• Gujarati News
  • International
  • Climate Change Increases Violence Against Women And Girls, Increases Sexual Abuse, Threatens To Get Married Soon

ભાસ્કર વિશેષ:હવામાનમાં મોટા પલટાથી મહિલાઓ અને યુવતીઓ વિરુદ્વ હિંસા, યૌનશોષણ વધ્યાં, જલદી લગ્ન કરાવવાનો ખતરો રહે છે

લંડન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 મહાદ્વીપોમાં લેન્સેટના અભ્યાસથી ખુલાસો - મહિલાઓ-યુવતીઓ પર અસર

ક્લાઇમેટ ચેન્જથી મહિલાઓ વિરુદ્વ ઘરેલુ હિંસામાં વધારો થયો છે. હાલમાં થયેલા એક અભ્યાસમાં આ ખુલાસો થયો છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે પૂર, દુકાળ, ચક્રવાત જેવી કુદરતી આફતોની ઘટનાઓ બાદ મહિલાઓ અને યુવતીઓ વિરુદ્વ હિંસાની સાથે જ યૌનશોષણના બનાવોમાં પણ વધારો થયો છે. ધ લેન્સેટ પ્લેનેટરી હેલ્થમાં પ્રકાશિત આ અભ્યાસમાં પાંચ મહાદ્વીપોને સામેલ કરાયા છે. અભ્યાસ કરાવનાર સાઇમન ફ્રેઝર યુનિવર્સિટીના વિજ્ઞાની સારાએ કહ્યું કે જ્યારે અમે ક્લાઇમેટ ચેન્જની અસરો વિશે વિચારીએ છીએ ત્યારે કેટલીક અન્ય વસ્તુઓ પણ યાદ આવે છે. પરંતુ કેટલાંક છુપાયેલાં પરિણામો પણ છે, જે સરળતાથી જોવા નથી મળતાં અથવા તેના પર પૂરતા પ્રમાણમાં અભ્યાસ નથી થયો. જેમાં સામેલ છે લિંગ આધારિત હિંસા, આર્થિક મુશ્કેલી, સામાજિક અસ્થિરતા, પ્રતિકૂળ વાતાવરણ અને તણાવ જેવાં કારણોસર હિંસામાં વૃદ્વિ થઇ છે. એક અભ્યાસમાં એવો પણ ખુલાસો થયો છે કે ચક્રવાત કેટરીના બાદ માતૃત્વ ધારણ કરનારી મહિલાઓ સાથે જાતીય હિંસાની સંભાવના આઠ ગણી વધી હતી. આફ્રિકાથી જોડાયેલા પાંચ અભ્યાસમાં ખુલાસો થયો છે કે દુકાળ પડવાથી શારીરિક શોષણ, બાળવિવાહ, દહેજ હિંસા અને સ્ત્રીની હત્યા જેવા કેસોમાં વધારો થયો છે. કુદરતી આફતો લોકોને ભારે તણાવ તરફ ધકેલે છે. તેઓને વિસ્થાપિત કરી શકે છે. મોટા પાયે મહિલા-પુરુષ અસમાનતાને કારણે આ પ્રકારની હિંસા વધે છે. જેને કારણે મહિલાઓની સ્થિતિ વધુ કફોડી બને છે. ઉદાહરણ તરીકે, પૂર બાદ એક પરિવાર ખર્ચો ઘટાડવા માટે જલદીથી યુવતીનાં લગ્ન કરાવી દે છે.

એકલતાને કારણે મગજ પર અસર, ડિમેન્શિયાનો પણ ખતરો
એક અભ્યાસ અનુસાર, એકલતા કેટલાક લોકો માટે ઘાતક સાબિત થાય છે. ન્યૂરોલોજીમાં પ્રકાશિત એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એકલતા મગજના સ્ટ્રક્ચર અને કોગ્નિશનને બદલે છે. તેને કારણે મગજની જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતાને અસર કરે છે. આ બદલાવથી વૃદ્વોમાં ડિમેન્શિયાનો ખતરો વધી જાય છે. યુવાઓની યાદશક્તિ ઘટવાનો ખતરો 26% સુધી હોય છે.

અન્ય સમાચારો પણ છે...