તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતનું રિહર્સલ:કોફિન ભાડે લીધું, ફોટોગ્રાફર પણ હાયર કર્યો; કહ્યું- કોણ કોણ આવે છે તે જોવા માગતી હતી

સેન્ટિયાગો2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિલીના સેન્ટિયાગોમાં રહેતી 59 વર્ષીય મહિલાએ પોતાની બનાવટી અંતિમવિધિ કરાવી

શું કોઇ વ્યક્તિ પોતાના મોતનું પણ રિહર્સલ કરી શકે? જો તમે ના કહેશો તો તમે ખોટા છો, કેમ કે ચિલીની એક મહિલાએ પોતાના મોતનો ડ્રામા કર્યો અને પોતાની બનાવટી અંતિમવિધિ પણ કરાવી નાખી. તે માટે તેણે એક કોફિન ભાડે લીધું અને ફોટોગ્રાફર પણ હાયર કર્યો. એક ફંક્શન રખાયું.

ત્યાર બાદ તે કોફિનમાં 3 કલાક સુધી સૂતી રહી અને મરી ગયાની એક્ટિંગ કરતી રહી. તેણે આ બધું બસ એટલા માટે કર્યું કે તે જોવા માગતી હતી કે તેની અંતિમવિધિમાં કોણ-કોણ આવે છે? આ ડ્રામામાં તેના પરિવારજનો અને ફ્રેન્ડ્સે પણ તેને સાથ આપ્યો. તેની બનાવટી અંતિમવિધિ દરમિયાન તેના પરિવારજનો નકલી આંસુ પણ સારી રહ્યાં હતાં.

મહિલાએ બનાવટી અંતિમવિધિ પાછળ 1 હજાર પાઉન્ડ (અંદાજે 1.03 લાખ રૂ.) ખર્ચી કાઢ્યા. માયરા અલોન્જો નામની 59 વર્ષની આ મહિલા સેન્ટિયાગો શહેરમાં રહે છે. છેલ્લા કેટલાક મહિનાથી તે કોરોનાથી થતાં મોત જોઇને પોતાની અંતિમવિધિ વિશે વિચારવા માંડી હતી. તેને એવું લાગવા માંડ્યું હતું કે બધું આમ જ ચાલતું રહ્યું તો તેની અંતિમવિધિમાં કોઇ નહીં આવે. પછી તેણે પોતાની અંતિમવિધિનું રિહર્સલ કરવાનું પ્લાનિંગ કર્યું.

પોતાના પરિવારને પણ તે માટે મનાવ્યો. તેણે બુધવારે પોતાની બનાવટી અંતિમવિધિનો કાર્યક્રમ યોજ્યો, જે 4 કલાક ચાલ્યો. આ ડ્રામા માટે તેણે સફેદ ડ્રેસ પહેર્યો. માથે ફૂલોનો બનેલો ક્રાઉન પહેર્યો, નાકમાં રૂ પણ લગાવ્યું. સ્મશાનમાં શબ માટે કરાતી હોય તે બધી જ વ્યવસ્થા કરી. માયરા જણાવે છે કે આ અનુભવ કોઇ સપનાથી કમ નહોતો. હવે મર્યા પછી તેને અંતિમવિધિની જરૂર નથી, કેમ કે તેણે જીવતેજીવ બધું જોઇ લીધું.

લોકોએ કહ્યું- માયરાએ કોરોના મૃતકોની મજાક ઉડાવી
માયરાને લાગે છે કે તેના સ્વજનો તેને ચાહે છે. કંઇ પણ થાય, તેઓ તેની અંતિમવિધિમાં જરૂર જોડાશે. દરમિયાન, માયરાના આ પગલાંની ઘણી ચર્ચા થઇ રહી છે. કેટલાંક લોકો તેનાં વખાણ કરી રહ્યાં છે તો કેટલાક ટીકા કરે છે. અમુક લોકોનું કહેવું છે કે માયરાએ કોરોનાથી મોતને ભેટેલા લોકોની મજાક ઉડાવી છે.

અન્ય સમાચારો પણ છે...