંગે કોરોના અંગે ચેતવણી આપી છે. બીજી તરફ કોલંબિયામાં એક જ દિવસમાં 171 લોકોના મોત થયા હતા. મહામારીની શરૂઆત બાદ આ સૌથી મોટો આંકડો છે. અમેરિકામાં 24 કલાકમાં 55 હજાર કેસ નોંધાયા હતા. અત્યાર સુધીનો એક દિવસનો આ સૌથી મોટો આંકડો છે. 

10 દેશ જ્યાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

કેટલા સંક્રમિતકેટલા મોતકેટલા સ્વસ્થ થયા
અમેરિકા28,37,1891,31,48511,91,091
બ્રાઝીલ15,01,35361,9909,16,147
રશિયા6,61,1659,683428,978
ભારત6,27,16818,2253,79,902
સ્પેન2,97,18328,368ઉપલબ્ધ નથી
પેરૂ2,92,00410,0451,82,097
ચિલી2,84,5415,9202,49,247
બ્રિટન2,83,75743,995ઉપલબ્ધ નથી
ઈટલી2,40,96134,8181,91,083
મેક્સિકો2,38,51129,1891,42,593

* આંકડાનો સોર્સ- https://www.worldometers.info/coronavirus/

ફ્લોરિડામાં 11 વર્ષના બાળકનું મોત
ફ્લોરિડાના મિયામી-ડાડે કાઉન્ટીમાં એક 11 વર્ષના બાળકનું કોરોનાવાયરસના લીધે મૃત્યુ થયું હતું. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર રાજ્યમાં કોરોનાથી મરનાર તે સૌથી નાની ઉંમરનો કેસ છે. આ પહેલા 16 વર્ષની છોકરી અને 17 વર્ષના યુવકના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 69 હજાર 106 થઇ ગઇ છે. 

ચીન: 5 નવા કેસ નોંધાયા
ચીનમાં ગુરૂવારે 5 નવા કેસ નોંધાયા હતા. તેમાંથી ત્રણ કેસ વિદેશી નાગરિકોના છે જ્યારે બે સ્થાનિક છે. હજુ સુધી એક પણ મૃત્યુ થયું નથી. નેશનલ હેલ્થ કમિશન અનુસાર ચાર દર્દી એવા સામે આવ્યા છે જેમાં કોઇ લક્ષણ નથી. ચીનમાં અત્યાર સુધી 83542 કેસ નોંધાયા છે જ્યારે 4634 લોકોના મોત થયા છે. 

આ તસવીર ચીનના નાનજિંગ જિલ્લાની છે. અહીં એક માર્કેટમાં સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની એક કર્મચારી કોરોના ટેસ્ટ માટે માછલીના સ્વાબનો સેમ્પલ લઇ રહી છે.
આ તસવીર ચીનના નાનજિંગ જિલ્લાની છે. અહીં એક માર્કેટમાં સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનની એક કર્મચારી કોરોના ટેસ્ટ માટે માછલીના સ્વાબનો સેમ્પલ લઇ રહી છે.

બ્રાઝીલ: 24 કલાકમાં 48 હજારથી વધુ કેસ
બ્રાઝીલમાં અત્યારસુધી 15 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. અહીં 24 કલાકમાં 48 હજાર 105 નવા કેસ નોંધાયા છે અને 1252 લોકોના મોત થયા છે. દેશમાં મોતનો કુલ આંકડો 61 હજાર 990 થઇ ગયો છે. સંક્રમણ અને મોતના મામલે અમેરિકા બાદ બ્રાઝીલ વિશ્વનો બીજો સૌથી સંક્રમિત દેશ છે. 

બ્રાઝીલના રિયો ડી જેનેરિયો શહેરની એક હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર ચાલી રહી છે
બ્રાઝીલના રિયો ડી જેનેરિયો શહેરની એક હોસ્પિટલમાં કોરોના દર્દીની સારવાર ચાલી રહી છે

ઉત્તર કોરિયા: એક પણ કેસ નહીં
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કહ્યું કે કોરોના સામે લડવામાં અમે સફળ રહ્યા છીએ. અમે દેશમાં વાયરસને ફેલાતો અટકાવ્યો છે. અહીં 6 મહિના પહેલા જ આંતરરાષ્ટ્રીય બોર્ડર સીલ કરી દેવામા આવી હતી. હજારો લોકોને આઇસોલેશનમાં મોકલી દેવામા આવ્યા હતા. દેશના મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંક્રમણનો એક પણ કેસ સામે આવ્યો નથી. સત્તાપક્ષની મીટિંગમાં કિમે કહ્યું કે વિશ્વભરમાં સ્વાસ્થ્ય સંકટ હોવા છતાય આપણે દેશની પરિસ્થિતિ સ્થિર રાખી છે. 

પેરૂ: 10 હજારથી વધુ મોત
પેરૂમાં મોતનો આકંડો 10 હજાર 45 પાર કરી ગયો છે. અહીં અત્યારસુધી 2.92 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 1.82 લાખ લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 17 લાખ લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. 

પેરૂમાં હવે લોકડાઉનમાં છૂટ આપવામા આવી છે તેથી લોકો ઘરની બહાર નિકળી રહ્યા છે. દ. અમેરિકામાં પેરૂ બીજો સૌથી વધુ સંક્રમિત દેશ છે.
પેરૂમાં હવે લોકડાઉનમાં છૂટ આપવામા આવી છે તેથી લોકો ઘરની બહાર નિકળી રહ્યા છે. દ. અમેરિકામાં પેરૂ બીજો સૌથી વધુ સંક્રમિત દેશ છે.

મેક્સિકો: એક દિવસમાં 679 મોત
મેક્સિકોમાં 24 કલાકમાં 679 લોકોના મોત થયા હતા અને 6741 નવા કેસ સામે આવ્યા છે. મોતનો આંકડો વધીને 29189 થઇ ગયો છે અને સંક્રમિતોની સંખ્યા 2.38 લાખ થઇ ગઇ છે. એક દિવસ પહેલા અહીં સંક્રમણના 5681 નવા કેસ નોંધાયા હતા અને 741 લોકોના મોત થયા હતા. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો