• Gujarati News
  • International
  • Clashes Between Supporters And The Army Demanding The Release Of The Former President, Declaration Of Emergency, Violence Across The Country

પેરુમાં હિંસા દરમિયાન 17ના મોત:પૂર્વ રાષ્ટ્રપતિની મુક્તિની માગણી કરી રહેલા સમર્થકો અને સેના વચ્ચે અથડામણ, ઈમરજન્સી જાહેર, દેશભરમાં હિંસા

લિમા25 દિવસ પહેલા

દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં પૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્ટિલાના સમર્થકો અને સુરક્ષા દળો વચ્ચે મંગળવારે હિંસક અથડામણ થઈ હતી. અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયાના સમાચાર છે. જ્યારે 73 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. તેમાં ઘણી મહિલાઓ પણ સામેલ છે.

3.37 કરોડની વસ્તીવાળા પેરુમાં રાજકીય સંઘર્ષનો યુગ નવો નથી. સંસદ (કોંગ્રેસ) અને રાષ્ટ્રપતિ વચ્ચે લગભગ ત્રણ વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ કારણે ઘણી વખત હિંસા થઈ છે. જો કે, પહેલીવાર આટલા લોકોના મોત થયા છે.

જે બાદ દેશમાં બગડતી પરિસ્થિતિને જોતા પેરુના સંરક્ષણ મંત્રીએ ઈમરજન્સી લાદવાની જાહેરાત કરી છે. પેરુમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે અને વિરોધીઓ દેશમાં ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે.

તસવીરોમાં જુઓ પેરુમાં હિંસા...

ઝુલીએકા એરપોર્ટ પર સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
ઝુલીએકા એરપોર્ટ પર સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્તિલાની હકાલપટ્ટીથી વિરોધીઓ નારાજ છે.
રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્તિલાની હકાલપટ્ટીથી વિરોધીઓ નારાજ છે.
સુરક્ષા દળો હિંસક વિરોધનો જવાબ હિંસાથી આપી રહ્યા છે.
સુરક્ષા દળો હિંસક વિરોધનો જવાબ હિંસાથી આપી રહ્યા છે.
દેખાવકારો વિરોધમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે.
દેખાવકારો વિરોધમાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યા છે.
સરકાર સામેના વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો ઘાયલ થયા છે.
સરકાર સામેના વિરોધ પ્રદર્શનમાં અનેક લોકો ઘાયલ થયા છે.
ઝુલીએકા એરપોર્ટ પર એક વ્યક્તિને ઈજા થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
ઝુલીએકા એરપોર્ટ પર એક વ્યક્તિને ઈજા થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

હિંસક અથડામણનું કારણ શું છે

  • પેરુમાં લગભગ ત્રણ વર્ષથી રાજકીય તણાવ ચાલી રહ્યો છે. જો કે, હાલનો મામલો ડિસેમ્બરમાં શરૂ થયો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ પેડ્રો કાસ્તિલા પર ભ્રષ્ટાચાર અને બળજબરીનિર્ણયો લાદવાના આક્ષેપો થયા હતા. કોંગ્રેસમાં તેમનો વિરોધ શરૂ થયો હતો અને તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.
  • પેડ્રો કોઈપણ ભોગે રાજીનામું આપવા તૈયાર ન હતા. વિપક્ષે તેમને પદ પરથી હટાવવા માટે મહાભિયોગની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પેડ્રો આ પહેલા પણ આવા પ્રયાસો નિષ્ફળ કર્યા છે અને ખાતરી હતી કે આ વખતે પણ વિપક્ષ તેમને ખુરશી પરથી હટાવી શકશે નહીં.
  • સંસદમાં 130 સભ્યો હતા અને પેડ્રોને ખુરશી બચાવવા માટે અડધા એટલે કે 65 મતોની જરૂર હતી. કોંગ્રેસમાં મોટા પક્ષો એક થયા હોવા છતાં કેટલાક નાના પક્ષો પેડ્રો સાથે હતા.
  • જો કે, આ વખતે પેડ્રોની રાજકીય ચાલ સફળ રહી ન હતી અને સંસદમાં તેમની વિરુદ્ધ 101 મત પડ્યા હતા. પેડ્રોને ખુરશી છોડવી પડી. ત્યારબાદથી તેમના સમર્થકો નારાજ છે.
સેંકડો વિરોધીઓ દક્ષિણ પેરુવિયન એન્ડીસ શહેર પુનોના મુખ્ય પ્લાઝા પર એકઠા થયા હતા.
સેંકડો વિરોધીઓ દક્ષિણ પેરુવિયન એન્ડીસ શહેર પુનોના મુખ્ય પ્લાઝા પર એકઠા થયા હતા.

