તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અફઘાનિસ્તાન:મસ્જિદમાં બોમ્બ બનાવવાના ચાલુ ક્લાસ દરમિયાન બ્લાસ્ટ, 6 વિદેશી સહિત 30 છોકરાઓના મોત

કાબુલ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનની એક મસ્જિદમાં બોમ્બ બનાવવાના ક્લાસ દરમિયાન બ્લાસ્ટ થવાથી 30 તાલિબાની છોકરાઓના મોત થયા છે. ડેલી મેલના રિપોર્ટ મુજબ, અફઘાન નેશનલ આર્મીએ એક નિવેદનમાં આ માહિતી આપી છે. જણાવવામાં આવ્યું કે મૃત્યુ પામેલા લોકોમાં છ વિદેશી પણ હતા. આ દુર્ઘટના શનિવાર સવારની છે.

ખામા પ્રેસ ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ, દૌલતાબાદના કુલતક ગામની મસ્જિદમાં તાલીબાની છોકરાઓને બોમ્બ અને IED બનાવવાની ટ્રેનિંગ અપાઈ રહી હતી. અફઘાન નેશનલ આર્મીનું કહેવું છે કે ઘટના એટલી ભંયકર હતી કે શબના વિવિધ અંગો પણ વેરવિખેર થઈ ગયા હતા. જેના કારણે વિદેશી લોકોની ઓળખ થઈ શકી નથી.

બીજી તરફ અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે એક અન્ય ઘટનામાં કુંદુજ પ્રોવિન્સમાં તાબિલાની દ્વારા પ્લાન્ટ કરવામાં આવેલા IEDમાં બ્લાસ્ટ થવાથી બે બાળકોનો મોત થયા છ. છેલ્લા થોડા મહિનાઓમાં અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલાની ઘટનાઓ વધી ગઈ છે.

સોમવારે નેટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યું હતું કે અલાયન્સ અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને યોગ્ય સમય નહિ આવે ત્યાં સુધી પરત બોલાવશે નહિ. બુધવારે અને ગુરુવારે નેટોમાં સામેલ 30 દેશોના મંત્રીઓની બેઠક થવાની છે.

આ પહેલ ટ્રમ્પ સરકારે તાલિબાનીઓની સાથે એક કરાર કર્યો હતો, જે પછી અમેરિકાના સૈનિકોને અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવવાની વાત કહેવાઈ રહી હતી. હાલ લગભગ 96000 સૈનિક અફઘાનિસ્તાનમાં તૈનાત છે. બાઈડેન સરકારે કહ્યું કે ટ્રમ્પ પ્રશાસનની સાથે કરવામાં આવેલા કરારનો રિવ્યુ કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો