• Gujarati News
  • International
  • Clothing Is Becoming De gendered In America, Men's And Women's Clothing Begin To Be Uniform, Young Men's Craze For Girls' Clothing

ભાસ્કર વિશેષ:અમેરિકામાં કપડા જેન્ડરમુક્ત બની રહ્યાં છે, પુરૂષ અને મહિલાના વસ્ત્રો એકસમાન થવાની શરૂઆત, યુવકોમાં યુવતીઓના વસ્ત્રો પહેરવાનો ક્રેઝ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ માટે વપરાશમાં લેવાતાં લેસ ફેબ્રિકથી પુરુષો માટે ડિઝાઇનર ડ્રેસ બને છે

અમેરિકામાં અત્યારે યુનિસેક્સ કપડાંનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યુવકો હવે યુવતીઓ જેવો પોષાક પહેરી રહ્યા છે. પહેલાં તે ફ્યૂઝન અથવા જેન્ડર ન્યૂટ્રલ ફેશનના નામ પર માત્ર ફેશન શો સુધી જ નજર આવતાં હતાં પરંતુ હવે નવી પેઢીના યુવાઓના મતે કપડાંનું કોઇ જેન્ડર હોતું નથી.

પરિણામે હવે માર્કેટમાં યુનિસેક્સ ડ્રેસનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. વિકટોરિયા સિક્રેટ, લુઇ વિન્તા અને ટૉમી હિલફિગરે માર્કેટમાં યુનિસેક્સ ડ્રેસની વેરાયટી લૉન્ચ કરી છે. બરબેરી, મેશિનો, સેન્ટ લોરેન્ટ, વર્સેસ જેવી બ્રાન્ડે પણ યુનિસેક્સ લેસ શર્ટ્સ લોન્ચ કર્યા છે. ટેક્સટાઇલ નિષ્ણાત માઇકલ મજેર અનુસાર, લેસ ફેબ્રિકથી મહિલાઓના ઇનરવેર બનાવાય છે. હવે તેનાથી પુરુષોના પરિધાન પણ બની રહ્યા છે. 16મી સદીમાં યુરોપમાં ફ્લેક્સ તેમજ રેશમના દોરાથી લેસ ફેબ્રિક બનાવાતું હતું.

200 વર્ષ પહેલાં તેનાથી મહિલાઓના ઇનર ગાર્મેન્ટ્સ બનવા લાગ્યાં તેમજ પુરુષો માટે તેના પર પ્રતિબંધ હતો. લંડનના આલ્બર્ટ મ્યુઝિયમના ફેશન ક્યૂરેટર ક્લેરે વિલકૉક્સ અનુસાર કેટલાક યુવકો અનુસાર લેસ ફેબ્રિકનાં કપડાં ફરીથી માર્કેટમાં ટ્રેન્ડમાં છે. લોકોની વિચારસરણી બદલાઈ રહી છે. હવે યુવકો પણ વધુ સોફ્ટ ફેબ્રિક પહેરી શકે છે.

દુનિયાભરમાં જેન્ડરલેસ ફેશનની મુહિમ, અમેરિકા-યુરોપ સૌથી આગળ
કોરિયોગ્રાફર જેનિલ મહેતા મોટા ભાગે પોતાના ડાન્સ વીડિયોમાં સ્કર્ટ અથવા ફ્રોકમાં નજર આવે છે. તેના એક વીડિયોને સોશિયલ મીડિયા પર 1.7 કરોડથી વધુ વ્યૂ મળ્યા છે. તેમાં જેનિલ ગુલાબી રંગના ઘાઘરામાં ગંગુબાઇ કાઠિયાવાડીના એક ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે.

  • બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન પોતાનાં સંતાનનો જેન્ડર ન્યૂટ્રલ અભિગમ સાથે ઉછેર કરી રહ્યા છે. તેમણે દીકરી માટે ગુલાબી અને દીકરા માટે બ્લુ રંગ નહીં પરંતુ દરેકના ડ્રેસ માટે એક સમાન રંગની પસંદગી કરી છે.
  • કેરળના કોઝીકોડે જિલ્લાની એક સ્કૂલે ધો.11ના વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓ માટે એક સરખો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. સ્કૂલે 60 વિદ્યાર્થીઓ તેમજ 200 વિદ્યાર્થિનીઓ હવે બ્લૂ પેન્ટ અને સફેદ શર્ટનો યુનિફોર્મ પહેરે છે.
  • 63 વર્ષીય માર્ક દરરોજ ઓફિસે સ્કર્ટ તેમજ હીલ્સ પહેરીને જાય છે. માર્ક પરિણીત છે. જર્મનીના રહેવાસી માર્ક એક રોબોટિક્સ એન્જિનિયર છે અને છેલ્લા અનેક વર્ષથી આ ટ્રેન્ડ અનુસરે છે.
અન્ય સમાચારો પણ છે...