હવે શું થયું

  • ખુરશી છોડ્યા બાદ ડીના બુલેર્ટોને નવા રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. હિંસાની ધમકી આપનાર પેડ્રોની ધરપકડ કરવામાં આવી અને અહીંથી હિંસા શરૂ થઈ. પેડ્રો ઇચ્છતા હતા કે તેઓ નાના પક્ષોના સમર્થનથી કોંગ્રેસ એટલે કે સંસદને વિખેરી નાખશે, જેથી ડીના રાષ્ટ્રપતિ ન બની શકે અને દેશમાં નવી ચૂંટણીઓ યોજાય. તેમનું આ ષડયંત્ર પણ નિષ્ફળ ગયું.
  • જ્યારે સરકારને લાગ્યું કે પેડ્રો દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે ત્યારે ગયા મહિને તેની ધરપકડ કરવામાં આવી હતી. યુએસ સહિત ઘણા દેશોએ પેરુ સરકારને કહ્યું કે તે પેડ્રો સાથે વાટાઘાટો કરીને રસ્તો શોધો અને તેને તરત જ મુક્ત કરી દે.
  • ડીના સરકાર અને વડાપ્રધાન આલ્બર્ટો ઓટ્રેલાએ પેડ્રોને મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો. આનાથી તેના સમર્થકો ગુસ્સે થયા અને હિંસા પર ઉતરી આવ્યા હતા.
  • ઝુલીએકા શહેરમાં સોમવારે અને મંગળવારે પણ હિંસા થઈ હતી. પેડ્રોના સમર્થકોએ રસ્તા પર પ્રદર્શન કર્યું હતું.
7 જાન્યુઆરીએ, વિરોધીઓ એરપોર્ટ પર હિંસક બની ગયા. આ પછી સુરક્ષાકર્મીઓએ ત્યાંથી કાટમાળ હટાવ્યો હતો.
7 જાન્યુઆરીએ, વિરોધીઓ એરપોર્ટ પર હિંસક બની ગયા. આ પછી સુરક્ષાકર્મીઓએ ત્યાંથી કાટમાળ હટાવ્યો હતો.

પેટ્રોલ બોમ્બનો ઉપયોગ

  • કેટલાક સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે બે દિવસથી ચાલી રહેલી હિંસામાં પોલીસ અને સેના પર તીક્ષ્ણ હથિયારો અને પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ સુરક્ષા દળોએ કડક કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ગોળીબાર પણ થયો હતો અને તેમાં 17 લોકો માર્યા ગયા હતા.
  • સરકાર હવે ટૂંક સમયમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લઈ શકે છે. જો આવું થશે તો સુરક્ષા દળો પાસે વધું તાકાત સાથે વિરોધને દબાવી શકશે.
  • પેરુંમા અનેક ભાગો એવા છે જ્યાં ઘણા સપતાહથી પેડ્રો સમર્થકોએ બ્લોક કરી રાખ્યા છે. જેની વાપાર-ધંધા પર પણ અસર થઈ રહી છે. પેડ્રો સમર્થકોએ કહ્યું છે કે જો સરકારે નવી ચૂંટણીની જાહેરાત નહીં કરે તો તેમનું પ્રદર્શન વધું હિંસક બની શકે છે.
  • આ દરમિયાન સરકારે એરપોર્ટ અને અન્ય સરકારી ઈમારતો પર સુરક્ષા સઘન બનાવી દીધી છે. પોલીસને હિંસા આચરનારાઓને જોતાં જ ગોળી મારવાનું કહેવામાં આવ્યું છે.
  • બીજી તરફ, પેડ્રોએ જેલમાંથી નિવેદન જાહેર કરતા જણાવ્યું હતુ કે મને કાવતરા દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યો છે. કાયદેસર રીતે હું હજુ પણ દેશનો રાષ્ટ્રપતિ છું. હું કોઈપણ રીતે સરકારના જુલમ સામે શરણે થઈશ નહીં.
અન્ય સમાચારો પણ છે...