તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • CNN Says Modi Lays Foundation Stone Despite Koro Epidemic, Pakistani Newspaper Dawn Writes: Laying Foundation Stone Of India's Changing Constitution

રામ મંદિર શિલાન્યાસ ઉપર વર્લ્ડ મીડિયા:CNNએ કહ્યું-કોરોના મહામારી છતાં મોદીએ શિલાન્યાસ કર્યો, પાકિસ્તાનના અખબાર ડોને લખ્યું- ભારતના બદલી રહેલા સંવિધાનનો શિલાન્યાસ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • BBC, અલઝઝીરા અને CNNએ અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસના સમાચારને સારી રીતે લીધા
  • અલઝઝીરાએ લખ્યું- બાબરી વિધ્વંસ કેસની કાયદાકીય સુનાવણી હજુ પૂરી નથી થઈ અને મંદિરનો શિલાન્યાસ કરાઈ રહ્યો છે

અયોધ્યામાં રામ મદિરનો શિલાન્યાસ સમગ્ર વર્લ્ડ મીડિયામાં છવાયો. CNN, ધ ગાર્ડિયન, બીબીસી, અલઝઝીરા અને ડોનએ આ સમાચારને સારી રીતે કવર કર્યા. CNNએ લખ્યું કે કોરના મહામારી છતાં પ્રધાનમંત્રી મોદીએ મંદિર નિર્માણનું ભૂમિ પૂજન કર્યું. પાકિસ્તાનના અખબાર ડોને લખ્યું કે રામ મંદિરનો શિલાન્યાસ વાસ્તવમાં ભારતના બદલતા સંવિધાનનો શિલાન્યાસ છે.

કોરોના વાઈરસ છતાં શિલાન્યાસ: CNN
અમેરિકાના મીડિયા ગ્રુપ CNNએ લખ્યું કે મોદીએ હિન્દુઓના સૌથી પવિત્ર સ્થળે રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું. આ જગ્યા વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિવાદનું કારણ રહી છે. બુધવારે ભૂમિ પૂજન કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે ભારતમાં સતત પાંચમાં દિવસે 50 હજારથી વધારે સંક્રમણના નવા કેસ નોંધાયા છે. સંક્રમણની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા નંબરે છે. ગૃહમંત્રી અમિત શાહ અને અયોધ્યા મંદિરના પૂજારી સહિત ચાર સિક્યુરિટી ગાર્ડ પણ સંક્રમિત થયા છે.

ત્રણ મહિના પહેલા જ અયોધ્યામાં દિવાળી: ધ ગાર્ડિયન
બ્રિટનના અખબાર ગાર્ડિયને લખ્યું છે કે અયોધ્યામાં ત્રણ મહિના પહેલા જ દિવાળી આવી ગઈ છે. શહેરમાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામમાં આવી રહ્યો છે. દશકાઓથી તે ભારતીય ઈતિહાસનો સૌથી ભાવનાત્મક અને વિભાજનકારી મુદ્દો રહ્યો છે. ભગવાન રામ હિન્દુઓમાં સૌથી વધારે પૂજનીય છે. તેમનું મંદિર બનવું ઘણા હિન્દુઓ માટે ગૌરવની ક્ષણ છે. પરંતુ, ભારતીય મુસલમાનોના મનમાં બે પ્રકારની ભાવના છે. એક તેમની મસ્જિદ જવાનું દુ:ખ છે, જે 400 વર્ષથી ત્યાં હતી. તેઓએ મંદિર નિર્માણમાં પોતાની મૌન સહમતિ પણ આપી દીધી છે.

નવા પ્રકારના ભારતીય સંવિધાનનો શિલાન્યાસ: ડોન
પાકિસ્તાનના મીડિયા ગ્રુપ ડોને લખ્યું ચે કે બાબરી મસ્જિદની જગ્યાએ હિન્દુ મંદિરનો શિલાન્યાસ કરાયો. આ જગ્યાએ લગભગ 500 વર્ષથી બાબરી મસ્જિદ હતી. મોદીના આલોચકો માને છે કે આ સેક્યુલર ભારતને હિન્દુ રાષ્ટ્રમાં બદલવાનું એક પગલું છે. ભારતના સેન્ટર ફોર પોલિસી રિસર્ચના પૂર્વ અધ્યક્ષ પ્રતાપ ભાનુ મેહતાના હવાલેથી ડોને લખ્યું છે કે રામ મંદિરનો શિલાન્યાસ એક પ્રકારે અલગ ભારતીય સંવિધાનનો શિલાન્યાસ છે. તે એ જણાવે છે કે ભારતમાં મૌલિક સંવિધાનનો ઢાંચો બદલાઈ રહ્યો છે.

ભારતની સેક્યુલર વિચારધારા સાથે સમજૂતી: અલઝઝીરા
ખાડી દેશના મુખ્ય મીડિયા ગ્રુપ અલઝઝીરાએ લખ્યું છે કે મંદિર મસ્જિદની જગ્યાએ બની રહ્યું છે. ભારતની સેક્યુલર વિચારધારા સાથે સમજૂતી કરાઈ રહી છે. ભારતની સત્તામાં રહેલા હિન્દુ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પાર્ટીએ 1980ના દશકાથી મંદિર આંદોલન શરૂ કર્યું હતું. 1992માં હિન્દુ કટ્ટરપંથીઓએ મસ્જિદ તોડી નાખી. નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે હિન્દુઓને મસ્જિદની જગ્યા આપી દીધી. ચુકાદાની ભારે ટિક્કા થઈ. એક તરફ મંદિરનો શિલાન્યાસ થઈ રહ્યો છે તો બીજી તરફ બાબરી વિધ્વંસ કેસની કાયદાકીય સુનાવણી હજુ પૂરી થઈ નથી.

ભારતના હિન્દુઓ રાજી થયા છે: ABC ન્યૂઝ
ABC ન્યૂઝે પોતાની વેબસાઈટ ઉપર લખ્યં છે કે કોરોના વાઈરસ જેવી મહામારીના કારણે ભારે ભીડ થઈ ન હતી, પરંતું ભારતના હિન્દુઓ રાજી થયા છે. પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું. અહીં પહેલા કથિત રીતે મસ્જિદ હતી. રામ મંદિરના નિર્માણમાં ત્રણથી સાડ ત્રણ વર્ષ લાગશે. તે વિશ્વના સૌથી ભવ્ય મંદિર પૈકી એક હશે.

મંદિર નિર્માણના માર્ગમાં રહેલા અવરોધોને સુપ્રીમ કોર્ટે દૂર કર્યા: BBC
BBCએ ભૂમિ પૂજન સાથે રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદનો ઉલ્લેખ કર્યો. લખ્યું- પ્રધાનમંત્રી મોદીએ મંદિરનું ભૂમિ પૂજન કર્યું. 1992 સુધી અહીં મસ્જિદ હતી. જેને ટોળાએ તોડી નાખી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં મસ્જિદ પહેલા મંદિર હતું. એટલા માટે બન્ને સમુદાય આ જગ્યા ઉપર દાવો કરતા હતા. ગત વર્ષે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને મંદિર નિર્માણના તમામ અવરોધો દૂર કરી દીધા. મુસ્લિમોને મસ્જિદ માટે અલગ જગ્યા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...